Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    એક મીઠી બાળવાર્તા – “ચકી અને નવ રંગના દુપટ્ટા”

    October 10, 2026

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • એક મીઠી બાળવાર્તા – “ચકી અને નવ રંગના દુપટ્ટા”
    • Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ Rajkot ખાતે ‘રઢિયાળી રાત’ કાર્યક્ર્‌મ યોજાયો
    • Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!
    • રાજ્યપાલની ઉપસ્થિતિમાં Rajkot માર્કેટ યાર્ડ ખાતે ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો
    • આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે Rajkot ખાતેથી ૧૩૬ ગ્રામહાટનું લોકાર્પણ થશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: માનવ ઉપર સિંહના હુમલાનું મુખ્ય કારણ શું? અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો
    અમરેલી

    Amreli: માનવ ઉપર સિંહના હુમલાનું મુખ્ય કારણ શું? અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો

    Vikram RavalBy Vikram RavalAugust 24, 2026Updated:September 5, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૨૪

    અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સિંહ દ્વારા માનવ પર હુમલાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ટૂંકા ગાળામાં સિંહના હુમલાની અનેક ઘટનાઓ સામે આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે. અત્યાર સુધીમાં માનવ ઉપર સિંહના આશરે આઠ જેટલા હુમલાની ઘટનાઓ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં ચાર જેટલા લોકોના મોત થયા છે, જયારે અન્ય લોકોને ઈજા પહોંચી છે. સતત વધી રહેલી આ ઘટનાઓ વચ્ચે સિંહ માનવ પર હુમલો શા માટે કરે છે અને તેના મૂળ કારણો શું છે તે જાણવા માટે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.આ સમગ્ર મામલાના મૂળ કારણો સમજવા માટે આત્મીય યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની ટીમે અમરેલી જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી. આશરે પ૦ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની ટીમે ગામડાઓમાં જઈ સ્થાનિક લોકો સાથે રૂબરૂ વાતચીત કરી હતી. સિંહોની વર્તણૂક, માનવની પ્રવૃત્તિઓ અને બંને વચ્ચે વધી રહેલા સંઘર્ષ અંગે માહિતી એકત્ર કરવામાં આવી હતી.

    અભ્યાસમાં સામે આવેલા તારણો મુજબ સિંહના માનવ ઉપરના હુમલા પાછળ એક નહીં પરંતુ અનેક પરિબળોજવાબદાર છે. તેમાં સૌથી મહત્વનું કારણ સિંહની પજવણી અને તેને થતી માનવીય હેરાનગતિ હોવાનું નિષ્ણાતો માને છે. સિંહને નજીકથી જોવા અથવા તેનો વીડિયો બનાવવા માટે લોકો તેની પાછળ વાહનો લઈને જતા હોય છે. સિંહ શિકાર કરતો હોય ત્યારે તેનો પીછો કરવો, ટોર્ચનો પ્રકાશ મારવો, મોબાઈલથી વીડિયો બનાવવા માટે નજીક જવું અથવા સિંહને ઘેરી લેવાની સ્થિતિ ઊભી કરવી જેવી પ્રવૃત્તિઓ સિંહમાં તણાવ અને અસુરક્ષાની લાગણી પેદા કરી શકે છે.

    આત્મીય યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર શિવુભા જાડેજાના જણાવ્યા મુજબ, સિંહની પ્રવૃત્તિમાં માનવીય દાખલ વધવાથી હુમલાની શકયતા વધી શકે છે. ખાસ કરીને સિંહના આરામના સ્થળો, શિકાર અથવા મેટિંગ જેવી સંવેદનશીલ પરિસ્થિતિમાં માણસો તેની નજીક જાય ત્યારે સિંહ આક્રમક પ્રતિક્રિયા આપી શકે છે. સિંહને પોતાની સુરક્ષા માટે ખતરો અનુભવાય ત્યારે તે માણસ પર હુમલો કરી શકે છે.

