સાત હનુમાન મંદિર પાસે ભિક્ષાવૃત્તિ કરતા મહિલાને રીક્ષામાં બેસાડી ધોકા વડે કર્યો હુમલો, ફોરેન્સિક PM રિપોર્ટથી સનસનીખેજ ખુલાસો
વિકૃત રમેશ વૈધુકિયાની ધરપકડ: અગાઉ ચોટીલામાં હત્યા અને થોરાળામાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યાનો ગુનાહિત ઇતિહાસ ખુલ્યો
Rajkot,તા.27
શહેરના આજીડેમ ચોકડી નજીક મોગલ માના મંદિર પાસેથી 5 દિવસ પૂર્વે મળેલી અજાણ્યા વૃદ્ધાની કોહવાયેલી લાશનો ભેદ આજીડેમ પોલીસે ઉકેલી નાખ્યો છે. વૃદ્ધાને ઘરે મૂકવાની લાલચ આપી દુષ્કર્મ બાદ હત્યા નીપજાવી હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ મામલે રીક્ષા ચાલક રમેશભાઈ બચુભાઈ વૈધુકિયાની ધરપકડ કરાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ શહેરના આજીડેમ ચોકડી નજીક મોગલ માના મંદિર પાસેથી ગત તારીખ 20 ના રોજ અજાણી વૃદ્ધાની લાશ મળતા આજીડેમ પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મોતનુ કારણ જાણવા મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે શહેર પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, પૂર્વ એસીપી વી બી જાડેજા દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળેલી અજાણી વૃદ્ધાની લાશ અંગે વધુ તપાસ કરવાની સૂચનાથી આજી ડેમ પોલીસ મથકના પીઆઈ એચ એન પટેલના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા દ્વારા અજાણી વૃધ્ધાની તપાસ કરતા કુવાડવા રોડ પર સાત હનુમાન પાસે ઝુપડપટ્ટીમાં રહેતા અજયભાઈ રમેશભાઈ સોલંકી પોતાના દાદીમાં લીલાબેન ટપુભાઈ ઉર્ફે ટીંબુભાઈ સોલંકી ઉંમર વર્ષ 76 વાળા 19 તારીખે સવારે સાત હનુમાન મંદિરે પાસે ભિક્ષાવૃત્તિ કરવા માટે બેસાડ્યા બાદ સાંજે લેવા પરત ન ફરતા 20 ના રોજ કુવાડવા પોલીસ સ્ટેશનમાં દાદીમાની ગુમનોંધ જાહેર કરવામાં આવી હતી
અજાણી વૃદ્ધાની લાશમાં મૃતક લીલાબેન ટપુભાઈ સોલંકી હોવાનું સામે આવ્યું હતું બાદમાં પોલીસે સીસીટીવી મદદની આધારે વધુ તપાસ શરૂ કરી હતી તેમજ ફોરેન્સિક રિપોર્ટમાં સનસનીખેજ ખુલાસો થતા પોલીસે પણ ચોકી હતી રિપોર્ટમાં વૃદ્ધાની ધોકા વડે માર મારી અને દુષ્કર્મ ગુજારી લાશને ફેંકી દેવામાં આવી હોવાનું ખુલ્યુ હતું આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમે સીસીટીવી કેમેરા તપાસી અને હુમન સોસ મદદથી આધારે બ્રહ્માણી હોલ કોઠારીયા રોડ પર રહેતો રીક્ષા ચાલક રમેશભાઈ બચુભાઈ વેધુકિયા ની ધરપકડ કરી યુક્તિ પ્રયુક્તિ થી વધુ તપાસ કરતા આરોપી રમેશે કબલ્યુ હતું કે 19 તારીખ ની સાંજે ચાર વાગ્યે આસપાસ કુવાડવા રોડ સાત હનુમાન મંદિર પાસે ભિક્ષાવૃતિ કરતા વૃદ્ધાને ઘરે પહોંચાડવાનું કહી બેસાડી અલગ અલગ જગ્યાએ રીક્ષા ઉભી રાખી અને ધોકા વડે મારકૂટ કરી અર્ધ બેભાન હાલતમાં આજીડેમ ચોકડી નજીક મોગલ માના મંદિર પાસે આજીડેમ કિનારે લઈ જઈ રિક્ષામાં બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધી ધોકાવડે માર મારી મોત નીપજાવેલ અને બાદ પુરાવો નાશ કરવા લાશને ઇરાદે પૂર્વક આજીડેમ નદીના કિનારે ફેંકી દીધેલની કબુલાત આપી હતી આ અંગે ઊંડાણપૂર્વ તપાસમાં આરોપી રમેશ વેદુકિયા ગુનાહિત ઇતિહાસ ચેક કરતા ચોટીલા પોલીસ સ્ટેશન માં હત્યા બાદ લાશને ફેંકી દેવી, થોરાળા પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષની બાળકીનો અપહરણ કરી દુષ્કર્મ ગુજારી હત્યા નીપજાવી લાશ ફેંકી દીધી ઘટસ્ફોટ થયો હતો આરોપી પોતે વિકૃત માનસિકતા ધરાવતો અને અવારનવાર ગુના આચરતો હોવાનું ખુલ્યુ હતું આ અંગે આજીડેમ પોલીસે હત્યારા રમેશ વેધુકિયા વિરુદ્ધ હત્યા દુષ્કર્મ નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ એન પટેલ પીએસઆઇ ડોડીયા એએસઆઈ રવિવાર હેડ કોન્સ્ટેબલ સંજય મિયાત્રા ભરતભાઈ જોગિયા દેવાંગભાઈ પાલા આકાશ સોલંકી સહિતના સ્ટાફે કામગીરી બજાવી હતી

