(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૦ઃ
શહેરના વાવડી રોડ પર ન્યુ ગાયત્રી સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૧૦ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રૂ ૨૪,૪૦૦ રોકડ જપ્ત કરી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાવડી રોડ ન્યુ ગાયત્રી સોસાયટી શેરી નં ૦૩ માં બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા ચંદ્રકલાબેન હરીશચંદ્ર જાદવ, વિશાલ હરેશભાઈ અગ્રાવત, ગીતાબેન હકાભાઇ સુરેલા, રીનાબેન આશિષભાઈ મકવાણા, ભૂમીબેન ઉર્ફે દિવ્યાબેન જયેશભાઈ પટેલ, શીતલબેન ઉપેનભાઈ ગોવાણી, કાજલબેન દીપકભાઈ ચોટલીયા, જયશ્રીબેન હરપાલભાઈ જોષી, અનસોયાબેન હર્ષદભાઈ ભટાસણા અને સવિતાબેન શાંતિલાલ મનાણી એમ ૧૦ ને ઝડપી લઈને રોકડ રૂ ૨૪,૪૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
જુગાર રમતો એક ઝડપાયો, એકનું નામ ખુલ્યું
કબીર ટેકરી વિસ્તારમાં જાહેરમાં વરલી ફીચર આંકડા લખી જુગાર રમતા ઈસમને ઝડપી લઈને પોલીસે રોકડ અને મોબાઈલ સહીત ૫૧૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે એક ઇસમનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કબીર ટેકરી નાલા પાસે રેડ કરી હતી જાહેરમાં વરલી જુગાર રમતા રવિ મનસુખભાઈ અગેચણીયાને ઝડપી લઈને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ અને રોકડ રૂ ૧૫૦ સહીત કુલ રૂ ૫૧૫૦ નો મુદામાલ કબજે લીધો છે અન્ય આરોપી રાજેશ વાઘાણીનું નામ અને મોબાઈલ નંબર ખુલતા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

