(૧) મેષ :– ખાનગી શરાફી પેઢીના જાતક, નોન-બેંકિંગ એકમના જાતક તથા બેન્કિંગ-ફાઇનાન્સ એકમ સાથે જોડાયેલ તમામ જાતક એવમ ખાનગી મેનેજમેન્ટ ફર્મના જાતક માટે આ સપ્તાહ અર્ધ-મધ્યમ અથવા પ્રતિકૂળ નીવડશે તેવી પૂર્ણ સંભાવના. માર્ગદર્શન પ્રદાન કરતા સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. તમામ કદના, તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. છૂટક (નાના) વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. કુટુંબ-પરિવાર તથા સ્નેહી, મિત્ર સાથે લાંબા પ્રવાસ થાય તેવા સંયોગ છે. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી, મહિલા કર્મી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. ૯ તથા ૧૦ ઓક્ટોબર મધ્યમ જણાશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)
(૨) વૃષભ :– ફેબ્રિક & ફર્નિશિંગ એકમના ઔદ્યોગિક જાતક તથા તેના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભદાયક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. કુટિર તથા નાના ઔદ્યોગિક એકમના જાતક તથા છૂટક વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ દોડધામવાળું એવમ હળવું લાભકારી નીવડશે. આ સિવાયના અન્ય તમામ ઔદ્યોગિક એકમ તથા જથ્થાબંધ વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી એકમના તમામ કર્મચારી માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. આ સપ્તાહે સગા-સ્નેહી સાથે મતભેદ થઈ શકે તેવા સંયોગ અને સંભાવના. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૬ તથા ૮ ઓક્ટોબર અર્ધ-મધ્યમ નીવડશે.
(૩) મિથુન :– બ્રાન્ડેડ એવમ રેડીમેડ ગાર્મેન્ટના આઉટલેટના જાતક, તથા ફેશન એસેસરી, કોસ્મેટિકના ઉત્પાદક તથા વિક્રેતા જાતક તથા બ્યુટી પાર્લરના જાતક માટે આ સપ્તાહ ખૂબ લાભકારક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. પ્રકાશક, લેખક, સાહિત્યકાર તથા પ્રોકલેમ સેલિબ્રિટી માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ અથવા સરેરાશ નીવડે તેવી સંભાવના છે. ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ-સાનુકૂળ નીવડશે. વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. મિત્ર, સ્નેહી તરફથી સાથ-સહકાર મળશે તેવી પૂરી સંભાવના. વર્કિંગ વુમન, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ આરામદાયી અને સુખદાયક નીવડશે. ૮ ઓક્ટોબર સાધારણ નીવડશે.
(૪) કર્ક :– પ્લાસ્ટિક ઉત્પાદન, પ્રિન્ટિંગ તેમજ તેને સંબંધિત પેકેજિંગ એકમના વ્યાપારિક અને ઉત્પાદક જાતક માટે આ સપ્તાહ અત્યંત વ્યસ્ત એવમ બહુ લાભદાયક નીવડશે તેવી પૂરી શક્યતા છે. જ્યારે આ ક્ષેત્રના રો-મટિરિયલ અને કલર-કેમિકલના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ નીવડશે. આ સિવાયના અન્ય ઔદ્યોગિક એકમવાળા જાતક માટે આ સપ્તાહ પણ હળવું લાભકારી રહેશે. વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ અથવા પ્રતિકૂળ રહે તેવી પૂર્ણ સંભાવના. ખાનગી ક્ષેત્રના કર્મચારી તથા સરકારી કર્મચારી માટે હજુ આ સપ્તાહ પણ સાનુકૂળ જણાશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત, વિદ્યાર્થી માટે હજુ આ સપ્તાહ પણ હળવું લાભકારી જણાશે. ૭ ઓક્ટોબર સરેરાશ નીવડશે.
