Gandhinagar,તા.31
આગામી સમયમાં કોમનવેલ્થ-2030 અને તે બાદ સંભવિત ઓલીમ્પીક-2036 માટેની તૈયારીમાં ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં શરૂ થઈ છે પણ ગુજરાત ફરી ખેલકુદના વિશાળ સ્ટેડીયમ કે અન્ય સ્પોર્ટસ સુવિધા જ નહી પણ ભવિષ્યમાં ભારતમાંજ શ્રેષ્ઠ વિશ્વકક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા માટે હવે ફિલ્ડથી લેબોરેટરીની સફર પણ શરૂ કરવા જઈ રહ્યું છે.
ભારત અને વિશ્વના ખેલાડીઓમાં એવું તો શું છે જે તેને ચેમ્પીયન બનાવે છે! માળખાકીય સુવિધા, ખેલકુદ માટેના પ્રોત્સાહન એ બધુ તો ઉભુ કરી શકાય પણ જે ચેમ્પીયન બનવા માટે ડીએનએ જોઈએ તે કયા છે તેની ઓળખ કરી ભવિષ્યમાં નવોદીત ખેલાડીઓમાં આ ડીએનએ મેચ કરી તેમાંથી જે શ્રેષ્ઠ હોય તેને ખાસ કરીને તાલીમ સુવિધા અને પ્રોત્સાહનોથી પ્રેરીત કરી એકથી વધુ ખેલોમાં ભારત ઓલિમ્પીકમાં પણ ગોલ્ડ મેડલ મેળવે તે નિશ્ચિત કરાશે.
ખાસ કરીને એથ્લેટીકસમાં ભારત બહુ પાછળ છે. કુસ્તી-શુટીંગ-બેડમીન્ટન વિ. કોર્ટ ગેઈમમાં હવે નવા ચેમ્પીયન મળી રહ્યા છે. બરછા ફેકમાં નિરજ ચોપરાએ ગોલ્ડ મેળવ્યો પણ સ્વીમીંગ, દૌર, જીમ્નેશીયમ, ફુટબોલ, વોલીબોલ, બાસ્કેટબોલ સહિતના ખેલોમાં ભારત હજુ ખૂબ પાછળના ક્રમે છે.
આ ખેલોમાં શારીરિક ક્ષમતા પણ વધુ મહત્વની છે તે બીજું ખેલાડીઓના લોડ-મેનેજમેન્ટ તથા થતી ઈજામાં તથા તેની સારવાર-સ્પોર્ટસ મેડીસીન વિ. પણ મહત્વના ક્ષેત્રે આ ડીએનએ પ્રોફાઈલનો ઉપયોગ થઈ શકશે.
રાજયના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા આ પ્રકારના કાર્યક્રમ દેશમાં પ્રથમ ગુજરાતમાં પ્રારંભ થશે. આ કાર્યક્રમ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના માધ્યમથી અમલી બનશે. જેને ગુજરાત એથલેટ જીનોમ ડેટાબેઝ નામ અપાયું છે. જે એથલેટના જીનેટીક-ફીઝીકલ સ્પોર્ટસ પર્ફોમન્સના ડેટાનો પુલ તૈયાર થશે.
આ કાર્યક્રમમાં સ્પોર્ટસ, સાયન્સ, ફીઝીયોલોજી તથા ન્યુટ્રીશીયન સાયન્સનો સમાવેશ કરવામાં આવશે. તેની ભવિષ્યના ચેમ્પીયન બનાવવામાં મહત્વની મદદ મળશે. આ માટે અલગ અલગ ખેલાડીઓના ડીએનએ મેળવવાનો પ્રારંભ કરાયા છે. આ કામગીરીમાં વિવિધ ખેલ એસો.ને પણ સામેલ કરાશે.
ગુજરાત ટેનીસ એસો.થી પ્રારંભ થયા છે બાદમાં તિરંદાજી, જુડો, શુટીંગ વિ.ના ખેલાડીઓના ડેટા મેળવાશે તથા ખાસ વય જૂથમાં તેના આધારે ખેલાડી તૈયાર થશે અને તબકકાવાર જે કંઈ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક રમતો છે ત્યાં સુધી આ કાર્યક્રમને આગળ ધપાવશે. જે છેક ચેસ સુધી પહોંચશે.
આ પ્રકારના ડીએનએ સંજયલીગથી ખેલાડીઓના શારીરિક બાંધા, અસભ્ય, તેના પ્રતિભાવ સમય તથા વાંચન-ભોજન સંબંધી પણ માહિતી મળશે જે નવોદીત ખેલાડીઓને તૈયાર કરવામાં મદદ થશે.
તબકકાવાર ડીએનએ પુલ વિસ્તારાશે જેવી વધુ વિશાળ ડેટાબેઈઝ તૈયાર થશે એટલું જ નહી ખેલાડી સંભવિત ઈજાને કેમ ટાળી શકે અથવા ઈજામાં કેમ તેની કેરિયરને હાની ન પહોંચે તે રીતે રીકવર થાય તે પણ એક વૈજ્ઞાનિક ફોર્મેટ તૈયાર થશે. જો કે આ ડેટાની ઓળખ છતી ન થાય અને ખેલાડીની ઓળખની ગુપ્તતા જળવાઈ રહે તે પણ નિશ્ચિત થશે.

