New Delhi, તા.21
નેશનલ હાઈવેને દુર્ઘટનામુકત બનાવવાની દિશામાં કેન્દ્ર સરકાર એક મહત્વનું પગલુ ઉઠાવવા જઈ રહી છે. અત્યાધિક દુર્ઘટના આશંકાવાળા દેશના 10 કિલર હાઈવેને હવે એઆઈ નિયંત્રીત સેફટી ઝોન જાહેર કરવામાં આવશે.
આ 10 હાઈવે કુલ હાઈવે નેટવર્કનો 12 ટકા ભાગ છે. પણ દેશભરમાં થતા કુલ અકસ્માતો અને, મૃત્યુમાં તેમની ભાગીદારી 35 ટકાથી વધુ છે. નેશનલ હાઈવે પર ગત ત્રણ વર્ષમાં એક લાખથી વધુ દુર્ઘટનાઓ થઈ છે. જેમાં 48 હજારથી વધુ લોકોના મોત થયા છે. આ 10 હાઈવે પર બ્લેક સ્પોટના કારણે અકસ્માતો થાય છે.
નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટની રાષ્ટ્રીય સરેરાશ દર 100 કિલોમીટરે ચાર છે. પણ આ 10 હાઈવે પર દર 100 કિલોમીટરે 14 થી 18 બ્લેક સ્પોટ છે. અહી અકસ્માતો રોકવા માર્ગ પરિવહન મંત્રાલયના સચીવ, એમએચએઆઈના અધ્યક્ષ ઓટોમોટીવ રિસર્ચ એસોસીએશન ઓફ ઈન્ડીયાએ યોજના તૈયાર કરી છે.
વિદેશોમાં ખાસ ઉપાય
યુરોપીય સંઘે જુલાઈ 2022 થી નવી કારોમાં ઈન્ટેલીજન્સ સ્પીડ આસીસ્ટન્સ ફરજીયાત કરી દીધુ છે જે જીપીએસ કેમેરા મેપીંગથી ગતિ જાણીને ડ્રાઈવરને સચેત કરે છે. અમેરિકામાં પણ સ્પીડ વોર્નીંગ અને ઓટોમેટીક ઈમરજન્સી બ્રેકીંગ સીસ્ટમ અનિવાર્ય છે.
આ છે સૌથી ઘાતક હાઈવે
* એમએચ-44 (દિલ્હી-કન્યાકુમારી) પર દુર્ઘટનામાં 8920 લોકોના મોત
* એનએચ-48 (દિલ્હી-ગુરૂગ્રામ-જયપુર-મુંબઈ) પર 7110 લોકોના મોત
* એનએચ-19 (દિલ્હી-કોલકતા) પર 14200 અકસ્માતોમાં 5840 ના મોત
* એનએચ-47 (ઝાંસી-પોરબંદર) પર અકસ્માતમાં 3500 લોકોના મોત
આ રીતે કામ કરે છે સિસ્ટમ
* હાઈવે પર લાગેલા એઆઈ કેમેરા અને જીપીએસ-સેન્સર વાહનના પુશબોર્ડ સાથે કનેકટ થઈ જશે
* આ સિસ્ટમ ચાલકને રસ્તાની નિર્ધારીત સીમાનો ઓડીયો વિઝયુઅલ એલર્ટ આપશે
* વાહનની નિશ્ચિત ગતિ સીમાથી વધુ પહોંચવા પર જ એલાર્મ વાગી ઉઠશે.