(૫) સિંહ :– જન્માક્ષરમાં શનિની વિષમ સ્થિતિ ધરાવતા હોય તેવા જાતક માટે આ સપ્તાહ પ્રતિકૂળ નીવડશે. ઓટોમોબાઈલ એકમના જાતક તથા વાહનના ધાતુના સ્પેરપાર્ટના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ-સાનુકૂળ નીવડશે. આ સિવાયના અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ આખું સપ્તાહ ભારે વ્યસ્ત અને તણાવપૂર્ણ નીવડશે. પરંતુ નાના તથા વધુ પરિશ્રમવાળા વ્યાપારિક એકમના જાતક માટે આ સમયગાળો બહુ લાભકારક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ આંશિક રીતે લાભકારી નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત તથા મહિલા કર્મી તેમજ ગૃહિણી વર્ગ માટે એકંદરે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. ૧૦ ઓક્ટોબર સામાન્ય નીવડશે.
(૬) કન્યા :– આ સપ્તાહ દરમિયાન ધંધા-વ્યવસાયના હેતુસર દોડધામ તથા પ્રવાસ થવાની પ્રબળ શક્યતા છે. સરકારી ક્ષેત્રના તમામ કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવા સંઘર્ષ અને ચડાવ-ઉતારવાળું રહે તેવી પૂર્ણ સંભાવના. દરેક કદના, દરેક પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ લાભકારી-સાનુકૂળ નીવડશે. કુટિર એવમ લઘુ ઉદ્યોગ સાથે જોડાયેલ જાતક માટે આ સપ્તાહ વિશેષ લાભદાયક નીવડશે. મોટા વ્યાપારિક એકમના જાતક તેમજ છૂટક વ્યાપારિક જાતક માટે આ આખું સપ્તાહ ભારે દોડધામવાળું પરંતુ લાભદાયક નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ લાભકારી જણાશે. સગા તરફથી સહકાર મળે તેવી શક્યતા છે. વિદ્યાર્થી, મહિલા કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ પણ આરામદાયક રહેશે. ૫ ઓક્ટોબર મધ્યમ જણાશે.
(૭) તુલા :– સર્વિસ બિઝનેસના જાતક, ફાઇનાન્સ રિલેટેડ એકમના જાતક, એજન્સીઝ અને શરાફી પેઢીના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ અથવા હળવું પ્રતિકૂળ નીવડશે તેવી પૂર્ણ સંભાવના. દરેક કદના, દરેક પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક તથા મોટા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ પરંતુ ભારે દોડધામવાળું નીવડશે. છૂટક વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ હળવું લાભકારી નીવડશે. કુટુંબ-પરિવાર તરફથી સુખ-શાંતિ અને મળતો સહકાર યથાવત રહેશે. વિદ્યાર્થી, નિવૃત્ત તથા મહિલા કર્મી-ગૃહિણી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૬ ઓક્ટોબર મધ્યમ જણાશે.
(૮) વૃશ્ચિક :– આ સપ્તાહ દરમિયાન ધંધા-વ્યવસાય હેતુ લાંબો પ્રવાસ થાય અને સાથે હળવો પરિશ્રમ રહેશે તેવી પૂર્ણ સંભાવના. સર્વિસ બિઝનેસના જાતક માટે પ્રવાસ એવમ પુષ્કળ આર્થિક લાભ થઈ શકે તેવી સંભાવના. દરેક પ્રકારના, દરેક કદના ઔદ્યોગિક એકમના જાતક તથા મોટા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ દરમિયાન હળવા સંઘર્ષ સાથે સાનુકૂળતા જણાશે. છૂટક વ્યાપારિક માટે આ સપ્તાહ લાભકારી સાથે અતિશય દોડધામવાળું જણાશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અર્ધ-લાભદાયક નીવડશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ યથાવત રહેશે તેવી શક્યતા. વિદ્યાર્થી, મહિલા કર્મી, નિવૃત્ત તથા ગૃહિણી માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. ૯ ઓક્ટોબર સરેરાશ જણાશે.
