Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: સોની બજાર મકાનમાંથી રૂ. 3.77 લાખની ચોરીમાં ત્રણ કિશોર ઝબ્બે

    June 13, 2025

    ભારતના દરેક સરકારી કાર્યાલયમાં, લાંચ, ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ

    June 13, 2025

    આજનું રાશિફળ

    June 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: સોની બજાર મકાનમાંથી રૂ. 3.77 લાખની ચોરીમાં ત્રણ કિશોર ઝબ્બે
    • ભારતના દરેક સરકારી કાર્યાલયમાં, લાંચ, ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Nifty Futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • Ahmedabad પ્લેન ક્રેશમાં ૨૪૨ પૈકી એક મુસાફર જીવિત મળ્યો
    • કેન્સલેશન પર મળશે સંપૂર્ણ રિફંડ, હેલ્પલાઇન નંબર કર્યો જાહેર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»કઈ પાર્ટીને મળશે ‘બુલડોઝર’નું ચૂંટણી ચિહ્ન,Indiaમાં કેવા ચિહ્ન પર નથી લડી શકાતી ચૂંટણી
    રાષ્ટ્રીય

    કઈ પાર્ટીને મળશે ‘બુલડોઝર’નું ચૂંટણી ચિહ્ન,Indiaમાં કેવા ચિહ્ન પર નથી લડી શકાતી ચૂંટણી

    Vikram RavalBy Vikram RavalSeptember 5, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.05

    હાલમાં ભારતમાં બુલડોઝર ખૂબ ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટથી લઈને રાજકીય નિવેદનો સુધી બધે જ બુલડોઝર છવાઈ ગયું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, ‘દરેક વ્યક્તિના હાથમાં બુલડોઝર સારું ન લાગે.’ સામે અખિલેશ યાદવે સંભળાવ્યું હતું કે, ‘જો તમે અને તમારું બુલડોઝર આટલું બધું સફળ હોય તો તમારે અલગ પાર્ટી બનાવીને બુલડોઝરના પ્રતીક સાથે ચૂંટણી લડવી જોઈએ.’ આ નિવેદનબાજીમાંથી એવો સવાલ જાગે એમ છે કે શું ખરેખર ‘બુલડોઝર’ કોઈ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન બની શકે એમ છે? ચાલો જાણીએ એનો જવાબ. સાથે એ પણ જાણીએ કે ભારતમાં કેવા કેવા ચૂંટણી ચિહ્નો સાથે ચૂંટણી લડી શકાય છે અને કેવા કેવા ચૂંટણી ચિહ્નો પર નહીં…

    આ રીતે પસંદ કરાય છે ચૂંટણી ચિહ્ન   

    ભારતના ચૂંટણી પંચે ચૂંટણી ચિહ્નોની યાદીમાં ઘણી વસ્તુઓનો સમાવેશ કર્યો છે. ચૂંટણી લડનારા ઉમેદવારો તે ચિહ્નોમાંથી જ કોઈ એકની પસંદગી કરીને ચૂંટણી લડી શકે છે. કોઈપણ વ્યક્તિ મનફાવે એવી વસ્તુને પોતાનું ચૂંટણી ચિહ્ન બનાવી ન શકે.

    અનામત ચૂંટણી ચિહ્નો

    ઘણા ચૂંટણી ચિહ્નો રાજકીય પક્ષો દ્વારા અનામત રાખવામાં આવ્યા છે. એવા ચિહ્નો કોઈ પક્ષ કે અપક્ષ ઉમેદવારને આપી શકાય નહીં. દા.ત. અખિલેશ યાદવની જ સમાજવાદી પાર્ટીના ચૂંટણી ચિહ્ન ‘સાયકલ’ સાથે અન્ય કોઈ પક્ષ કે અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડી શકે નહીં. પ્રમુખ પક્ષો માટે અનામત રખાયેલા આવા ચૂંટણી ચિહ્નોને ‘રિઝર્વ સિમ્બોલ’ કહેવાય છે.

    ફ્રી સિમ્બોલ

    ચૂંટણી પંચ દ્વારા અમુક ચિહ્નો ‘ફ્રી સિમ્બોલ’ તરીકે વર્ગીકૃત કર્યા છે. ઓટો રીક્ષા, કબાટ, ક્રિકેટ બેટ વગેરે આવા ચિહ્નો છે. આવા ફ્રી સિમ્બોલને કોઈપણ ઉમેદવાર પસંદ કરી શકે છે.

    એક જણનું ચૂંટણી ચિહ્ન બીજાને આ શરતે આપી શકાય

    એક રાજ્યના પ્રાદેશિક પક્ષનું ચૂંટણી ચિહ્ન એ જ રાજ્યના કોઈ ઉમેદવારને આપી શકાતું નથી, પણ અન્ય રાજ્યના ઉમેદવારને આપી શકાય છે. ઉદાહરણ તરીકે, મધ્ય પ્રદેશની એક પાર્ટીનું ચૂંટણી ચિહ્ન ‘સ્કૂટર’ છે, તો મધ્ય પ્રદેશમાં કોઈ અપક્ષ ઉમેદવારને ‘સ્કૂટર’ ચૂંટણી ચિહ્ન આપવામાં આવશે નહીં. પણ, મધ્ય પ્રદેશ સિવાયના રાજ્યમાં ચૂંટણી લડનાર કોઈપણ સ્વતંત્ર ઉમેદવારને ‘સ્કૂટર’ ચૂંટણી ચિહ્ન આપી શકાય છે.

    કોને આપી શકાય બુલડોઝર ચૂંટણી ચિહ્ન?

