Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આયાતી કાચી Sugar રીફાઈન કરી બે માસમાં બજારમાં વેચવી ફરજીયાત

    August 25, 2026

    ભાવવધારાથી સર્જાયેલા ઉહાપોહ બાદ હવે ઘઉંમાં તેજી ભડકવાના એંધાણ વર્તાવા લાગ્યા

    August 25, 2026

    E-20 Petrol માં ઈથેનોલ મિશ્રણના માપદંડ કડક કરાયા

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આયાતી કાચી Sugar રીફાઈન કરી બે માસમાં બજારમાં વેચવી ફરજીયાત
    • ભાવવધારાથી સર્જાયેલા ઉહાપોહ બાદ હવે ઘઉંમાં તેજી ભડકવાના એંધાણ વર્તાવા લાગ્યા
    • E-20 Petrol માં ઈથેનોલ મિશ્રણના માપદંડ કડક કરાયા
    • બૂટના આકારમાં બનેલી Car ની ઝડપે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
    • ટ્રમ્પને Supreme Court ની રાહત : પોસ્ટલ બેલેટ મતદાન પર રોકના આદેશને મળી મંજુરી
    • Patna: હજારો વિદ્યાર્થીઓ બેરીકેડ તોડી સીએમ આવાસ ભણી આગળ વધતા લાઠીચાર્જ
    • ગુનાખોરી અટકાવવા અને તપાસ ઝડપી બનાવવા રાજ્ય સરકારનો ડિજિટલ ક્રેકડાઉન માસ્ટર પ્લાન
    • Ahmedabad: ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘Hydrogel’
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat: રાંદેર ઝોનમાં જાહેર રસ્તા પર હોટલના એઠવાડના ઢગલા
    સુરત

    Surat: રાંદેર ઝોનમાં જાહેર રસ્તા પર હોટલના એઠવાડના ઢગલા

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.25

    સુરતના ડુમસ બીચ પર ટામેટાના ભજીયામાંથી મંકોડા નીકળવાની ઘટનાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં સુરતમાં હોટલ સંચાલકોની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાંદેર ઝોન વિસ્તારમાં હોટલોના એઠવાડનો જાહેરમાં જ નિકાલ કરવામાં આવતો હોવાની ફરિયાદથી ગંદકી અને દુર્ગંધની સાથે લોકોના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થયું છે. પાલિકાના નિયમ મુજબ હોટલનો એઠવાડ અને વેસ્ટ કોન્ટ્રાક્ટરને સોંપવાનો હોય છે, પરંતુ તેના બદલે જાહેર રસ્તા અને ફૂટપાથ પાસે એઠવાડના ઢગલા ખડકાતા હોવાની ગંભીર ફરિયાદ બહાર આવી છે.
    સુરતના પુણા વિસ્તારમાં ફૂડ પોઈઝનીંગની ઘટના બાદ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હોટલ રેસ્ટોરન્ટમાં સફાઈ અંગે તપાસ કરવામાં આવી રહી છે. જેમાં આટલા દિવસમાં છ હજાર કિલો જેટલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામા આવ્યો છે. આ કામગીરી દરમિયાન ગઈકાલે ડુમસ બીચના ફેમસ ટામેટા ભજીયામાં મંકોડો નિકળવાની ઘટના બની હતી. આ વિવાદ શાંત થાય તે પહેલાં રાંદેર ઝોનમાં હોટલ સંચાલકો સામે એક ગંભીર ફરિયાદ બહાર આવી છે. જેમાં ઘણાં હોટલ સંચાલકો એઠવાડ તથા કીચનના કચરાનો જાહેરમાં નિકાલ કરતા હોવાની ફરિયાદ થઈ રહી છે. હોટલ અને ખાણી-પીણીની દુકાનોમાંથી દરરોજ મોટી માત્રામાં ખાદ્ય પદાર્થોનો એઠવાડ નીકળે છે. આ એઠવાડનો યોગ્ય નિકાલ કરવામાં આવે તો જાહેર સ્વચ્છતા જળવાઈ રહે, પરંતુ કેટલીક જગ્યાએ નિયમોને અવગણીને વેસ્ટ જાહેરમાં નાખવામાં આવતો હોવાના આક્ષેપ છે. રસ્તાની બાજુમાં પડેલા એઠવાડના કારણે આસપાસ ગંદકી ફેલાય છે અને દુર્ગંધથી રાહદારીઓ તથા સ્થાનિક રહેવાસીઓને પણ પરેશાનીનો સામનો કરવો પડે છે. ખાદ્ય પદાર્થોના એઠવાડના ઢગલા લાંબા સમય સુધી પડ્યા રહે તો રખડતા પશુઓ તથા જીવાતોનો ઉપદ્રવ વધવાની શક્યતા રહે છે. જેના કારણે માત્ર સ્વચ્છતાનો જ નહીં પરંતુ જાહેર આરોગ્યનો પ્રશ્ન પણ ઊભો થાય છે.
    ફરિયાદ મુજબ હોટલનો એઠવાડ નિયમ મુજબ કોન્ટ્રાક્ટરને સોંપવાનો હોય છે. તેમ છતાં કેટલીક જગ્યાએ હોટલનો વેસ્ટ જાહેર રસ્તા, ફૂટપાથ અથવા માર્જિન પર ઠાલવવામાં આવતો હોવાના કારણે કચરાના ઢગલા સર્જાય છે. આ સ્થિતિને કારણે ગંદકી અને દુર્ગંધ ફેલાવાની સાથે રાહદારીઓને પણ મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક લોકો અને પૂર્વ કોર્પોરેટર ઉષાબેન પટેલ દ્વારા પાલિકાના સંબંધિત વિભાગોને આ મામલે સ્થળ તપાસ કરી નિયમોનો ભંગ કરનાર હોટલ સંચાલકો સામે પેનલ્ટી વસૂલવા માંગણી કરવામાં આવી છે અને આ પ્રકારની પ્રવૃત્તિ કડકાઈથી બંધ કરાવવા માટેની માંગણી થઈ રહી છે.
    ફૂટપાથ-માર્જિન પર દબાણ દૂર કરવા સાથે પેનલ્ટીની માંગ
    રાંદેર ઝોનમાં હોટલોના એઠવાડના જાહેરમાં નિકાલની ફરિયાદ વચ્ચે કેટલીક હોટલો દ્વારા ફૂટપાથ અને માર્જિન પર કરવામાં આવતા દબાણનો મુદ્દો પણ સામે આવ્યો છે. હોટલના વેસ્ટ ઉપરાંત લારીઓ અને અન્ય સામગ્રી જાહેર જગ્યામાં રાખવામાં આવતી હોવાના આક્ષેપને પગલે સ્થાનિકો દ્વારા પાલિકા સમક્ષ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ ફૂટપાથ રાહદારીઓ માટે હોવા છતાં કેટલીક હોટલોની બહાર તેનો ઉપયોગ વેપાર અને સામાન રાખવા માટે થતો હોવાના કારણે લોકોને રસ્તા પર ચાલવાની ફરજ પડે છે. બીજી તરફ માર્જિન વિસ્તારમાં પણ દબાણ થવાથી જાહેર જગ્યા સાંકડી બની રહી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurat: ડુમસના પંચવટી ભજીયા કોર્નરમાં ટામેટા ભજીયામાં મંકોડો નિકળ્યો
    Next Article Surat: BRTS બસમાં ડ્રાઇવરની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: BRTS બસમાં ડ્રાઇવરની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો

