Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Suratના માંડવીમાં ૨૨ વર્ષીય યુવતની રહસ્યમય હત્યા

    August 24, 2026

    Amreli: માનવ ઉપર સિંહના હુમલાનું મુખ્ય કારણ શું? અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો

    August 24, 2026

    નેશનલ સ્પેસ ડે નિમિત્તે Junagadhમાં વિદ્યાર્થીઓએ જાણી અવકાશની રોમાંચક દુનિયા

    August 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Suratના માંડવીમાં ૨૨ વર્ષીય યુવતની રહસ્યમય હત્યા
    • Amreli: માનવ ઉપર સિંહના હુમલાનું મુખ્ય કારણ શું? અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો
    • નેશનલ સ્પેસ ડે નિમિત્તે Junagadhમાં વિદ્યાર્થીઓએ જાણી અવકાશની રોમાંચક દુનિયા
    • Surendranagar: લીંબડીમાંથી ગે.કા. રીતે પશુ માસનુ વેચાણ કરતા ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લીંબડી પોલીસ
    • Jamnagar: કાલાવડના હરીપર મેવાસામાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાના કારોબારનો પર્દાફાશ
    • Jamnagar નજીક દરેડમાં બ્રાસની પેઢીના રૂ.૭૩.૬૬ લાખના સ્ક્રેપ-ફીનીશ ગુડની ચોરીનો પર્દાફાશ
    • Jamnagar: જામજોધપુર-કાલાવડ પંથકમાં જુગારના ત્રણ અડ્ડા પર પોલીસના દરોડા, ૧૫ પત્તાંપ્રેમી ઝડપાયા
    • Jamnagar-રાજકોટ હાઈવે પર અકસ્માતમાં એરફોર્સના જવાન અને તેની પત્નીના કરુણ મૃત્યુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar નજીક દરેડમાં બ્રાસની પેઢીના રૂ.૭૩.૬૬ લાખના સ્ક્રેપ-ફીનીશ ગુડની ચોરીનો પર્દાફાશ
    જામનગર

    Jamnagar નજીક દરેડમાં બ્રાસની પેઢીના રૂ.૭૩.૬૬ લાખના સ્ક્રેપ-ફીનીશ ગુડની ચોરીનો પર્દાફાશ

    Vikram RavalBy Vikram RavalAugust 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સ્ટોર વિભાગના આસિ. મેનેજરે સાથીદારો સાથે મળી માલ ચોરી વેચી નાખ્યાનો આક્ષેપ; રૂ.૨૯ લાખ પરત આપ્યા રૂ.૪૪.૬૬ લાખ બાકી રહેતાં પોલીસ ફરિયાદ

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૪

    જામનગરના દરેડ જીઆઈડીસી ફેઝ-૩માં આવેલી બ્રાસ ઓટો પાર્ટ બનાવતી કંપનીમાંથી બ્રાસ સ્ક્રેપ તથા ફીનીશ ગુડ માલ મળી કુલ રૂ.૭૩,૬૬,૩૫૮.૪૩ની કથિત ચોરી કરી વેચી નાખવાના મામલે કંપનીના સંચાલકે પૂર્વ સ્ટોર વિભાગના આસિસ્ટન્ટ મેનેજર સહિત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ કંપનીમાં નોકરી મેળવી પૂર્વઆયોજિત કાવતરું રચી તેના નીચે કામ કરતા માણસો તથા રિક્ષા ચાલકની મદદથી કંપનીમાંથી માલ બહાર કઢાવ્યો હતો.

    જામનગરના સત્યમ કેસલ વિસ્તારમાં રહેતા અને દરેડ જીઆઈડીસીમાં અરજણ પ્રીસીઝન મેટલ પ્રા.લિ. નામની કંપની ચલાવતા દીલીપભાઈ ટેકચંદભાઈ ચંદનાણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે કંપનીમાં તેઓ તથા તેમના બે પુત્રો સહિત ત્રણ ડાયરેક્ટર છે, અને આશરે ૧૦૦ કર્મચારીઓ કામ કરે છે.

    આશરે પાંચ મહિના અગાઉ કંપનીમાં બ્રાસ સ્ક્રેપ તથા ફીનીશ ગુડના સ્ટોકની ગણતરી કરતાં માલમાં ઘટ જોવા મળતાં સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન સ્ટોર વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતા દીવ્યરાજગીરી સુરજગર ગોસ્વામી દ્વારા તેના નીચે કામ કરતા સૌહીલ અસય અલી, અજય હરીરામ જાટવ તથા રિક્ષા ચાલક ઉગાભાઈ ખરા સાથે મળી કંપનીના સ્ક્રેપ વિસ્તારમાંથી માલ રિક્ષા મારફતે બહાર મોકલાતો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

    કંપનીના હિસાબ મુજબ અલગ અલગ બ્રાસ સ્ક્રેપ તથા ફીનીશ ગુડ માલ મળી કુલ રૂ.૭૩,૬૬,૩૫૮.૪૩નો માલ કંપનીની જાણ બહાર કાઢી લેવાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે અગાઉ કંપની તરફથી લેખિત અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપી સાથે સમજૂતી થતાં અરજી પરત ખેંચી લેવામાં આવી હતી અને ચોરીના માલની રકમ પરત આપવાનું નક્કી થયું હતું.

