દુર્ઘટના સમયે જહાજ કિનારાથી આશરે ૧.૨ નોટિકલ માઈલ એટલે કે ૨.૨ કિલોમીટર દૂર હતું
Manila, તા.૧૦
Philippinesના પાલાવાન પ્રાંતમાં એક મુસાફરોથી ભરેલી ફેરીમાં ભીષણ આગ લાગતા હાહાકાર મચી ગયો છે. પ્રખ્યાત પ્રવાસન સ્થળ કોરોન તરફ જઈ રહેલી ફેરી દરિયાકિનારાથી આશરે ૨.૨ કિલોમીટર દૂર હતી ત્યારે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પાંચ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ૮૭ લોકો હજુ લાપતા હોવાનું કોસ્ટ ગાર્ડે જણાવ્યું છે. બચાવ કામગીરી દરમિયાન ૪૨ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
Philippines કોસ્ટ ગાર્ડના જણાવ્યા પ્રમાણે, સ્/ફ ત્નેહી છજીંિ નામની ફેરી મનીલાથી પાલાવાન પ્રાંતના લોકપ્રિય પ્રવાસન સ્થળ કોરોન તરફ જઈ રહી હતી. જહાજમાં કુલ ૧૩૪ લોકો સવાર હોવાની માહિતી સામે આવી છે. તેમાં ૧૧૭ મુસાફરો અને ૨૭ ક્રૂ સભ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે પ્રાથમિક બચાવ કામગીરી દરમિયાન મળતી માહિતીમાં આ આંકડામાં ફેરફાર થવાની શક્યતા પણ અધિકારીઓએ વ્યક્ત કરી છે.
આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી સત્તાવાર કારણ સામે આવ્યું નથી.ફેરીમાં અચાનક આગ ફાટી નીકળ્યા બાદ મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. કોસ્ટ ગાર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જહાજના એક ભાગમાંથી આગની ઊંચી જ્વાળાઓ નીકળતી જોવા મળે છે. બચાવકર્મીઓએ દરિયામાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં ૪૨ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં ૩૮ મુસાફરો અને ૪ ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. બીજી તરફ પાંચ મૃતદેહો પણ મળી આવ્યા છે અને તેમને કિનારે લાવવામાં આવ્યા છે.
કોસ્ટ ગાર્ડે જણાવ્યું છે કે બચાવ અને શોધખોળનું ઓપરેશન હજુ ચાલુ છે.ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડના કેપ્ટન નોએમી કાયાબ્યાબે સ્થાનિક રેડિયો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલના આંકડા પ્રમાણે ૮૭ લોકો હજુ લાપતા છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે આ ‘લાઈવ ડેટા’ છે અને શોધ તથા બચાવ કામગીરી આગળ વધે તેમ આ આંકડામાં ફેરફાર થઈ શકે છે. બચાવી લેવામાં આવેલા લોકો પાસેથી પણ સંપૂર્ણ માહિતી મેળવવાની કામગીરી બાકી છે. કોસ્ટ ગાર્ડની ટીમ શિપિંગ કંપની સાથે સંકલન કરીને લાપતા લોકોને શોધવા માટે દરિયામાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.ટ્રેકિંગ ડેટા અનુસાર ફેરી મનીલાથી રવાના થઈને પાલાવાનના કોરોન તરફ દક્ષિણ દિશામાં આગળ વધી રહી હતી. કોરોન પોતાના સુંદર દરિયાકિનારા, સ્વચ્છ પાણી અને ઊંચા ખડકો માટે જાણીતું પ્રવાસન સ્થળ છે અને અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
દુર્ઘટના સમયે જહાજ કિનારાથી આશરે ૧.૨ નોટિકલ માઈલ એટલે કે ૨.૨ કિલોમીટર દૂર હતું. આગ બાદ પાંચ મૃતદેહો મળી આવ્યા છે અને ૪૨ લોકોને બચાવી લેવાયા છે, પરંતુ ૮૭ લોકોના લાપતા હોવાને કારણે મૃત્યુઆંક વધવાની આશંકા વચ્ચે શોધ અને બચાવ કામગીરીને વધુ તેજ કરવામાં આવી છે.

