Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રોકાણ પર માસિક ૨ ટકા વળતરની લાલચ આપી ૧.૨૭ કરોડની Fraud

    October 10, 2026

    Husbandએ પ્રેમિકા સાથે મળી આડા સંબંધમાં અડચણરૂપ પત્નીને મોતને ઘાટ ઉતારી

    October 10, 2026

    Maharashtraના નાગપુર-અમરાવતી હાઇવે પર ૧૩.૫ ટન વિસ્ફોટકો ભરેલું કન્ટેનર પલટ્યું

    October 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રોકાણ પર માસિક ૨ ટકા વળતરની લાલચ આપી ૧.૨૭ કરોડની Fraud
    • Husbandએ પ્રેમિકા સાથે મળી આડા સંબંધમાં અડચણરૂપ પત્નીને મોતને ઘાટ ઉતારી
    • Maharashtraના નાગપુર-અમરાવતી હાઇવે પર ૧૩.૫ ટન વિસ્ફોટકો ભરેલું કન્ટેનર પલટ્યું
    • ઈન્ટરનેશનલ Criminal કોર્ટ પર પ્રતિબંધ મૂક્યો
    • AI થી નકલી સીસીટીવી ફૂટેજ, ફેક વોઈસથી છેતરપિંડી વધ્યા
    • Google સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
    • Panamaમાં કુદરતી આફતઃ ૭.૭ ની તીવ્રતાના ભૂકંપ બાદ ૪૫ આફ્ટરશૉકથી ફફડાટ
    • ભારતને tariffsની ધમકી આપનાર ટ્રમ્પ હવે પોતે જ પુતિન પાસેથી ડીઝલ ખરીદશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જૂનાગઢ»નેશનલ સ્પેસ ડે નિમિત્તે Junagadhમાં વિદ્યાર્થીઓએ જાણી અવકાશની રોમાંચક દુનિયા
    જૂનાગઢ

    નેશનલ સ્પેસ ડે નિમિત્તે Junagadhમાં વિદ્યાર્થીઓએ જાણી અવકાશની રોમાંચક દુનિયા

    Vikram RavalBy Vikram RavalAugust 24, 2026Updated:September 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સ્પેસ ક્વિઝનું આયોજનઃ વિજેતા વિદ્યાર્થીઓને સાયન્સ સિટી અમદાવાદની પરિવાર સાથે નિઃશુલ્ક મુલાકાત માટે ફેમિલી વાઉચર એનાયત

    Junagadh તા. ૨૪

    ચંદ્રથી માંડીને અંતરીક્ષના અનંત રહસ્યો સુધી પહોંચવાની જિજ્ઞાસા ધરાવતા વિદ્યાર્થીઓ માટે જૂનાગઢમાં નેશનલ સ્પેસ ડેની ઉજવણી જ્ઞાન અને ઉત્સાહથી ભરપૂર બની હતી. ભારતની અવકાશ ક્ષેત્રની ગૌરવશાળી સિદ્ધિઓથી વિદ્યાર્થીઓને પરિચિત કરાવવા તેમજ તેમનામાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે રસ, જિજ્ઞાસા અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવાના હેતુથી શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ ખાતે અવકાશ વિજ્ઞાન વિષયક વ્યાખ્યાન તથા સ્પેસ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનેલોજી (), વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકારની પ્રેરણાથી શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે અને વિજ્ઞાન-ટેકનેલોજી પ્રત્યે રુચિ વધે તે માટે વર્ષ દરમિયાન વિવિધ વિજ્ઞાનલક્ષી કાર્યક્રમો યોજવામાં આવે છે.

    ભારત સરકારે વર્ષ ૨૦૨૩માં ચંદ્રયાન-૩ના ઐતિહાસિક સફળ ચંદ્ર અવતરણની યાદમાં દર વર્ષે ૨૩ ઓગસ્ટને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ નિમિત્તે  દ્વારા રાજ્યના વિવિધ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરો ખાતે વિદ્યાર્થીઓ માટે સ્પેસ ક્વિઝ અને અવકાશ વિજ્ઞાન આધારિત વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું.

    કાર્યક્રમ દરમિયાન શ્રી તુષારભાઈ પંડ્યા દ્વારા વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન, ભારતનો અવકાશ કાર્યક્રમ, વિવિધ સ્પેસ મિશન, સ્પેસ ટેકનેલોજી તથા ભવિષ્યની અવકાશ સંભાવનાઓ અંગે રસપ્રદ અને માહિતીસભર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. વ્યાખ્યાન દરમિયાન વિદ્યાર્થીઓએ અવકાશ અને સંશોધન ક્ષેત્રે નવીનતમ માહિતી મેળવી હતી. સાથે જ વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.

