(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૭
જામનગર તા. ૨૭ જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી બીએએમએસ ની શૈલય તંત્ર -૧ ની પરીક્ષા માં પેપર લીક થયાના આક્ષેપો પછી તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી .જેના રિપોર્ટમાં પેપર લીક નહીં થયું હોવાનું પરંતુ માત્ર આઈએમપી પ્રશ્નો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોવાનો અહેવાલ રજુ થયો છે..ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ગત માટે સલય તંત્ર -૧ ની પરીક્ષા લેવામાં આવી રહી હતી આ દરમિયાન મુખ્ય ૧૨ માંથી ૧૧ પ્રશ્નો સોશિયલ મીડિયા માં વાયરલ થયા હતા જે પ્રશ્નો પરીક્ષા માં પુછાયા હતા.આથી પેપર લીક થયું હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા હતા જેના પરિણામે સરકારની સૂચનાથી તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિ દ્વારા અમુક કોલેજો માં તપાસ થતા પ્રોફેસર ના નિવેદન લેવામાં આવ્યા હતા.આ તપાસ અહેવાલ યુનિવર્સિટી ને સુપ્રત કરવામાં આવ્યો છે . જેમાં પેપર લીક થયા ના આક્ષેપો ને ફગાવી દેવામાં આવ્યા છે. પરંતુ આઈએમપી પ્રશ્નો વહેતા થયા હોવાની વાત માન્ય રાખવામાં આવી છે.હવે આ પરીક્ષાના પેપરની તપાસ શરૂ કરવામાં આવી છે. જેથી સમયસર પરીક્ષાનું પરિણામ જાહેર થઈ શકે.

