Ahmedabad,તા.૩૦
નવરાત્રી નજીક આવતાં જ Ahmedabadના બજારોમાં ગરબાની રંગત જામી રહી છે. યુવતીઓમાં ચણિયા-ચોળી સાથે મેચિંગ જ્વેલરીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ અવનવા ડિઝાઇનના દાંડિયા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ટ્રેડિશનલ દાંડિયાથી લઈને બેરિંગવાળા, લાઈટવાળા અને બેરિંગ સાથે લાઈટિંગવાળા દાંડિયાની નવી નવી ડિઝાઇન બજારમાં જોવા મળી રહી છે. સાથે જ કલરફુલ ઓર્નામેન્ટ્સ, મિરર વર્ક, કુંદન, ઓક્સિડાઇઝ્ડ અને કોડીવાળી જ્વેલરીની પણ ભારે માંગ જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે હવે યુવાઓ નવરાત્રીના દરેક દિવસ માટે અલગ લુક અને અલગ સ્ટાઇલ પસંદ કરી રહ્યા છે.
નવરાત્રીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે અને તેની અસર શહેરના બજારોમાં પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. નવરાત્રી માટે ખરીદી કરવા લોકો બજારમાં ઉમટી રહ્યા છે, ત્યારે આ વખતે ખાસ કરીને દાંડિયા, ઓર્નામેન્ટ્સ અને ટ્રેડિશનલ જ્વેલરી યુવાઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. નવરાત્રી એટલે ગરબા, ચણિયા-ચોળી અને રંગબેરંગી પરંપરાગત લુક. પરંતુ સમય સાથે ગરબાની ફેશનમાં પણ સતત નવા ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. યુવતીઓ હવે માત્ર એક જ પ્રકારની જ્વેલરી કે એક જ લુક પસંદ કરતી નથી, પરંતુ નવરાત્રીના અલગ અલગ દિવસ માટે અલગ સ્ટાઇલ તૈયાર કરી રહી છે.
દાંડિયાના ઉત્પાદક કહે છે કે દાંડિયા બનાવવાનું કામ અમારા બાપ-દાદા વખતથી… અમારા દાંડિયા આખા ઇન્ડિયામાં જાય છે… એક્રેલિક, લાકડું, સ્ટીલ, લોખંડ એમ ઘણા બધા પ્રકારના દાંડિયા બનાવીએ છીએ. પરંપરાગત ટ્રેડિશનલ દાંડિયાથી લઈને બેરિંગવાળા દાંડિયા, લાઈટવાળા દાંડિયા અને બેરિંગ સાથે લાઈટિંગવાળા દાંડિયા સુધીની વિવિધ ડિઝાઇન બનાવવામાં આવે છે. ખાસ કરીને યુવાઓમાં સ્ટાઇલિશ અને અનોખા દાંડિયાની માંગ વધી છે. ગરબા રમતી વખતે માત્ર ડ્રેસ જ નહીં, પરંતુ હાથમાં રહેલા દાંડિયા પણ લુકનો એક ભાગ બની ગયા છે. જેના કારણે દાંડિયામાં પણ કલર, ડિઝાઇન અને લાઈટિંગ જેવી બાબતોને મહત્વ આપવામાં આવી રહ્યું છે.
ખાસ વાત એ છે કે હવે નવરાત્રી માત્ર ગરબા રમવાનો તહેવાર નથી રહ્યો, પરંતુ ફેશન અને સ્ટાઇલનું પણ મોટું પ્લેટફોર્મ બની ગયો છે. યુવતીઓ દરેક રાત્રે અલગ કલરનો ડ્રેસ, અલગ જ્વેલરી અને અલગ એક્સેસરીઝ સાથે નવો લુક તૈયાર કરવાની તૈયારી કરી રહી છે. દાંડિયામાં પણ ઉંમર પ્રમાણે અલગ અલગ વિકલ્પો ઉપલબ્ધ છે. નાના બાળકો માટે હળવા, રંગીન અને સરળતાથી પકડી શકાય તેવા દાંડિયા જોવા મળી રહ્યા છે, જ્યારે યુવાઓ માટે સ્ટાઇલિશ, હેવી અને લાઈટિંગવાળા દાંડિયાની રેન્જ બજારમાં ઉપલબ્ધ છે. નવરાત્રી શરૂ થાય તે પહેલા જ બજારોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરબાના ડ્રેસથી લઈને જ્વેલરી અને દાંડિયા સુધી, દરેક વસ્તુમાં નવા ટ્રેન્ડ અને નવી ડિઝાઇન યુવાઓને આકર્ષી રહી છે. એટલે આ વખતે રાજકોટના ગરબાના મેદાનમાં માત્ર ગરબાના તાલ જ નહીં, પરંતુ અવનવા દાંડિયા, કલરફુલ ઓર્નામેન્ટ્સ અને ટ્રેડિશનલ જ્વેલરીથી યુવાઓનો સ્ટાઇલિશ અંદાજ પણ જોવા મળશે