    ફરિયાદ મુજબ ત્યારબાદ દીવ્યરાજગીરી ગોસ્વામીએ હપ્તાવાર કુલ રૂ.૨૯ લાખ રોકડા પરત આપ્યા હતા, પરંતુ બાકીના રૂ.૪૪,૬૬,૩૫૮.૩૩ ચૂકવ્યા નહોતા અને વારંવાર બહાના કાઢતા હતા. ત્યારબાદ ફરી પોલીસમાં અરજી કરતાં કંપનીમાંથી આશરે ૧૦ ટન જેટલો બ્રાસ સ્ક્રેપ તથા ફીનીશ ગુડ માલ બહાર કાઢી વેચી નાખવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે. માલના નાણાં આરોપીના પોતાના તેમજ તેના ભાઈ યુવરાજ ગોસ્વામી અને અન્ય સગાંના બેન્ક ખાતામાં લેવાયા હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.

    ફરિયાદના આધારે દીવ્યરાજગીરી સુરજગર ગોસ્વામી તથા તપાસ દરમિયાન નામ ખૂલે તેવા અન્ય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી માટે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સમગ્ર પ્રકરણમાં કંપનીના સ્ટોક, સીસીટીવી ફૂટેજ, નાણાકીય વ્યવહારો તથા અગાઉ થયેલી સમજૂતી સહિતની વિગતોની તપાસ હાથ ધરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: જામજોધપુર-કાલાવડ પંથકમાં જુગારના ત્રણ અડ્ડા પર પોલીસના દરોડા, ૧૫ પત્તાંપ્રેમી ઝડપાયા
    Next Article Jamnagar: કાલાવડના હરીપર મેવાસામાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાના કારોબારનો પર્દાફાશ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: કાલાવડના હરીપર મેવાસામાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાના કારોબારનો પર્દાફાશ

    August 24, 2026
    જામનગર

    Jamnagar: જામજોધપુર-કાલાવડ પંથકમાં જુગારના ત્રણ અડ્ડા પર પોલીસના દરોડા, ૧૫ પત્તાંપ્રેમી ઝડપાયા

    August 24, 2026
    જામનગર

    Jamnagar-રાજકોટ હાઈવે પર અકસ્માતમાં એરફોર્સના જવાન અને તેની પત્નીના કરુણ મૃત્યુ

    August 24, 2026
    જામનગર

    Jamnagarમાં ઉછીના રૂપિયા પરત માંગતા ગળા પર છરીના ઘા મારી આધેડની હત્યા

    August 24, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના ૪ દરોડા ૧૭ જુગારીઓ સામે કાર્યવાહી

    August 24, 2026
    જામનગર

    Jamngar જિલ્લામાં એક જ દિવસમાં દારૂના ૬ દરોડા, ૯ આરોપીઓ સામે કાર્યવાહી

    August 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,090
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,420
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹242,930
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-08-2026 23:43
    Categories
    Latest News

    Suratના માંડવીમાં ૨૨ વર્ષીય યુવતની રહસ્યમય હત્યા

    August 24, 2026

    Amreli: માનવ ઉપર સિંહના હુમલાનું મુખ્ય કારણ શું? અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો

    August 24, 2026

    નેશનલ સ્પેસ ડે નિમિત્તે Junagadhમાં વિદ્યાર્થીઓએ જાણી અવકાશની રોમાંચક દુનિયા

    August 24, 2026

    Surendranagar: લીંબડીમાંથી ગે.કા. રીતે પશુ માસનુ વેચાણ કરતા ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લીંબડી પોલીસ

    August 24, 2026

    Jamnagar: કાલાવડના હરીપર મેવાસામાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાના કારોબારનો પર્દાફાશ

    August 24, 2026

    Jamnagar: જામજોધપુર-કાલાવડ પંથકમાં જુગારના ત્રણ અડ્ડા પર પોલીસના દરોડા, ૧૫ પત્તાંપ્રેમી ઝડપાયા

    August 24, 2026
    Search
    Main News

    Kutchમાં ફરી ધરા ધ્રુજી, ભચાઉથી ૨૧ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિન્દુ

    August 24, 2026

    ’એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ ૨૦૨૯ સુધીમાં લાગુ થઈ શકે છે. Shivraj Singh Chouhan

    August 24, 2026

    Piyush Goyal ભારત-જાપાન વેપાર ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા પર ભાર મૂક્યો

    August 24, 2026

    United Forum of Bank Unions એ ૧૧ સપ્ટેમ્બરે દેશવ્યાપી હડતાળ પર જવાનો નિર્ણય લીધો

    August 24, 2026

    UP Congress President Ajay Rai ની અયોધ્યા મુલાકાત દરમિયાન માછલીની મિજબાની પર રાજકીય હોબાળો મચી ગયો

    August 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Suratના માંડવીમાં ૨૨ વર્ષીય યુવતની રહસ્યમય હત્યા

    August 24, 2026

    Amreli: માનવ ઉપર સિંહના હુમલાનું મુખ્ય કારણ શું? અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો

    August 24, 2026

    નેશનલ સ્પેસ ડે નિમિત્તે Junagadhમાં વિદ્યાર્થીઓએ જાણી અવકાશની રોમાંચક દુનિયા

    August 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.