    કોઈને નહીં! ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણી માટે જાહેર કરાયેલ ચૂંટણી ચિહ્નોની યાદીમાં બુલડોઝરનો સમાવેશ થતો નથી. આ અગાઉના વર્ષોમાં પણ ચૂંટણી ચિહ્નોની યાદીમાં બુલડોઝરનું નામ ક્યારેય નહોતું. તેથી કોઈપણ ઉમેદવાર પોતાના ચૂંટણી ચિહ્ન તરીકે બુલડોઝરનો ઉપયોગ કરી શકે એમ નથી. એટલે એમ કહી શકાય કે યોગી આદિત્યનાથને ભલે બુલડોઝર બહુ વહાલું લાગતું હોય, પણ તેઓ એને ચૂંટણી ચિહ્ન તરીકે વાપરી શકે એમ નથી.

    બુલડોઝર સિવાય આ વસ્તુઓ સાથે ચૂંટણી નથી લડી શકાતી 

    બુલડોઝર ઉપરાંત ઘણી વસ્તુઓ છે, જેનો ચૂંટણી ચિન્હોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. બંદૂક, છરી જેવી કોઈપણ નકારાત્મક વસ્તુનો સમાવેશ યાદીમાં કરવામાં આવ્યો નથી. જૂતા અને ચપ્પલ જેવી ચીજોને પણ તેમની નેગેટિવ ઈમેજના કારણે યાદીમાં નથી સમાવાઈ.

    કઈ પાર્ટીને મળશે ‘બુલડોઝર’નું ચૂંટણી ચિહ્ન, જાણો ભારતમાં કેવા ચિહ્ન પર નથી લડી શકાતી ચૂંટણી 2 - image

    આ વસ્તુઓ વાપરી શકાય ચૂંટણી ચિહ્ન તરીકે

    ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ચિહ્નોની યાદીમાં હાલમાં 190 ચીજોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં વીંટી, બંગડી, કાનના ઈયરિંગ્સ અને મોતીનો હાર જેવા ઘરેણાં તથા ઓટો રીક્ષા, દરિયાઈ જહાજ અને હોડી જેવા વાહનોનો સમાવેશ થાય છે. એ ઉપરાંત ઉંદર, એર કન્ડીશનર, લેપટોપ, કમ્પ્યુટર, કેલ્ક્યુલેટર, સીસીટીવી કેમેરા, ડ્રિલ મશીન, વેક્યુમ ક્લીનર, પેન ડ્રાઈવ, બ્રેડ ટોસ્ટર, રિમોટ, સ્ટેપલર, સ્ટેથોસ્કોપ, એક્સ્ટેંશન બોર્ડ, માઇક, ડીઝલ પંપ, ડીશ એન્ટેના, ડોલી, ગેસ સિલિન્ડર, ગેસ સ્ટોવ, કીટલી, રસોડું, સિંક, પાન, પેટ્રોલ પંપ, ફોન ચાર્જર, પ્રેશર કૂકર, પંચિંગ મશીન, કાતર, સીવણ મશીન, સોફા, હીંચકો, ટેબલ, ટેલિવિઝન, ટ્યુબ લાઈટ, મિક્સર, સ્વીચ બોર્ડ, સિરીંજ, ફ્રાઈંગ પૅન, હેડફોન, હેલ્મેટ, રોબોટ, રૂમ કૂલર, હીટર, કપડાં, બલૂન, બેટ, બેટ્સમેન, પટ્ટો, બેન્ચ, સાયકલ પંપ, ટેલિસ્કોપ, પેટી, ઇંટ, બ્રીફકેસ, બ્રશ, ડોલ જેવી વસ્તુઓ પણ આ યાદીમાં સામેલ છે.

    Bulldozer EC Election-Commission-of-India Election-Symbol
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Tata Group મૃતકોના પરિવારજનોને એક કરોડ રૂપિયાની સહાય આપશે

    June 12, 2025
    રાષ્ટ્રીય

    Ahmedabad વિમાન દુર્ઘટના પર MEAએ દુઃખ વ્યક્ત કર્યું

    June 12, 2025
    રાષ્ટ્રીય

    ભારતમાં મતદારયાદી તૈયાર કરવી એ દુનિયાનું સૌથી મુશ્કેલ કામ છે

    June 12, 2025
    રાષ્ટ્રીય

    અગાઉ Ahmedabad માં વર્ષ ૧૯૮૮માં પ્લેન ક્રેશ થયું હતું

    June 12, 2025
    રાષ્ટ્રીય

    Ahmedabad વિમાન દુર્ઘટના પર બ્રિટિશ વડા પ્રધાને વ્યક્ત કર્યું દુઃખ

    June 12, 2025
    ગુજરાત

    Ahmedabad Plane Crash : ફકત ચાર જ મીનીટ વિમાન હવામાં રહ્યું અને ધડાકા સાથે તૂટી પડયું

    June 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: સોની બજાર મકાનમાંથી રૂ. 3.77 લાખની ચોરીમાં ત્રણ કિશોર ઝબ્બે

    June 13, 2025

    ભારતના દરેક સરકારી કાર્યાલયમાં, લાંચ, ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ

    June 13, 2025

    આજનું રાશિફળ

    June 12, 2025

    આજ નું પંચાંગ

    June 12, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 12, 2025

    Nifty Futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: સોની બજાર મકાનમાંથી રૂ. 3.77 લાખની ચોરીમાં ત્રણ કિશોર ઝબ્બે

    June 13, 2025

    ભારતના દરેક સરકારી કાર્યાલયમાં, લાંચ, ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ

    June 13, 2025

    આજનું રાશિફળ

    June 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.