Junagadh,તા.28
જુનાગઢ જિલ્લાના અશિંદ્રા ગામે રહેતા 26 વર્ષીય યુવાન ઉંદર મારવાની દવા ખાઈ જતા તાત્કાલિક સારવાર અર્થે જુનાગઢ. બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર મળે તે પહેલા તબીબે યુવાનને મૃત જાહેર કરતા ચોરવાડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે કરવામાં આવ્યો હતો મૃતકે ભૂલથી ખાઈ લીધેલ હોવાનું પરિવારે જણાવ્યું હતું
આ અંગેથી માહિતી મુજબ માળીયા હાટીના તાલુકાના આસીન્દ્રા ગામે રહેતા ચંદુલાલ અમૃતભાઈ માવદીયા ઉંમર વર્ષ 26 વર્ષે યુવાન ગઈકાલે સાંજે 9:00 વાગે આસપાસ પોતે પોતાના ઘરે હતો ત્યારે ભૂલથી ઉંદર મારવાની દવા ખાઇ જતા સારવાર અર્થે પ્રથમ વેરાવળ બાદ જુનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવા આવ્યો હતો જ્યાં ગત રાત્રે તેમનું મોત નીપજતા ઘટના સ્થળ પર ચોરવાડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતક પોતે કડિયાકામ કરતી હોય અને કામ પરથી પરત ફર્યા બાદ ઘરે પત્નીએ ઉંદર મારવાની દવા રોટલી પર ચોપડેલી હોય અને ભૂલથી તે રોટલી પતિએ ખાઈ જતા મોત થયાનું મૃતકના ભાઈ જણાવ્યું હતું મૃતક ત્રણ ભાઈમાં નાનો અને ને સંતાનમાં એક દીકરીએ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો આ અંગે ચોરવાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

