Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 10, 2026

    આજનું રાશિફળ

    October 10, 2026

    નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ

    October 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ
    • Rajkot: દીકરીનો જન્મ એ ઘરનો સૌથી મોટો ઉત્સવ  વધામણાં કીટથી દીકરીના આગમનને આવકાર અને પ્રોત્સાહન
    • મુખ્યમંત્રીના હસ્તે Rajkot જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ પરિવારોને રહેણાક માટે જમીનના હક્કપત્રકો અપાયા
    • Veraval સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવનું આયોજન
    • Rajkot ડિવિઝનના બજરંગપુરા રેલવે સ્ટેશન પર આધુનિક એક્સલ કાઉન્ટર પ્રણાલી સ્થાપિત
    • શારદીય Navratriના પ્રથમ નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: જામજોધપુર-કાલાવડ પંથકમાં જુગારના ત્રણ અડ્ડા પર પોલીસના દરોડા, ૧૫ પત્તાંપ્રેમી ઝડપાયા
    જામનગર

    Jamnagar: જામજોધપુર-કાલાવડ પંથકમાં જુગારના ત્રણ અડ્ડા પર પોલીસના દરોડા, ૧૫ પત્તાંપ્રેમી ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalAugust 24, 2026Updated:September 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શેઠવડાળા, ઉમાપાર્ક અને ગોલણીયા ગામે જાહેરમાં તીનપત્તીના જુગાર પર તવાઈ; રૂ.૫૩,૪૮૦ રોકડા સહિતનો મુદ્દામાલ કબજે

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૪

    જામનગર જિલ્લાના જામજોધપુર અને કાલાવડ પંથકમાં પોલીસે જુગારના અડ્ડાઓ સામે કાર્યવાહી કરી ત્રણ સ્થળે દરોડા પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કુલ ૧૫ શખ્સોને ઝડપી લીધા હતા. શેઠવડાળા, જામજોધપુરની ઉમાપાર્ક સોસાયટી અને કાલાવડના ગોલણીયા ગામની સીમમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ.૫૩,૪૮૦ રોકડા તથા ગંજીપત્તાના પાના કબજે કરી જુગારધારા હેઠળ ગુના નોંધ્યા છે.શેઠવડાળા ગામે બસ સ્ટેન્ડ નજીકથી ભુપત આંબરડી તરફ જતા રસ્તે સોલાર પાસે બાવળના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. અહીંથી કિશનભાઈ પ્રકાશભાઈ આચાર્ય (ઉ.વ.૩૦), જયેશભાઈ મગનભાઈ ચાવડા (ઉ.વ.૩૦), કિશનભાઈ જીતેન્દ્રભાઈ જોષી (ઉ.વ.૩૩), રણજીતભાઈ ઉર્ફે રાણાભાઈ કરશનભાઈ કેશવાલા (ઉ.વ.૩૧), હરદાસભાઈ બોદાભાઈ હાડગરડા (ઉ.વ.૩૪) અને થવોઈ ગામના નરેશભાઈ પોલાભાઈ કનારા (ઉ.વ.૩૪) મળી છ શખ્સો ઝડપાયા હતા. પોલીસે તેમની અંગઝડતીમાંથી રૂ.૧૦,૦૦૦ અને જુગારના સ્થળેથી રૂ.૩,૮૫૦ મળી કુલ રૂ.૧૩,૮૫૦ રોકડા તથા ગંજીપત્તાના પાના કબજે કર્યા હતા.

    બીજી તરફ જામજોધપુર પોલીસે ઉમાપાર્ક સોસાયટી, રીંગ રોડ નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા વિરમભાઈ સયદેભાઈ શાખસ (ઉ.વ.૪૫), ભારમલભાઈ માલદેભાઈ સંધીયા (ઉ.વ.૪૦) અને નવઘણભાઈ પેથાભાઈ આસાણી (ઉ.વ.૨૫)ને ઝડપી લીધા હતા. ત્રણેય પાસેથી અનુક્રમે રૂ.૮,૬૫૦, રૂ.૧,૦૫૦ અને રૂ.૩,૮૦૦ તેમજ જુગારના સ્થળેથી રૂ.૨૪૦ મળી કુલ રૂ.૧૭,૭૪૦ રોકડા અને ગંજીપત્તા કબજે કરાયા હતા.

