શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન
શ્રાદ્ધમાં વિકલ્પરૂપે ગૌસેવા, ગરીબોને ભોજન પુણ્યકાર્ય કરાય છે.ભગવાન રામના વરદાન મુજબ કાગડાને અર્પિત કરાયેલું ભોજન પિતૃઓને મળે હાલ ચાલી રહેલા શ્રાદ્ધના દિવસો દરમિયાન લોકો તેમના પિતૃઓને તૃપ્ત કરવા પિંડદાન, બ્રાહ્મણ ભોજન, દાન-પુણ્ય કરે છે. પરંતુ તેની સાથે સાથે શ્રાદ્ધમાં કાગડાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. આપણા પૂર્વજોને અર્પણ કરાયેલ પિંડ કે અન્ન કાગડા સ્વરૂપે સ્વીકારતા હોય છે એવી માન્યતા છે. એટલે જ શ્રાદ્ધ વિધિ દરમિયાન કાગડાને બોલાવીને તેને અન્ન અર્પણ કરવામાં આવે છે.
આજના સમયમાં કાગડાની સંખ્યા ઘટી રહી છે. શહેરમાં ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. ઘણી સોસાયટીઓમાં કે શહેરોમાં શ્રાદ્ધ સમયે કાગડા દેખાતા નથી એવી ફરિયાદ હોય છે. આ પરિસ્થિતિને લોકોમાં ચિંતાનો વિષય ઊભો કર્યો છે. કારણ કે ધાર્મિક રીતે કાગડા વગર શ્રાદ્ધ અધૂરું માનવામાં આવે છે. આથી કેટલાક લોકો વિકલ્પરૂપે ગૌસેવા, પક્ષીઓને પાણી, બ્રાહ્મણ ભોજન કરવાનું પણ પુણ્યકાર્ય સ્વરૂપે કરવા લાગ્યા છે.
પિતૃકાર્યમાં કાગડાને જ શા માટે ખાસ નાપવામાં આવે છે?
શ્રાદ્ધમાં કાગડાનું મહત્વ છે તે સૌ કોઈ જાણે છે પણ શા માટે કાગડાને જ કાગવાસ નાખતા? તે અંગે ઘણાં લોકોને ખ્યાલ હોતો નથી. હિંદુ પુરાણોમાં કાગડાને દેવદૂત માનેલ છે. ઈન્દ્રના પુત્ર જયંતે જ સૌથી પહેલા કાગડાનું રૂપ ધારણ કર્યું હતું. ત્રેતા યુગમાં જયંતે કાગડાનું રૂપ ધારણ કરી માતા સીતાને ઘાયલ કરી દીધા હતા. ત્યારે ભગવાન શ્રીરામે બ્રહ્માસ્ત્રથી તેની એક આંખને ક્ષતિયસ્ત કરી દીધી હતી.
ત્યાર બાદ પસ્તાત જયંતે પોતાના કૃત્ય માટે ક્ષમા માંગી ત્યારે પ્રભુ રામે તેને તે રૂપને વરદાન આપ્યું હતું કે, તેને અર્પિત કરવામાં આવેલું ભોજન પિતૃઓને મળશે. ત્યારથી જ શ્રાદ્ધમાં કાગડાને ભોજન કરાવવામાં આવે છે.