    નિવૃત્ત પ્રોફેસર અને મનોવિજ્ઞાન નિષ્ણાત ડો. અનંતરાય વસાણીએ પણ માનવ – સિંહ સંઘર્ષ અંગે મહત્વપૂર્ણ મુદ્દો રજૂ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ સિંહમાં માનવનો ડર ધીમે ધીમે ઘટી રહ્યો છે. બીજી તરફ માણસ પણ સિંહથી દૂર રહેવાને બદલે તેની નજીક જવાની માનસિકતા ધરાવતો થયો છે. વર્ષો પહેલાં સિંહ જોવા મળે ત્યારેલોકો દૂર રહેતા હતા, પરંતુ હવે સિંહની નજીક જઈને વીડિયો બનાવવાની અને સોશિયલ મીડિયા પર રિલ્સ મૂકવાની વૃત્તિ વધી છે.ડો. વસાણીએ જંગલ વિસ્તારમાં વધી રહેલી માનવીય પ્રવૃત્તિ અંગે પણ ચિંતા વ્યક્તત કરી છે. જંગલ અને તેની આસપાસ રિસોર્ટ, ફાર્મ હાઉસ, મકાનો અને અન્ય બાંધકામો વધતા સિંહોના કુદરતી રહેઠાણ પર દબાણ વધી રહ્યું છે. સિંહોની અવર જવરના વિસ્તારોમાં માનવીય હાજરી વધવાથી સિંહ અને માણસ વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. એક તરફ સિંહ માનવ વસાહતની નજીક આવી રહ્યા છે અને બીજી તરફ માણસ સિંહની નજીક જઈ રહ્યો છે. આ બંને પરિસ્થિતિ મળીને સંઘર્ષની શકયતા વધારી શકે છે.આત્મીય યુનિવર્સિટીના વી.સી.રાકેશ મુદ્ગલના જણાવ્યા મુજબ, માનવ પ્રવૃત્તિના કારણે સિંહોમાં તણાવ પેદા થઈ શકે છે. ખાસ કરીને લોકો રિલ્સ અને સોશિયલ મીડિયા માટે સિંહની પાછળ જતા હોય છે, જેના કારણે સિંહના આરામના સ્થળોમાં સતત માનવીય દાખલ થાય છે. સિંહને શાંતિથી રહેવાની તક ન મળે અને સતત લોકો તેની આસપાસ ભેગા થાય તો તે તણાવમાં આવી શકે છે. તેમણે જણાવ્યું કે માણસે પોતાની આવી ટેવો છોડવીપડશે, તો જ માનવ અને સિંહ બંનેનું અસ્તિત્વ સુરક્ષિત રહી શકશે.

    રજીસ્ટ્રાર દિવ્યાંગ વ્યાસે પણ હુમલાના એક મહત્વના કારણ તરીકે સિંહને નજીકથી જોવા માટેલોકોની ભીડ એકઠી થતી હોવાનો મુદ્‌ો રજૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો અને રિલ્સ બનાવવા માટે સિંહની નજીક જવાની માનસિકતા જોખમી બની રહી છે. સિંહને તેની કુદરતી સ્થિતિમાં રહેવા દેવાને બદલે લોકો તેને જોવા માટે ઘેરી લે છે ત્યારે સિંહમાં તણાવ ઊભો થઈ શકે છે.

    અભ્યાસમાં ખોરાક પણ મહત્વનું પરિબળ હોવાનું સામે આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પશુધન, મૃત પશુઓ અને અન્ય ખોરાક સરળતાથી ઉપલબ્ધ થતો હોવાથી સિંહો ગામડાં તરફ આકર્ષાઈ શકે છે. ખુલ્લામાં ફેંકવામાં આવતો નોનવેજનો કચરો અથવા અન્ય ખોરાકની સુગંધ પણ સિંહ અને અન્ય વન્યજીવોને માનવ વસાહતની નજીક ખેંચી શકે છે. એકવાર કોઈ વિસ્તારમાં સરળતાથી ખોરાક મળવા લાગે તો સિંહની તે વિસ્તારમાં અવરજવર વધી શકે છે.

