Mumbai, તા.૬
IT દરોડાના સમાચાર પર રકુલ પ્રીત સિંહનો આક્રોશઃ ‘મારી પાસે કોઈ બેનામી સંપત્તિ નથી, મારી મહેનત પર શંકા ન કરો’. છેલ્લા કેટલાક દિવસો પહેલાં ફિલ્મ પ્રોડ્યુસર વાસુ ભગનાની, જેકી ભગનાની, રકુલ પ્રીત સિંહ અને પેનોરમા સ્ટુડિયોઝના સ્થાનો પર IT રેડના અહેવાલો આવ્યા હતા. જોકે, હવે અભિનેત્રી રકુલ પ્રીત સિંહે એક નિવેદનમાં દાવો કર્યો છે કે ઈનકમ ટેક્સના દરોડા સાથે તેને કોઈ લેવાદેવા નથી. તેના પર કોઈપણ પ્રકારની રેડ પડી નથી.છેલ્લા કેટલાક દિવસો પહેલાં ફિલ્મ પ્રોડ્યુસર વાસુ ભગનાની, જેકી ભગનાની, રકુલ પ્રીત સિંહ અને પેનોરમા સ્ટુડિયોઝના સ્થાનો પર IT રેડના અહેવાલો આવ્યા હતા. જોકે, હવે અભિનેત્રી રકુલ પ્રીત સિંહે એક નિવેદનમાં દાવો કર્યો છે કે ઈનકમ ટેક્સના દરોડા સાથે તેને કોઈ લેવાદેવા નથી. તેના પર કોઈપણ પ્રકારની રેડ પડી નથી. તેણે દરોડાના અહેવાલોને અફવા ગણાવીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર જાહેર કરેલી પોતાની સત્તાવાર નોટમાં રકુલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ સર્ચ ઓપરેશન્સ સાથે તેને દૂર-દૂર સુધી કોઈ સંબંધ નથી.રકુલ પ્રીત સિંહે પોતાના નિવેદનમાં લખ્યું, “આ સર્ચ ઓપરેશન મારાથી જોડાયેલું બિલકુલ નહોતું. આ બધાને ખબર હોવી જોઈએ કે હું એક ફૌજી બેકગ્રાઉન્ડમાંથી આવું છું અને આ ઈન્ડસ્ટ્રીમાં મારો કોઈ ગોડફાધર રહ્યો નથી. મેં માત્ર અને માત્ર સખત મહેનતના દમ પર મારું સ્થાન બનાવ્યું છે. એક જવાબદાર અને કાયદાનું પાલન કરનારી નાગરિક હોવાના નાતે, હું ૨૦ વર્ષની ઉંમરથી મારો પૂરો ટેક્સ ભરતી આવી રહી છું.”પાછલા દિવસોમાં આવેલા તમામ અહેવાલોનું ખંડન કરતાં રકુલે કહ્યું કે હું વ્યક્તિગત રીતે કે કોઈ પ્રોડક્શન હાઉસ તરફથી કોઈપણ પ્રકારના ગેરકાયદેસર વિદેશી વ્યવહારોમાં સામેલ નથી. હું એ પણ સ્પષ્ટ કરી દઉં કે દેશ કે વિદેશમાં ક્યાંય પણ મારી પાસે કોઈની બેનામી સંપત્તિ નથી. મને ક્યારેય કોઈએ કોઈ સંપત્તિ ગિફ્ટ કરી નથી કે નથી હું મારા સિદ્ધાંતો મુજબ આવી મોંઘી ગિફ્ટ્સ સ્વીકારતી.અભિનેત્રી રકુલ પ્રીત સિંહ છેલ્લે આયુષ્માન ખુરાનાની ‘પતિ પત્નીઔર વો ૨’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં સારા અલી ખાન અને વામિકા ગબ્બી પણ હતા. આ પહેલાં તે ગયા વર્ષે અજય દેવગન સાથે ‘દે દે પ્યાર દે ૨’માં જોવા મળી હતી. આવનારા દિવસોમાં તે રણબીર કપૂરની ‘રામાયણ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે રાવણની બહેન શૂર્પણખાનું પાત્ર ભજવી રહી છે.

