Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    Uttar Pradesh રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ૮ ઉમેદવારોના નામ કર્યા જાહેર

    October 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી
    • Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર
    • Uttar Pradesh રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ૮ ઉમેદવારોના નામ કર્યા જાહેર
    • Ahmedabad: એરપોર્ટ પર ટેક્સી રોકવા બાબતે સિક્યુરિટી ઓફિસર પર હુમલો
    • Mehsana: ગુમ થયેલી ૪ વર્ષની બાળકીનું સાત દિવસ બાદ કંકાલ મળ્યું
    • Franceમાં વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન! એફિલ ટાવર પાસે તોડફોડ
    • મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!
    • Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Uttar Pradesh રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ૮ ઉમેદવારોના નામ કર્યા જાહેર
    અન્ય રાજ્યો

    Uttar Pradesh રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ૮ ઉમેદવારોના નામ કર્યા જાહેર

    Vikram RavalBy Vikram RavalOctober 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Uttar Pradeshમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, તેવામાં ઉમેદવારોની પસંદગીને ૨૦૨૭ની રાજકીય તૈયારી તરીકે જોવામાં આવી રહી છે

    New Delhi તા.૫

    Uttar Pradeshમાં યોજાનાર રાજ્યસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યાં છે. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ઉત્તર પ્રદેશથી રાજ્યસભાની ૮ સીટો માટે ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લગાવી છે. પાર્ટી તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર આ યાદી ભાજપના રાષ્ટ્રીય મુખ્યાલય પ્રભાવી અને રાજ્યસભા સાંસદ તરૂણ ચુગે જારી કરી છે.

    ભાજપે આ વખતે ઘણા નવા ચહેરાને તક આપી છે. તો વર્તમાન રાજ્યસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનું નામ આ યાદીમાં નથી. ઉત્તર પ્રદેશની ૧૦ રાજ્યોસભા સીટો માટે ૧૬ ઓક્ટોબરે ચૂંટણી થવાની છે. પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારોમાં ધર્મપાલ સિંહ, રાધાકાંત ઓઝા, પ્રકાશ પાલ, વિદ્યાસાગર સોનકર, ગોપી કૃષ્ણ પાંડે, પ્રિયંકા સિંહ રાવત, રામ પ્રતાપ સિંહ ચૌહાણ, શ્રુતિ ગંગવારનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, તેવામાં ઉમેદવારોની પસંદગીને ૨૦૨૭ની રાજકીય તૈયારી તરીકે જોવામાં આવી રહી છે.

    ભાજપના આ લિસ્ટમાં ઓબીસી પ્રતિનિધિત્વને ખાસ સ્થાન મળ્યું છે. ૨૦૨૭ પહેલા ઉત્તર પ્રદેશમાં સામાજિક સમીકરણ રાજકીય દળોની રણનીતિનો મહત્વનો હિસ્સો છે અને ભાજપની ઉમેદવારી પસંદગીમાં તેની અસર જોવા મળી રહી છે. આ સાથે બે બ્રાહ્મણોને રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી છે.

    આગામી મહિને રાજ્યસભામાં ઉત્તરપ્રદેશના ઘણા સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જેમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી પણ સામેલ છે. હરદીપ સિંહ પુરી રાજ્યસભામાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. તેવામાં પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં તેમને ટિકિટ આપવામાં આવી નથી. હવે સવાલ થઈ રહ્યો છે કે શું હરદીપ સિંહ પુરીની કેન્દ્રીય કેબિનેટમાંથી વિદાય થશે?

    રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ ૬ ઓક્ટોબર છે. ભાજપના તમામ ઉમેદવાર આ દિવસે લખનૌ સ્થિત વિધાન ભવન પહોંચી ઉમેદવારી નોંધાવશે. આ દરમિયાન પાર્ટીનું શક્તિ પ્રદર્શન પણ જોવા મળી શકે છે. ઉમેદવારી દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ પંકજ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત અન્ય લોકો હાજર રહી શકે છે.

    રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૭ ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ૯ ઓક્ટોબર સુધી ઉમેદવારો પોતાના પરત લઈ શકશે. ઉત્તરપ્રદેશમાં રાજ્યસભાની ૧૦ સીટો માટે ૧૬ ઓક્ટોબરે સવારે ૯ કલાકથી સાંજે ૪ કલાક સુધી મતદાન થશે. મતદાન બાદ તે દિવસે સાંજે ૫ કલાકે ગણતરી શરૂ થશે.

    Uttar Pradesh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: એરપોર્ટ પર ટેક્સી રોકવા બાબતે સિક્યુરિટી ઓફિસર પર હુમલો
    Next Article Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Andheriમાં શિંદે જૂથ સાથે સંકળાયેલા યુવા નેતાની ધરપકડ

    October 5, 2026
    અન્ય રાજ્યો

    Lucknow: હનુમાનજીના મંદિરમાં બે સાધુઓને બાંધીને જીવતા સળગાવી દેવાયા

    October 1, 2026
    અન્ય રાજ્યો

    મેં રાજા બનવા માટે નહીં, પરંતુ લોકોની સેવા કરવા માટે રાજકારણમાં પ્રવેશ કર્યો છે: CM Vijay

    October 1, 2026
    અન્ય રાજ્યો

    Ayodhya Ram Mandirમાંથી અનુકલ્પ મિશ્રાએ એકલા હાથે એક કરોડની દાન ચોરી કરી

    September 30, 2026
    અન્ય રાજ્યો

    Shashi Tharoorએ કહ્યું, “ગાંધી જયંતિ પર ઉભા રહો”

    September 30, 2026
    અન્ય રાજ્યો

    શાંતિ, વિકાસ અને સમૃદ્ધિના નવા દરવાજા ખુલી રહ્યા છે: CM Vishnudev Sai

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,730
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,420
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,510
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-10-2026 20:22
    Categories
    Latest News

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    Ahmedabad: એરપોર્ટ પર ટેક્સી રોકવા બાબતે સિક્યુરિટી ઓફિસર પર હુમલો

    October 5, 2026

    Mehsana: ગુમ થયેલી ૪ વર્ષની બાળકીનું સાત દિવસ બાદ કંકાલ મળ્યું

    October 5, 2026

    Franceમાં વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન! એફિલ ટાવર પાસે તોડફોડ

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026
    Search
    Main News

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    Ahmedabad: એરપોર્ટ પર ટેક્સી રોકવા બાબતે સિક્યુરિટી ઓફિસર પર હુમલો

    October 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.