Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે

    August 2, 2025

    ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો

    August 2, 2025

    Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા

    August 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે
    • ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો
    • Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા
    • Jasdan નજીક ગાંજા ના જથ્થા સાથે નામચીન જશવંત સદાદિયા ઝડપાયો
    • Dhoraji નજીક યુવકનું ડમ્પરની ઠોકરે કાળનો કોળિયો
    • Keshod ના અગતરાઈ ગામેં છૂટાછેડાના 10 લાખ માંગી ધમકી અપાતા યુવકનો આપઘાત
    • Rajkot: ESI કોર્ટનો 50% ડેમેજીસ ભરવાનો હુકમ મંજૂર
    • Rajkot: કેવલમ ક્વાર્ટરમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમી ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, August 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૪૨૪૦ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty future ૨૪૨૪૦ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalJuly 19, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૭.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૩૪૩ સામે ૮૧૫૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૪૯૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૮૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૩૯ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૬૦૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૦૯ સામે ૨૪૭૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૫૦૪ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭૯ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૫૨૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    ભારતીય શેરબજારમાં શુક્રવારે નિફ્ટી અને સેન્સેક્સે ટ્રેડિંગની શરૂઆત ઉછાળા સાથે કરી હતી આજના સેશનમાં બજાર ઊંચા સ્તરોથી પ્રોફિટ બુકિંગનો શિકાર બન્યું હતું.વોલેટિલિટી જોવા મળી હતી.જો લાંબા ગાળાની તેજી બાદ બજારમાં થોડીક પ્રોફિટ બુકિંગનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ ૭૩૯ પોઈન્ટના ઘટાળા સાથે ૮૦૬૦૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૮૦ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૫૨૯ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૨૦ પોઈન્ટના ઘટાળા સાથે ૫૨૨૫૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.

    એફએમસીજી સેક્ટરમાં પણ સારી વેચવાલી જોવા મળી હતી. રિયલ એસ્ટેટ, કોમોડિટી અને મેટલ સેક્ટરમાં નબળાઈ જોવા મળી હતી.જ્યારે કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર, રિયાલ્ટી સેગમેન્ટમાં પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધતાં ૨% સુધી ઘટાડે કારોબાર થઈ રહ્યા છે.આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં આક્રમક ખરીદીના પગલે આઈટી અને ટેક્નોલોજી ઈન્ડેક્સ ઉછાળો જોવા મળીયો હતો.મેટલ શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી

    આજના બજારમાં, ટોપ ગેઇનર્સમાં ઇન્ફોસિસ૧.૮૦%ના વધારા સાથે, સાથે આઈટીસી ૦.૬૨%ના વધારા અને એશિયન પેઇન્ટ્સ ૦.૬૦%ના વધારા સાથે હતા. આ ત્રણ શેરો સિવાય નિફ્ટી ૫૦માં કોઈ સ્ટોક લીડમાં ન હતો.

    જયારે બીજી બાજુ ટાટા સ્ટીલના શેર ૫% ઘટીને,હેવેલ્લ્સ ૫%,જીન્દાલ સ્ટીલ ૪%,એસીસી ૩%ના ટોપ લુઝર શેરો હતા અને હિન્દુસ્તાન યુનીલીવર,ટાટા કન્ઝ્યુમર,ભારતી એરટેલ,એચડીએફસી લાઈફ, કોલ ઈન્ડિયા,બીપીસીએલ, ટીસીએસ,ગ્રાસીમ,સિપ્લા, વિપ્રો,ઈન્ડીગો,લ્યુપીન,ગ્લેનમાર્ક ફાર્મા,એચસીએલ ટેકનો,મહાનગર ગેસ, ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સેન, સન ફાર્મા,ઈન્ડીગો,ટોરેન્ટ ફાર્મા,આઈટીસી,શ્રીરામ ફાઇનાન્સ,ડોક્ટર રેડીઝ,કોટક મહિન્દ્રા બેંક,અદાણી પોર્ટસ,વોલ્ટાસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,ટાટા કેમિકલ્સ,ટાટા કન્ઝ્યુમર, બજાજ ફાઇનાન્સના શેરોમાં ઘટાડો જોવા મળીયો હતો.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૧૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૦૧૪ અને વધનારની સંખ્યા ૯૦૬ રહી હતી,  ૯૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૪  શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, સ્થાનિક અને વૈશ્વિક સ્તરે પોઝિટિવ પરિબળો, બજેટમાં આકર્ષિત જાહેરાતો, પ્રથમ ત્રિમાસિકના મજબૂત પરિણામોના કારણે તેજી જોવા મળી હતી.વૈશ્વિક બજારોથી વિપરીત ભારતીય શેર બજારોમાં અત્યારે નિરંતર વિક્રમી તેજી જોવાઈ રહી છે. ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતમાં શેરોમાં મોટાપાયે ખરીદદાર બન્યા છે. આગામી સપ્તાહે રજૂ થનાર બજેટમાં સરકાર દ્વારા અર્થતંત્રને વેગ આપવા વિવિધ ક્ષેત્રોમાં ચોક્કસ રાહતના પગલા જાહેર કરવાની સાથે ટેક્સના માળખામાં પણ રાહત જાહેર કરે તેવી સંભાવનાઓ પાછળ બજારમાં માનસ સુધારા તરફી થવા પામ્યું હતું. આ ઉપરાંત જૂન ત્રિમાસિકના પરિણામના પ્રારંભિક તબક્કામાં આગેવાન કંપનીઓ દ્વારા જાહેર થયેલા પરિણામો અપેક્ષાથી સારા રહેતા બજાર પર તેની સાનુકૂળ અસર થઈ હતી. આ ઉપરાંત દેશભરમાં ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું હોવાના અહેવાલોને જોતાં આગામી સમયમાં કૃષિ ક્ષેત્રે વૃદ્ધિ થવાની સાથે ગ્રામીણ અર્થંતંત્ર પણ ધમધમતુ થવાની ગણતરી મુકાઈ રહી છે.અત્યારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય શેર બજારોમાં ફરી મોટાપાયે ખરીદદાર બનવા લાગ્યા છતાં આગામી દિવસોમાં લોકલ ફંડોના સંભવિત પ્રોફિટ બુકિંગે અને બજેટ પૂર્વે સાવચેત બની જનારો મોટો વર્ગ શકય છે કે બજારમાં ફરી કરેકશનનો દોર બતાવશે તેવી શક્યતા છે.

