Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Smriti Mandhana એ ઇતિહાસ રચ્યો, ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો

    April 18, 2026

    KKR આઇપીએલ સીઝનની પ્રથમ છ મેચમાં જીત વિનાની રહેનારી પાંચમી ટીમ બની

    April 18, 2026

    PSL 2026 માં શાહીન આફ્રિદીનું શરમજનક કૃત્ય, આઉટ થયા પછી ગુસ્સે ભરાયો, વીડિયો વાયરલ

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Smriti Mandhana એ ઇતિહાસ રચ્યો, ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
    • KKR આઇપીએલ સીઝનની પ્રથમ છ મેચમાં જીત વિનાની રહેનારી પાંચમી ટીમ બની
    • PSL 2026 માં શાહીન આફ્રિદીનું શરમજનક કૃત્ય, આઉટ થયા પછી ગુસ્સે ભરાયો, વીડિયો વાયરલ
    • ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે
    • માનવતા એવંમ સત્ય પ્રેમ અને કરુણાનાં ભાવ ક્યારેય ક્ષય પામે નહીં તે છે અક્ષય તૃતીયા!
    • મહિલા અનામત – સરકારનો માસ્ટરસ્ટ્રોક; નિયમ ૬૬ ની રાજકીય શતરંજ
    • DeepFakes નો ખતરોઃ નકલી વિડિયો અને અવાજથી વધી રહી છે સાયબર ઠગાઈ
    • કોંગ્રેસ બંધારણમાં માનતી નથી. કોંગ્રેસના ઇરાદા ફક્ત દેખાડા માટે છે,Shankar Prasad
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»કુલદીપ શર્મા-પ્રદીપ શર્માને સરેન્ડર કરવા Bhuj court નો આદેશ
    સૌરાષ્ટ્ર

    કુલદીપ શર્મા-પ્રદીપ શર્માને સરેન્ડર કરવા Bhuj court નો આદેશ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraSeptember 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhuj,તા.25
    ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી કુલદીપ શર્મા અને તેમના નાના ભાઈ તથા પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માને ભુજ સેશન્સ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે બે જુદા જુદા કેસમાં તેમને અને અન્ય અધિકારીઓને નીચલી અદાલત દ્વારા મળેલી સજા સામે કરેલી અપીલો ફગાવી તેમનો સહિતના તમામ આરોપીઓને 15 દિવસમાં સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે.

    જમીન ફાળવણી કેસમાં પૂર્વ કલેક્ટરને સજાની વિગત એવી છે કે, પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા, નિવાસી નાયબ કલેક્ટર અજીતસિંહ ઝાલા, ટાઉન પ્લાનર નટુભાઈ દેસાઈ અને નાયબ મામલતદાર નરેન્દ્ર પ્રજાપતિને મુન્દ્રામાં જિન્દાલ સો પાઇપ્સ લિમિટેડને ગેરકાયદેસર જમીન ફાળવવા બદલ નીચલી અદાલતે દોષી ઠેરવ્યા હતા. તેમને પાંચ વર્ષની સખત કેદ અને પ્રત્યેકને રૂપિયા 10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

    આ ચુકાદા સામે આરોપીઓએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી.ભુજના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ ડી.પી. મહિડાએ તેમની અપીલ આંશિક રીતે નામંજૂર કરીને પાંચ વર્ષની સજા અને દંડનો હુકમ યથાવત રાખ્યો છે. જ્યારે 40 વર્ષ જૂના કેસમાં પૂર્વ આઈપીએસને સજાના કેસની વિગત એવી છે કે, 1984ના એક કેસમાં તત્કાલીન એસપી કુલદીપ શર્મા અને પીએસઆઈ ગિરીશ વસાવડાને પણ સજા થઈ છે.

    આ કેસમાં ઈભલા શેઠ નામના એક વ્યક્તિને પોલીસ કંટ્રોલ રૂમમાં ગેરકાયદેસર ગોંધી રાખીને માર મારવામાં આવ્યો હતો. 40 વર્ષ અને 9 મહિના પછી આવેલા આ ચુકાદામાં નીચલી કોર્ટે કુલદીપ શર્મા અને ગિરીશ વસાવડાને ત્રણ મહિનાની સાદી કેદ અને પ્રત્યેકને રૂપિયા 1,000નો દંડ ફટકાર્યો હતો. આ ચુકાદા સામે બંને અધિકારીઓએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. આ અપીલને કોર્ટે ફગાવી દીધી છે અને નીચલી કોર્ટના હુકમને યથાવત રાખ્યો છે.

    આ કેસમાં ફરિયાદ પક્ષે ભુજના સિનિયર એડવોકેટ આર.એસ. ગઢવી અને તેમના સહાયક એડવોકેટ વી.જી. ચૌધરી જ્યારે સરકાર તરફે એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી

    Bhuj Bhuj NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli: સ્કૂલ બસનું સ્ટેયરિંગ તૂટી જતાં અકસ્માત, ૮થી વધુ બાળકો ઈજાગ્રસ્ત

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: લાઠી રોડ પર દારૂ ભરેલી બે કાર સાથે ત્રિપુટી ઝડપાઇ

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: ઠેબી ડેમ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના વીજ પોલ ધરાશાયી થયા

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકને આર્મી ઓફિસરની ઓળખ આપી 34 હજારની છેતરપીંડી

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: લીલીયાનાં સનાળીયા ગામે યુવાનની ઘાતકી હત્યા

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: ખાંભાના ભૂંડણી ગામે બે બાળકોનાં નદીમાં ડૂબી જતાં મોત

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Smriti Mandhana એ ઇતિહાસ રચ્યો, ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો

    April 18, 2026

    KKR આઇપીએલ સીઝનની પ્રથમ છ મેચમાં જીત વિનાની રહેનારી પાંચમી ટીમ બની

    April 18, 2026

    PSL 2026 માં શાહીન આફ્રિદીનું શરમજનક કૃત્ય, આઉટ થયા પછી ગુસ્સે ભરાયો, વીડિયો વાયરલ

    April 18, 2026

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે

    April 18, 2026

    માનવતા એવંમ સત્ય પ્રેમ અને કરુણાનાં ભાવ ક્યારેય ક્ષય પામે નહીં તે છે અક્ષય તૃતીયા!

    April 18, 2026

    મહિલા અનામત – સરકારનો માસ્ટરસ્ટ્રોક; નિયમ ૬૬ ની રાજકીય શતરંજ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Smriti Mandhana એ ઇતિહાસ રચ્યો, ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો

    April 18, 2026

    KKR આઇપીએલ સીઝનની પ્રથમ છ મેચમાં જીત વિનાની રહેનારી પાંચમી ટીમ બની

    April 18, 2026

    PSL 2026 માં શાહીન આફ્રિદીનું શરમજનક કૃત્ય, આઉટ થયા પછી ગુસ્સે ભરાયો, વીડિયો વાયરલ

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.