    સ્પેસ ક્વિઝના પ્રથમ તબક્કામાં પ્રિલિમિનરી એમસીક્યુ રાઉન્ડ યોજાયો હતો. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ચાર વિદ્યાર્થીઓની ફાઇનલ રાઉન્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ પસંદ થયેલા વિદ્યાર્થીઓ વચ્ચે પીપીટી આધારિત ફાઇનલ ક્વિઝ યોજાઈ હતી. ફાઇનલ રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અવકાશ વિજ્ઞાન અંગેના પોતાના જ્ઞાનનું પ્રદર્શન કર્યું હતું.

    વિજેતા વિદ્યાર્થીઓને સાયન્સ સિટી, અમદાવાદની પરિવાર સાથે નિઃશુલ્ક મુલાકાત માટે ફેમિલી વાઉચર, મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ ઉજવણીથી વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાઈ, તેમજ ભારતની અવકાશ ક્ષેત્રની સિદ્ધિઓથી પરિચિત થવાની તક મળી હતી.

    આ તકે ક્વિઝનું સમગ્ર સંચાલન શ્રી પ્રતાપસિંહ ઓરા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં  ડૉ. એસ. આર. ગજેરા, શ્રદ્ધાબેન કચોટ, રીનાબેન મકવાણા સહિત લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રતિનિધિઓ, શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા લોક વિજ્ઞાન કેન્દ્રની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી, તેમ શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢની અખબારી યાદીમાં જણાવાયું છે.

    Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurendranagar: લીંબડીમાંથી ગે.કા. રીતે પશુ માસનુ વેચાણ કરતા ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લીંબડી પોલીસ
    Next Article Amreli: માનવ ઉપર સિંહના હુમલાનું મુખ્ય કારણ શું? અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો
    Vikram Raval
    • Website

    Related Posts

    જૂનાગઢ

    Junagadh પોલીસે ૯૬ લાખથી વધુના દારૂ પર ફેરવ્યું બુલડોઝર, તો ડ્રગ્સની હેરાફેરીમાં ફરાર ૨ને પણ દબોચ્યા

    September 26, 2026
    જૂનાગઢ

    Junagadh ACBનું સફળ છટકું: રૂ. ૫.૨૫ લાખની લાંચ લેતો શખ્સ રંગે હાથ ઝડપાયો

    September 23, 2026
    જૂનાગઢ

    Junagadh: ફાર્મ હાઉસમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

    September 18, 2026
    જૂનાગઢ

    Junagadh: વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર

    September 10, 2026
    જૂનાગઢ

    Junagadh: ઉપરકોટમાં દીપડાની દહેશતથી સતત ત્રીજા દિવસે કિલ્લાના દરવાજા બંધ

    September 2, 2026
    જૂનાગઢ

    Junagadh: ગીરના સિંહોનું સંરક્ષણ માત્ર વન વિભાગની નહીં, સૌરાષ્ટ્રની સામૂહિક જવાબદારી વન વિભાગની અપીલ

    August 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-10-2026 19:55
    Categories
    Latest News

    રોકાણ પર માસિક ૨ ટકા વળતરની લાલચ આપી ૧.૨૭ કરોડની Fraud

    October 10, 2026

    Husbandએ પ્રેમિકા સાથે મળી આડા સંબંધમાં અડચણરૂપ પત્નીને મોતને ઘાટ ઉતારી

    October 10, 2026

    Maharashtraના નાગપુર-અમરાવતી હાઇવે પર ૧૩.૫ ટન વિસ્ફોટકો ભરેલું કન્ટેનર પલટ્યું

    October 10, 2026

    ઈન્ટરનેશનલ Criminal કોર્ટ પર પ્રતિબંધ મૂક્યો

    October 10, 2026

    AI થી નકલી સીસીટીવી ફૂટેજ, ફેક વોઈસથી છેતરપિંડી વધ્યા

    October 10, 2026

    Google સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

    October 10, 2026
    Search
    Main News

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રોકાણ પર માસિક ૨ ટકા વળતરની લાલચ આપી ૧.૨૭ કરોડની Fraud

    October 10, 2026

    Husbandએ પ્રેમિકા સાથે મળી આડા સંબંધમાં અડચણરૂપ પત્નીને મોતને ઘાટ ઉતારી

    October 10, 2026

    Maharashtraના નાગપુર-અમરાવતી હાઇવે પર ૧૩.૫ ટન વિસ્ફોટકો ભરેલું કન્ટેનર પલટ્યું

    October 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.