આજીડેમ પોલીસે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા
Rajkot તા.૨૯ઃ
શહેરના યુવરાજનગર મેઈન રોડ પર લાકડાના વેપારીના ફળિયામાં બે શખ્સો ઊભા હતા તેની વૃધ્ધએ પૂછપરછ કરતા ગાળો આપવા લાગેલ અને ઢીકા પાટુનો માર મારતા વૃધ્ધ રાડા રાડી કરતા તેમની દીકરી આવી જતા બંને શખ્સો નાસી ગયેલ અને ઇજાગ્રસ્ત વૃદ્ધને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયેલ અને બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં દિવસે અને દિવસે ચોરીના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે શહેરના અમદાવાદ ગોંડલ હાઈવે યુવરાજ નગર શેરી નંબર સાતમાં રહેતા અને લાકડાનો વેપાર કરતા ગિરધરભાઈ સીદીભાઈ વાઘેલા ઉંમર વર્ષ ૭૫ વર્ષીય વૃદ્ધ ગઈકાલે રાત્રે ૧૦૦૦ વાગ્યે આસપાસ ઘરે હતા ત્યારે પોતાના ઘર નજીક સ્વાન ભસતા પોતે બજાર નીકળેલ જેથી પોતાના મકાન ફેરિયા બે અજાણ્યા શખ્સ ચોરી કરવાના ઇરાદા ઊભા હતા જેથી નામ પૂછતા એક નિલેશ નામનો શખ્સ ઉશ્કેરાઈ ગયેલ અને અન્ય શખ્સ દ્વારા ગાળો આપી ઢીકા પાટુનો માર મારવા લાગતા વૃધ્ધ એ રાડા રાડી કરતા તેમની દીકરી આવી જતા નીલેશ અને એક અજાણ્યો શખ્સ ભાગી ગયેલ અને પીઠના ભાગે મુંઢ ઇજા થતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો બે શખ્સ વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે

