વૃદ્ધાએ ઝાડ પર લટકીને આપઘાત કર્યો : દાઝી ગયેલા પિતા-પુત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ : પોલીસ તપાસ
Merath, તા.૨૨
ઉત્તર પ્રદેશના મેરઠમાં પેન્શનના પૈસા અને નવા મોબાઈલ ફોનને લઈને એક હચમચાવી મૂકતો કિસ્સો સામે આવ્યો છે.
અહીં એક ૬૫ વર્ષની વૃદ્ધ મહિલાએ પોતાના જ દીકરા અને પૌત્ર પર જ્વલનશીલ પદાર્થ નાખીને આગ ચાંપી દીધી. ત્યારબાદ વૃદ્ધ માતાએ ગામમાં એક ઝાડ પર લટકીને આપઘાત કરી લીધો.
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ફલાવદાના દાદુપુર ગામની રહેવાસી વૃદ્ધા સુમિત્રા દેવીના પરિવારમાં પેન્શનના પૈસાને લઈને અવારનવાર ઝઘડા થતા હતા. શનિવારની રાત્રે પણ પેન્શનના પૈસા અને તેમના ૧૪ વર્ષના પૌત્ર ઉદય માટે નવો મોબાઈલ ફોન ખરીદવાની વાતને લઈને બોલાચાલી થઈ ગઈ હતી.
આરોપ છે કે બોલાચાલી દરમિયાન ગુસ્સામાં આવીને સુમિત્રા દેવીએ જ્વલનશીલ પદાર્થ કાઢીને પોતાના દીકરા પરમવીર (૪૫) અને પૌત્ર ઉદય (૧૪) પર છાંટી દીધો અને આગ ચાંપી દીધી. આ આગની ચપેટમાં આવવાથી બંને ગંભીર રીતે દાઝી ગયા હતા.
ચીસાચીસ સાંભળીને પહોંચેલા આસપાસના લોકો અને પરિવારજનોએ જેમ-તેમ કરીને આગ ઓલવી અને બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પરંતુ આ ઘટનાને અંજામ આપ્યા બાદ સુમિત્રા દેવી સ્થળ પરથી જતા રહ્યા હતા. બાદમાં ગામના જ એક ઝાડ પરથી તેમની લાશ લટકતી મળી આવી.
ઘટનાની જાણ થતાં જ ફલાવદા પોલીસ સ્ટેશનની પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ સાથે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (હ્લજીન્)ની ટીમે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને પુરાવા એકઠા કર્યા હતા. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, તેઓ પરિવારના સભ્યો અને ગ્રામજનોની પૂછપરછ કરી રહ્યા છે અને મામલાના તમામ પાસાઓની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે.