    આ ઉપરાંત કાલાવડ ગ્રામ્ય પોલીસે ગોલણીયા ગામની સીમમાં દુધાળા ડેમ પાસે સામંતભાઈ આલાભાઈ કરમુરની વાડી સામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે હંસરાજભાઈ મુળજીભાઈ કપુરીયા (ઉ.વ.૬૯), જીતેષભાઈ વલ્લભભાઈ કપુરીયા (ઉ.વ.૪૮), સામંતભાઈ આલાભાઈ કરમુર (ઉ.વ.૩૮), પિયુષગીરી દિનેશગીરી ગોસ્વામી (ઉ.વ.૨૮), લાલજીભાઈ આંબાભાઈ કપુરીયા (ઉ.વ.૭૦) અને દિનેશગીરી રતીગીરી ગોસ્વામી (ઉ.વ.૫૮)ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ.૨૧,૨૭૦ અને જુગારના પટમાંથી રૂ.૬૨૦ મળી કુલ રૂ.૨૧,૮૯૦ રોકડા તથા ગંજીપત્તાના ૫૨ પાના કબજે કરાયા હતા.ત્રણે સ્થળે પોલીસે કુલ રૂ.૫૩,૪૮૦ રોકડા કબજે કર્યા છે. શેઠવડાળા, જામજોધપુર અને કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા પકડાયેલા તમામ ૧૫ શખ્સો સામે જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગોલણીયા ગામના છ શખ્સોને બી.એન.એસ.એસ.ની કલમ ૩૫(૩) મુજબ નોટિસ આપી મુક્ત કરવામાં આવ્યા હતા.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar-રાજકોટ હાઈવે પર અકસ્માતમાં એરફોર્સના જવાન અને તેની પત્નીના કરુણ મૃત્યુ
    Next Article Jamnagar નજીક દરેડમાં બ્રાસની પેઢીના રૂ.૭૩.૬૬ લાખના સ્ક્રેપ-ફીનીશ ગુડની ચોરીનો પર્દાફાશ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!

    October 9, 2026
    જામનગર

    Jamnagarમાં બિરયાની-નોનવેજ વાનગીઓ ખાધા બાદ ૩૦થી ૩૫ લોકોને ફૂડ પોઈઝનિંગ

    October 7, 2026
    જામનગર

    Jamnagar: નાઘેડીના દારૂના દરોડા પ્રકરણમાં પોલીસ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાત

    October 7, 2026
    જામનગર

    Jamnagarમાં જુદી-જુદી જગ્યાએ અંગ્રેજી દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા

    October 5, 2026
    જામનગર

    Jamnagarમાં વાહનચોરી કરતી ટોળકીનો પર્દાફાશ

    October 5, 2026
    જામનગર

    Jamnagar: ખંભાળિયામાં ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ. ૨,૧૨૦ની લાંચ લેતા બે ઝડપાયા

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-10-2026 21:55
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 10, 2026

    આજનું રાશિફળ

    October 10, 2026

    નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ

    October 10, 2026

    Rajkot: દીકરીનો જન્મ એ ઘરનો સૌથી મોટો ઉત્સવ  વધામણાં કીટથી દીકરીના આગમનને આવકાર અને પ્રોત્સાહન

    October 10, 2026

    મુખ્યમંત્રીના હસ્તે Rajkot જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ પરિવારોને રહેણાક માટે જમીનના હક્કપત્રકો અપાયા

    October 10, 2026

    Veraval સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવનું આયોજન

    October 10, 2026
    Search
    Main News

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 10, 2026

    આજનું રાશિફળ

    October 10, 2026

    નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ

    October 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.