જીતુ પરમાર
Mangrol તા.૧૯ઃ
માંગરોળ બંદર પર દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા શનિવારે ’ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે’ (આંતરરાષ્ટ્રીય દરિયાકિનારા સફાઈ દિવસ) ઉજવવામાં આવે છે. આ વર્ષે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સિસ દ્વારા એક મેગા પ્રોજેક્ટ સમગ્ર ભારતમાં ચલાવવામાં આવી રહ્યો છે. આ ક્લીનઅપ ડે’
યોજના અંતર્ગત સીઆઈએફટી ના અધિકારી ઇન્કોઇસ , ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માંગરોળ નગરપાલિકા, મહાવીર મચ્છિમાર સોસાયટી તેમજ વન વિભાગ સહિતની વિવિધ સંસ્થાઓએ એકસાથે મળીને માંગરોળ બીચની સફાઈ કરવાનો સંકલ્પ લીધો છે.
આ સફાઈ ઝુંબેશમાં માંગરોળની શાળાઓના વિદ્યાર્થીઓ, સ્થાનિક સામાજિક કાર્યકર વેલજીભાઈ મસાણી, મહાવીર મચ્છિમાર મંડળીના દામોદરાભાઈ ચામુડિયા, વેરાવળના ડેપ્યુટી કમાન્ડન્ટ સાહેબ તથા અન્ય મહાનુભાવો અને અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સફાઈ અભિયાન માત્ર એક દિવસનો કાર્યક્રમ નથી, પરંતુ દરિયાકિનારાને સ્વચ્છ રાખવાની આ બાબતને આપણે સહુએ પોતાની ટેવમાં સમાવવી પડશે. આ કાર્યક્રમ મુખ્ય હેતુ સતત ચલાવવામાં આવશે જેથી આપણો દરિયો સદાય સ્વચ્છ રહે. અંતમાં તેમણે ઉમેર્યું કે, ‘‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર‘‘ના સૂત્ર (મૂળ મંત્ર) સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ કાર્યક્રમ વધુ સફળ બનશે અને દેશના તમામ દરિયાકિનારાઓને સ્વચ્છ બનાવી શકાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે માંગરોળ નગરપાલિકાના પ્રમુખશ્રી ક્રિષ્નાબેન થાપણીયા, એનએફ.ડી.બી ના મેમ્બર વેલજીભાઈ મસાણી, માંગરોળ ખારવા સમાજના પ્રમુખધનસુખભાઈ ગોસિયા, દામોદર ચામુડીયા મહાવીર માછીમારી મંડળી પ્રમુખ, શહેર પ્રમુખ લીનેશભાઈ સોમૈયા માંગરોળ બોટ એસોસિએશનના પ્રમુખ કિશનભાઇ ભદ્રેશા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, સીમા જાગરણ મંચ પ્રમુખ તુલસીભાઈ ગોસિયા, એમપીડીએ. નેટ ફિશ ના જીગ્નેશભાઈ વિસાવડીયા, માંગરોળ માં બંદરમાં આવેલ પરમેષ વિદ્યાલય, જીગ્નાનાસા , સોસાયટી બંદર પ્રાથમિક શાળા ના પ્રિન્સિપાલ સાહેબ સ્ટાફગણ તેમજ વિદ્યાર્થી ભાઇઓ બહેનો , માછીમાર ભાઈઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો

