Ahmedabad,તા.૨૧
શું કોઈ બાળક કાનુની પ્રક્રિયાથી દતક લેવાયુ હોય તે ભવિષ્યમાં તેના દતક પિતાના સ્થાને બાયોલોજીકલ એટલે કે તેના મુળ પિતાનું નામ પોતાના નામ સાથે જોડી શકે! જવાબ છે `ના’!
અમદાવાદની એક કોર્ટે આ પ્રકારે પોતાના ચાલક પિતાના નામ ને બદલે મુળ પિતાના નામને જોડવાની અરજી નકારી હતી અને કહ્યું કે પાલક પિતા અને દતક લીધેલા પુત્ર બન્નેની સંમતી હોય તો પણ પિતાના નામને બદલી શકાય નહી. છેક 2015માં એક મહિલા વિધવા થતા તમે એક વિધુર સાથે પુનઃલગ્ન કર્યા હતા અને બાદમાં મહિલાના પુત્રને 2022માં તેના પાલક પિતાએ કાનુની પ્રક્રિયાથી દતક લીધો અને તેના જ પુત્ર તરીકે ઉછેર કરશે તે નિશ્ચિત કરી પુત્રના નામ સાથે પિતાનું નામ આ પાલક-દતક લેનાર પિતાનું જોડાયું હતું.
તે સમયે અદાલતના આદેશથી આ ટીનએજરના નામમાં તમામ કાનુની રેકોર્ડમાં બાયોલોજીકલ પિતાને બદલે દતક લેનાર પિતાનું નામ જોડી દેવાયુ હતું પણ બાદમાં દતક પુત્રને એવું લાગતુ હતું કે તેના પાલક પિતા તેના મુળ પુત્ર (ઓરમાનભાઈ) થી વધુ સંભાળ રાખે છે તથા ખુદને નજર અંદાજ કરી છે. તેથી તે 19 વર્ષનો થયો તો પિતાના નામમાં ફેરફાર કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી પણ કોર્ટે તે નકારતા કહ્યું કે કોઈપણ લાગણી કે સંમતી એ કાનુનથી પર નથી.
હાઈકોર્ટે જણાવ્યું કે, પુત્ર તથા તેના માતાની જે ચિંતા છે કે તેના નવા પતિ એ દતક પુત્રની યોગ્ય સંભાળ રાખશે નહી પણ પ્રશ્ન એ છે કે આ ચિંતા એ કાનુની રીતે પિતાનું નામ બદલવાની મંજુરી આપી શકે!
કોર્ટે હિન્દુ દતક ધારાની કલમ 15ને આગળ ધરી હતી અને જે તક વિધિ કાનુની રીતે થઈ છે તેના પિતાનું નામ બદલી શકાય નહી અને દતક વિધિમાં કોઈ ફોડ, ભુલ કે કોઈ શરતો પુરી થઈ નથી તે પુરવાર થતુ નથી. જો કે અદાલતે ચુકાદો આપતા સમયે કહ્યું છે છતા અદાલત જે રીતે પાલક પિતા પર જે ભેદભાવનો આરોપ છે તેના પર કોઈ અભિપ્રાય વ્યક્ત કરતો નથી.