    તા.૨૨.૦૭.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૯.૦૭.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૫૨૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૨૪૨૪૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૬૦૬ પોઈન્ટ થી ૨૪૬૭૬ પોઈન્ટ, ૨૪૭૦૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૨૪૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૧૯.૦૭.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૨૨૫૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૨૦૦૮ પોઈન્ટ પ્રથમ અને ૫૧૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૨૩૦૩ પોઈન્ટ થી ૫૨૪૭૪ પોઈન્ટ, ૫૨૬૦૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૮૮૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ઓબેરોઈ રીયાલીટી ( ૧૬૭૦ ) :- ઓબેરોઈ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૮૮ થી રૂ.૧૭૦૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૨૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એચડીએફસી બેન્ક ( ૧૬૦૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૬૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૬૨૪ થી રૂ.૧૬૩૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • સન ફાર્મા ( ૧૫૬૯ ) :- રૂ.૧૫૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૫૧૭ બીજા સપોર્ટથી ફાર્માસ્યુટિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૮૮ થી રૂ.૧૫૯૫ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • બાટા ઇન્ડિયા ( ૧૫૨૧ ) :- ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૩૭ થી રૂ.૧૫૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • સિપ્લા લીમીટેડ ( ૧૪૮૬ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૪૬૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૫૦૩ થી રૂ.૧૫૧૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • લ્યુપીન લીમીટેડ ( ૧૭૮૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૭૦ થી રૂ.૧૭૫૫ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • મહાનગર ગેસ ( ૧૭૦૧ ) :- રૂ.૧૭૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૬૮૬ થી રૂ.૧૬૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડ્કટ ( ૧૪૪૭ ) :- પેર્સનલ કેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૭૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૦૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૨૪૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૩૦ થી રૂ.૧૨૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ઝાઈડસ લાઈફ ( ૧૧૪૩ ) :- રૂ.૧૧૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

     

    Nifty future Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX વિક્લીમાર્કેટરિપોર્ટ

    August 2, 2025
    વ્યાપાર

    Indian stock market માં ઉછાળે વેચવાલી યથાવત્‌…!!!

    August 2, 2025
    ગુજરાત

    જુલાઈમાં Gujarat’s GST આવકમાં 15%નો વધારો

    August 2, 2025
    વ્યાપાર

    બે દિવસની રાહત બાદ Gold And Silver માં મોટો ઉછાળો

    August 2, 2025
    મુખ્ય સમાચાર

    ટેરિફ બોમ્બ સુરસુરીયુ સાબિત થશે, GDPને માત્ર 0.2 ટકા ઝટકો લાગી શકે

    August 1, 2025
    વ્યાપાર

    Nifty Future 24606 points very important level..!!!

    July 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે

    August 2, 2025

    ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો

    August 2, 2025

    Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા

    August 2, 2025

    Jasdan નજીક ગાંજા ના જથ્થા સાથે નામચીન જશવંત સદાદિયા ઝડપાયો

    August 2, 2025

    Dhoraji નજીક યુવકનું ડમ્પરની ઠોકરે કાળનો કોળિયો

    August 2, 2025

    Keshod ના અગતરાઈ ગામેં છૂટાછેડાના 10 લાખ માંગી ધમકી અપાતા યુવકનો આપઘાત

    August 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે

    August 2, 2025

    ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો

    August 2, 2025

    Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા

    August 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.