Mumbai, તા.૬
અભિષેક વર્મન દ્વારા બનાવવામાં આવી રહેલી મહત્વાકાંક્ષી સુપર હીરો ફિલ્મ ‘ગદાધારી ભીમ‘ના નિર્માણમાં કરણ જોહરનું ધર્મા પ્રોડકશન પણ જોડાઇ રહ્યું છે. ધર્મા પ્રોડકશન પુરાણકથા આધારીત સુપરહીરોની ફિલ્મ પહેલીવાર બનાવશે.ફિલ્મની પટકથા લખાઇ ચૂકી છે અને પ્રોડકશન ટીમ દ્વારા હિરો હિરોઇન નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પ્રિ-પ્રોડકશનનું કામ આગળ વધશે તેમ ફિલ્મના કળાકારો તથા કસબીઓના નામ જાહેર કરવામાં આવશે. બોલિવૂડ બબલના પુરાણકથાને આધુનિક વિઝ્યુઅલ ઇફેક્ટસ સાથે રજૂ કરવાના આ નવતર સાહસમાં હવે કરણ જોહરના ધર્મા પ્રોડકશનના જોડાવા સાથે તેને લખલૂટ ખર્ચે બનાવવામાં આવશે તેમ મનાય છે. અભિષેક વર્મન આ અગાઉ ‘ટુ સ્ટેટસ’ અને ‘કલંક’ જેવી સફળ ફિલ્મો

