રેન્જ IG નિર્લિપ્ત રાયની સૂચના બાદ ટીમનું પેટ્રોલિંગ: રોકડા રૂ.1.91 લાખ, 7 મોબાઇલ અને 4 બાઇક કબજે
Jamnagar,તા.27
જામનગર જિલ્લાના નાધુના ગામ અંધારાવાળા છોલાના પુલની નીચે રાજકોટ રેન્જ ટીમે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને રોકડા રૂ.૧,૯૧,૦૦૦, મોબાઇલ ફોન અને મોટરસાયકલ સહિત કુલ રૂ.૪,૬૧,૦૦૦-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. વધુ વિગત મુજબ તહેવારો પૂર્વે દારૂ અને જુગારની બદી ડામી દેવા રાજકોટ રેન્જના વડા નિર્લિપ્ત રાયએ કડક કાર્યવાહી કરવા આપેલી સૂચનાને પગલે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર .અપૂર્વ પટેલ, પો.સ.ઇ. પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા અને સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે
જામનગર જિલ્લાના નાધુના ગામ અંધારાવાળા છોલાના પુલની નીચે જાહેરમાં જુગાર રમતો હોવાની મળેલી બાતમીના આધારે પો.સ.ઇ. એ.વાય.ઉધાસ, સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, વનરાજભાઇ મકવાણા, મીતેશભાઇ પટેલ, કમલેશભાઇ રબારી, વિપુલભાઇ મોરી, નવલદાન ગઢવી, પરેશભાઇ સાંજવા તથા ડ્રા. ધર્મેન્દ્રસિહ જાડેજા સહિતના સ્ટાફે દરોડોપાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા હસમુખભાઇ હેમંતભાઇ હીરજીભાઇ અકબરી (૨) ગોતમભાઇ મનસુખભાઇ લાખાભાઇ વેકરીયા ભાવેશ ચનાભાઇ માવજીભાઇ પ્રાગડા (૪) જલક નંદલાલ ગોકળભાઇ મોરડ (૫) જસ્મીનભાઇ અમૃતભાઇ ચનાભાઇ સોરઠીયા (૬) રાજેશ અરજણભાઇ કમાભાઇ અકબરી (૭) ચીરાગ કેશુભાઇ ગોકુળભાઇ વાડોદરીયા ધરપકડ કરી રોકડ રૂ.૧,૯૧,૦૦૦/- તથા મોબાઇલ ફોન ૭, મોટરસાયકલ ૪ મળી કુલ રૂ.૪,૬૧,૦૦૦/- ના મુદ્દામાલ કબજે કરી
જામનગર જિલ્લાના પંચકોષી બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