    August 25, 2026
    સુરત

    Surat: ડુમસના પંચવટી ભજીયા કોર્નરમાં ટામેટા ભજીયામાં મંકોડો નિકળ્યો

    August 25, 2026
    સુરત

    Surat: પાલ-હજીરા રોડ પર વગર વરસાદે ભુવો પડ્યો : તંત્રની બેદરકારી સામે સવાલ

    August 25, 2026
    સુરત

    Surat: ‘એક પેડ મા કે નામ’ અભિયાન વચ્ચે ઉધના ઝોનમાં 7 વૃક્ષો કાપવાનો વિવાદ સર્જાયો

    August 25, 2026
    સુરત

    Suratના માંડવીમાં ૨૨ વર્ષીય યુવતની રહસ્યમય હત્યા

    August 24, 2026
    સુરત

    Surat: માંડવીના તડકેશ્વર ગામ નજીક કાપડની કંપનીમાં ભીષણ આગ

    August 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,710
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹242,060
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-08-2026 15:23
    Categories
    Latest News

    આયાતી કાચી Sugar રીફાઈન કરી બે માસમાં બજારમાં વેચવી ફરજીયાત

    August 25, 2026

    ભાવવધારાથી સર્જાયેલા ઉહાપોહ બાદ હવે ઘઉંમાં તેજી ભડકવાના એંધાણ વર્તાવા લાગ્યા

    August 25, 2026

    E-20 Petrol માં ઈથેનોલ મિશ્રણના માપદંડ કડક કરાયા

    August 25, 2026

    બૂટના આકારમાં બનેલી Car ની ઝડપે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

    August 25, 2026

    ટ્રમ્પને Supreme Court ની રાહત : પોસ્ટલ બેલેટ મતદાન પર રોકના આદેશને મળી મંજુરી

    August 25, 2026

    Patna: હજારો વિદ્યાર્થીઓ બેરીકેડ તોડી સીએમ આવાસ ભણી આગળ વધતા લાઠીચાર્જ

    August 25, 2026
    Search
    Main News

    આયાતી કાચી Sugar રીફાઈન કરી બે માસમાં બજારમાં વેચવી ફરજીયાત

    August 25, 2026

    ભાવવધારાથી સર્જાયેલા ઉહાપોહ બાદ હવે ઘઉંમાં તેજી ભડકવાના એંધાણ વર્તાવા લાગ્યા

    August 25, 2026

    E-20 Petrol માં ઈથેનોલ મિશ્રણના માપદંડ કડક કરાયા

    August 25, 2026

    બૂટના આકારમાં બનેલી Car ની ઝડપે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

    August 25, 2026

    ટ્રમ્પને Supreme Court ની રાહત : પોસ્ટલ બેલેટ મતદાન પર રોકના આદેશને મળી મંજુરી

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આયાતી કાચી Sugar રીફાઈન કરી બે માસમાં બજારમાં વેચવી ફરજીયાત

    August 25, 2026

    ભાવવધારાથી સર્જાયેલા ઉહાપોહ બાદ હવે ઘઉંમાં તેજી ભડકવાના એંધાણ વર્તાવા લાગ્યા

    August 25, 2026

    E-20 Petrol માં ઈથેનોલ મિશ્રણના માપદંડ કડક કરાયા

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.