બાળકી રાત્રે ૧૧ વાગ્યે દુકાન પર ગઈ હતી : રસ્તામાં આવેલી દરજીની દુકાનમાં આરોપીએ તેને અંદર બોલાવી અને તેની સાથે રેપ કર્યો
New Delhi, તા.૨૨
દિલ્હીના સદર બજારમાંથી હૃદય કંપાવી દેનારી એક ઘટના સામે આવી છે. અહીં છઠ્ઠા ધોરણમાં ભણતી એક બાળકીને આધેડ વયના શખ્સે બંધક બનાવી અને તેનો રેપ કર્યો.
દિલ્હી પોલીસે મામલામાં કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે અને હ્લૈંઇ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે બાળકી દુકાન પર કંઈક સામાન લેવા ગઈ હતી. આરોપીએ તેને દુકાનની અંદર બંધક બનાવી લીધી અને તેની સાથે રેપની ઘોર ઘટનાને અંજામ આપ્યો.
દિલ્હી પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ૧૬ સપ્ટેમ્બરની રાત્રે તેમને પીસીઆર કોલ દ્વારા સૂચના મળી કે એક દુકાનદારે સગીરાને પોતાની દુકાનમાં બંધક બનાવીને તેની સાથે અશ્લીલ હરકત કરી. સૂચના મળતા જ સદર બજાર પોલીસ સ્ટેશનથી એક ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ. સાથે જ મહિલા પોલીસ સ્ટેશનથી પણ ટીમ પહોંચી.
પોલીસને તપાસમાં ખબર પડી કે સગીર પીડિતા રાત્રે ૧૧.૦૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી નીકળી હતી. તેને સ્કૂલ માટે કંઈક સામાન ખરીદવાનો હતો. રસ્તામાં દરજીની એક દુકાન આવે છે. દરજીએ તેને ફોસલાવીને પોતાની દુકાનમાં બોલાવી અને તેનો રેપ કર્યો.
મામલામાં મહિલા પોલીસ સ્ટેશનમાં ર્ઁંઝ્રર્જીં સમેત સંબંધિત ગંભીર કલમો હેઠળ એફઆઈઆર નોંધી લેવામાં આવી છે અને આરોપીને ન્યાયિક કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. બાળકી સાથે બનેલી રેપની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે અને લોકો આરોપીને કડકમાં કડક સજા કરવાની માગ કરી રહ્યા છે. આ ઉપરાંત દિલ્હીમાં દીકરીઓની સેફ્ટીને લઈને પણ સવાલો ઉભા થયા છે.

