(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૨૬
Amreli જિલ્લામાં જાણે યમરાજાએ પડાવ નાંખ્યો હોય તેમ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બે મહિલા સહીત કુલ ૬ જેટલા અલગ અલગ બનાવમાં અપમૃત્યુના બનાવ પોલીસ ચોપડે નોંધાતા જે તે સ્થાનિક પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પ્રથમ બનાવમાં બગસરા તાલુકાના બાલાપુર ગામે રહેતા હરેશભાઇ પાંચાભાઇ ઠુમ્મર નામના ૫૦ વર્ષીય આધેડ ગત તા.૨૫ ના ૧ વાગ્યે કમલેશભાઇ શંભુભાઇ ઘવા માવજીંજવા વાળાની વાડીએ અકસ્માતે કુવામાં પડી પાણીમાં ડુબી જતા તેમનું મોત નીપજયાનું પોલીસમાં જાહેર થતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
બીજા બનાવમાં મધ્યપ્રદેશના વતની અને હાલ સાવરકુંડલા જેસર રોડ નંદીગ્રામ સોસાયટીમાં રહેતા બલદિપસિંહ જુજારસિંહ નામના ૨૬ વર્ષીય પરપ્રાંતિય યુવક ગત તા.૨૫ ના રોજ સવારે આશરે ૮ વાગ્યા પહેલા કોઇ પણ સમયે સાવરકુંડલા જેસર રોડ રૂમ ઉપર એકલા હોય ત્યારે તેમના મોઢા તથા નાકમાંથી ફિણ નિકળેલ હોય જેથી તેમને સારવાર માટે દવાખાને ખસેડાયેલ જ્યાં તેમનું સારવાર દરમિયાન તેમનું મોત નીપજયાનું પોલીસમાં જાહેર થતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ત્રીજા બનાવમાં સાવરકુંડલા, ખાદી કાર્યાલય વિસ્તાર પાવરહાઉસ પાસે રહેતા જયાબેન મનસુખભાઇ જમોડ નામના ૫૨ વર્ષીય મહિલાને છેલ્લા ઘણા સમયથી નીંદર આવતી ન હોય જેથી કંટાળી જઇ ગત તા.૨૫ ના આશરે સવારે ૫ વાગ્યાના સમયેપોતે પોતાની મેળે ઘંઉમાં નાખવાનો ઝેરી પાવડર પી જવાથી સારવાર દરમ્યાન તેણીનું મોત નીપજયાનું પોલીસમાં જાહેર થતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ચોથા બનાવમાં લીલીયા તાલુકાના સલડી ગામે રામાપીરના મંદિર પાસે રહેતા ગોપીબેન નિલેશભાઇ સરવૈયા નામની ૨૮ વર્ષીય પરિણીતાના ચાર વર્ષીય નાના દિકરા મયંક ને પેટમાં સારણગાંઠ હોય અને તેનું ઓપરેશન કરાવેલ હોય તે બાબતે માનસીક રીતે ખરાબ વિચારો આવતા હોય તેણીએ ગત તા.૨૫ ના બપોરના આશરે બાર સાડા બાર વાગ્યાના અરસામાં પોતાના રહેણાક મકાને ગળાફાસો ખાઇ લેતા તેણીનું મોત નીપજયાનું પોલીસમાં જાહેર થતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પાંચમાં બનાવમાં અમરેલી તાલુકાના જસવંતગઢ ગામે રહેતા અરવિંદભાઇ ઝવેરભાઇ ચૌહાણ નામના ૫૩ વર્ષીય આધેડને કોઇ કામ ધંધો મળતો ન હોય અને બેરોજગાર હોય જેથી કંટાળી જઈ ગત તા. ૨૫ ના રોજ સવારે ૧૦/૧૫ વાગ્યા પહેલા કોઇપણ સમયે જસવંતગઢ ગામે પોતે પોતાની મેળે ગળે બ્લેડ મારી દઈ સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયાનું પોલીસમાં જાહેર થતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
છઠ્ઠા બનાવમાં ધારી ગામે જુની ટેલીફોન ઓફીસ પાસે રહેતા ચંદ્રકાન્તભાઇ પ્રવીણભાઇ મહેતા નામના ૨૭ વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર ગત તા.૨૪ ના બપોરના આશરે ત્રણેક વાગ્યાથી તા.૨૫ ના સાંજે ૪/૩૦ વાગ્યા સુધી કોઇપણ સમયે ધારી ગળધરાથી ડાંગાવદર જવાના કાચા રસ્તે ડાબી બાજુના જંગલમા ઝેરી દવા પી જવાથી તેમનું મોત નીપજયાનું પોલીસમાં જાહેર થતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