(૯) ધન :– બ્રાન્ડેડ ગાર્મેન્ટ એવમ રેડીમેડ ગાર્મેન્ટના આઉટલેટ ધરાવતા જાતક, ફેશન એસેસરીઝ, શૂ-વેરના ઉત્પાદક તથા વિક્રેતા જાતક અને બ્યુટી પાર્લરના જાતક માટે આ સપ્તાહ ખૂબ જ લાભદાયક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. વિચારક, લેખક, સાહિત્યકાર, પ્રોકલેમ સેલિબ્રિટી માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ રહેશે. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ તથા સરેરાશ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. મિત્ર, સ્નેહી તરફથી સાથ-સહકાર મળે તેવી સંભાવના છે. નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. ૭ ઓક્ટોબર સાધારણ રહેશે.
(૧૦) મકર :– નાના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભકારી નીવડે તેવી પૂર્ણ સંભાવના. ઇલેક્ટ્રિસિટી રિલેટેડ પ્રોડક્શનના ઔદ્યોગિક એવમ વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. ડેરી એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ-લાભદાયક નીવડશે. આ સિવાયના અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભકર્તા અથવા સાનુકૂળ રહેશે. જથ્થાબંધ વ્યાપારિક એકમના તમામ જાતક માટે લાભકારી સપ્તાહ. પરિશ્રમી વ્યાપારિક જાતક માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ સાનુકૂળ નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. ૪ ઓક્ટોબર મધ્યમ નીવડશે.
(૧૧) કુંભ :– મોટા અને વિશાળ ઇન્ડસ્ટ્રીયલ એકમના જાતક એવમ પોર્ટ ટ્રાન્સપોર્ટેશન એકમના જાતક માટે આ સપ્તાહ દરમિયાન ભારે દોડધામ થશે, સાથે અત્યધિક લાભ પણ મળશે તેવી પૂર્ણ સંભાવના. આ સિવાયના હેવી-હ્યુજ અને પરિશ્રમવાળા દરેક ઔદ્યોગિક વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. આ સિવાય, અન્ય તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક તેમજ વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ તથા ભાગદોડવાળું નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. કુટુંબીજન તથા સ્નેહી તરફથી સાથ-સહકાર મળે તેવી પૂરી સંભાવના છે. મહિલા કર્મી, ગૃહિણી તથા વિદ્યાર્થી એવમ નિવૃત્ત માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. ૪ ઓક્ટોબર સામાન્ય જણાશે. (પન્નોતિનો ઉપાય, શ્રમદાન)
(૧૨) મીન :– સોલાર પેનલ ઉત્પાદન એકમના જાતક, વિક્રેતા એકમના જાતક, ગ્રીન એનર્જી કન્સલ્ટન્સી એકમના તમામ જાતક તથા સોફ્ટવેર ડેવલપર્સ, આઈટી રિલેટેડ એકમના સર્વ જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ અથવા પ્રતિકૂળ રહેશે તેવી પૂર્ણ સંભાવના. સ્મોલ-સ્કેલ મશીનરીઝના ઔદ્યોગિક એકમના જાતક, નાના ઉદ્યોગ તથા નાના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા તમામ વ્યાપારિક એકમના જાતક માટે હજુ આ સપ્તાહ સરળ અને સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ ભારે વ્યસ્ત રહે તેવી પૂર્ણ શક્યતા છે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ અર્ધ-મધ્યમ નીવડશે. ૯ ઓક્ટોબર સાવ સરેરાશ નીવડશે. (પન્નોતિનો ઉપાય, દાન + અભ્યંગ સ્નાન)
|| અપૂર્ણમ- સંપૂર્ણમ ||
જય ભારત, જય આર્યાવર્ત
પં.ડો. હિતેષ એ. મોઢા
જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ,
ત્રિપલ ગોલ્ડ મેડાલિસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત
પોરબંદર. ફોન. 09879499307