    જોકે નિષ્ણાતોના મતે સિંહને સીધો માનવભક્ષી ગણવો યોગ્ય નથી. માનવ ઉપરનો હુમલો ઘણી વખત ચોક્કસ પરિસ્થિતિમાં થતો હોય છે. માણસ સિંહની ખૂબ નજીક જાય, તેનો પીછો કરે, ટોર્ચ મારે, શિકાર દરમિયાન ખલેલ પહોંચાડે અથવા સિંહને ઘેરી લે તેવી સ્થિતિ ઊભી થાય ત્યારે તે પોતાને જોખમમાં અનુભવીને હુમલો કરી શકે છે.માનવ – સિંહ સંઘર્ષ ઘટાડવા માટે સિંહથી યોગ્ય અંતર જાળવવું, તેનો પીછો ન કરવો, રિલ્સ કે વીડિયો બનાવવા માટે તેની નજીક ન જવું, ટોર્ચનો પ્રકાશન મારવો અને સિંહના આરામ તથા શિકારના સમયે કોઈપણ પ્રકારની દખલ ન કરવી જરૂરી છે. સાથે જ ખુલ્લામાં ખોરાકનો કચરો ન ફેંકવો અને સિંહની અવરજવર અંગે વનવિભાગને જાણ કરવી જોઈએ.

    અંતે, સિંહ અને માણસ વચ્ચેનું અંતર ઘટવું બંને માટે જોખમી બની શકે છે. સિંહમાં માણસનો ડર ઘટી રહ્યો છે અને માણસમાં સિંહની નજીક જવાની હિંમત વધી રહી છે. સોશિયલ મીડિયા માટે રિલ્સ બનાવવાની હોડ, જંગલમાં વધતી માનવીય દખલગીરી, રિસોર્ટ – ફાર્મ હાઉસનું વધતું દબાણ અને માનવ વસાહતની નજીક મળતો ખોરાક જેવા પરિબળો માનવ – સિંહ સંઘર્ષને વધુ ગંભીર બનાવી શકે છે. સિંહને બચાવવા જેટલી જ જરૂરી માણસની સુરક્ષા છે. બંને વચ્ચે યોગ્ય અંતર અને જવાબદાર વર્તણૂક જ અમરેલી સહિત સમગ્ર સિંહ વિસ્તારમાં સહઅસ્તિત્વનો માર્ગ બની શકે છે.

    Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleનેશનલ સ્પેસ ડે નિમિત્તે Junagadhમાં વિદ્યાર્થીઓએ જાણી અવકાશની રોમાંચક દુનિયા
    Next Article Suratના માંડવીમાં ૨૨ વર્ષીય યુવતીની રહસ્યમય હત્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: કોંગ્રેસના પીઢ આગેવાન વીરજીભાઈ ઠુમ્મરનું નિધન

    October 7, 2026
    અમરેલી

    Amreli: બાબરકોટમાં શિકારની શોધમાં સિંહણ ખાલી કૂવામાં ખાબકી, ૬ કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ

    October 7, 2026
    અમરેલી

    Amreliથી બાબરા અને અમરેલીથી ચાવંડ વચ્ચેનો ફોરલેન માર્ગ ક્યારે બનશે?

    October 7, 2026
    અમરેલી

    Amreli: વડિયા પંથકમાં આતંક મચાવનાર હુમલાખોર સિંહણનું ક્રાંકચ ખાતે સારવાર દરમિયાન મોત

    October 5, 2026
    અમરેલી

    Amreliમાં પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના પરિવારજનો અને શહીદોના આશ્રિતોનું સંમેલન યોજાયું

    October 5, 2026
    અમરેલી

    Amreli: કર્મચારીઓના પગાર લઈને ભાગી જનારો ઈનામી શખ્સ ૨૩ વર્ષે મોરબીથી ઝડપાયો

    October 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-10-2026 18:42
    Categories
    Latest News

    એક મીઠી બાળવાર્તા – “ચકી અને નવ રંગના દુપટ્ટા”

    October 10, 2026

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026

    આજનું રાશિફળ

    October 9, 2026

    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ Rajkot ખાતે ‘રઢિયાળી રાત’ કાર્યક્ર્‌મ યોજાયો

    October 9, 2026

    Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!

    October 9, 2026
    Search
    Main News

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    એક મીઠી બાળવાર્તા – “ચકી અને નવ રંગના દુપટ્ટા”

    October 10, 2026

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.