Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત…ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    October 7, 2026

    આજનું પંચાંગ

    October 7, 2026

    આજનું રાશિફળ

    October 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત…ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા ડો. કમલ ડોડીયા
    • Rajkot: બિમારીથી કંટાળી યુવકે તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાત
    • Amreli: કોંગ્રેસના પીઢ આગેવાન વીરજીભાઈ ઠુમ્મરનું નિધન
    • Amreli: બાબરકોટમાં શિકારની શોધમાં સિંહણ ખાલી કૂવામાં ખાબકી, ૬ કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ
    • Amreliથી બાબરા અને અમરેલીથી ચાવંડ વચ્ચેનો ફોરલેન માર્ગ ક્યારે બનશે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»ભાષણો પૂરા થઈ જાય છે, પરંતુ કામ કાયમ રહે છે : Mohan Bhagwat
    અન્ય રાજ્યો

    ભાષણો પૂરા થઈ જાય છે, પરંતુ કામ કાયમ રહે છે : Mohan Bhagwat

    Vikram RavalBy Vikram RavalOctober 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Balaghat, તા.૭

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સરસંઘચાલક ડૉ. Mohan Bhagwat મધ્યપ્રદેશના બાલાઘાટની મુલાકાત લીધી હતી. અહીં જિલ્લાના લાંજી વિસ્તારના કરંજા ગામમાં નવનિર્મિત સ્મૃતિ ભવન અને માધવ નેત્રાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઇજીજીના અધિકારીઓ, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

    કાર્યક્રમને સંબોધતા મોહન ભાગવતે કાર્ય અને સેવાભાવના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે જ્યાં પ્રત્યક્ષ રીતે કાર્ય થઈ રહ્યું હોય ત્યાં વધારે બોલવાની જરૂર રહેતી નથી. તેમના જણાવ્યા મુજબ, ભાષણો સમય સાથે સમાપ્ત થઈ જાય છે અને લોકો તેને ભૂલી પણ જાય છે, પરંતુ કરવામાં આવેલું કાર્ય લાંબા સમય સુધી યાદ રહે છે.

    મોહન ભાગવતે કહ્યું કે, “ભાષણો જરૂરી નથી, કાર્ય જ મહત્વપૂર્ણ છે.” તેમણે સમજાવ્યું કે કોઈ વ્યક્તિના જીવન અને તેના કાર્યો જ તેની સાચી ઓળખ બનાવે છે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિ સ્વર્ગસ્થ બાળાસાહેબ દેવરસ અને ભૌરાવ દેવરસ વિશે વિસ્તૃત જાણકારી ધરાવતો ન હોય, પરંતુ તેમનું જીવન અને દેશવાસીઓની સેવા માટેનું સમર્પણ તેમને લોકોની સ્મૃતિમાં જીવંત રાખે છે.

    કરંજા ખાતેના સંબોધનમાં મોહન ભાગવતે ઇજીજીના ત્રીજા સરસંઘચાલક બાળાસાહેબ દેવરસ અને ભૌરાવ દેવરસના જીવન અને કાર્યને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઊંચા હોદ્દા પર હોવા છતાં દેવરસ ભાઈઓએ સામાન્ય જીવનશૈલી અને સાદગી જાળવી રાખી હતી. તેમણે સમગ્ર જીવન રાષ્ટ્ર અને સમાજની સેવા માટે સમર્પિત કર્યું હતું.

    મોહન ભાગવતે જણાવ્યું હતું કે દેવરસ ભાઈઓના જીવનમાં રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને સેવા ભાવના સ્પષ્ટપણે જોવા મળતી હતી. તેમણે “તમારી કીર્તિ સદાકાળ જીવંત રહે, માતા, ભલે આપણે જીવીએ કે મરીએ”ની ભાવનાને તેમના જીવન સાથે જોડીને વાત કરી હતી.

    તેમણે કહ્યું કે આ જ સેવાભાવ અને સંસ્કારને ધ્યાનમાં રાખીને કરંજા ખાતે આંખની હોસ્પિટલ અને સેવા ન્યાસની સ્મારક ઇમારતનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બંને પ્રકલ્પોને સમાજસેવાની ભાવનાના ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. મોહન ભાગવતે પોતાના સંબોધન દરમિયાન કેપ્ટન સ્મિત માછરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે સ્મિત માછરના સાહસ અને માનવતા માટે પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે મુશ્કેલ પરિસ્થિતિમાં છરીના ઘા સહન કર્યા બાદ પણ સ્મિત માછરે પોતાના જીવની પરવા કર્યા વિના અન્ય લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. મોહન ભાગવતે કહ્યું કે સ્મિત માછર ભારતીય માટીના સંસ્કાર અને તેમાં રહેલી માનવતા તથા સેવા ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે.

    તેમણે વધુમાં જણાવ્યું કે આવા લોકોના કાર્યથી સમાજમાં સેવા, હિંમત અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીની ભાવના મજબૂત બને છે. તેમના મતે, વ્યક્તિના શબ્દો કરતાં તેના કાર્યો લાંબા સમય સુધી સમાજ પર અસર છોડી શકે છે.

    Mohan Bhagwat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVrindavan: પ્રેમાનંદ મહારાજ સાથેની મુલાકાત સંપૂર્ણપણે આસ્થા, શ્રદ્ધા અને સન્માન સાથે જોડાયેલી છે
    Next Article Vrindavan: ટેન્કમાં સફાઈ વખતે ઝેરીલો ગેસ લીક થતાં ૪ વિદ્યાર્થિનીના મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Vrindavan: ટેન્કમાં સફાઈ વખતે ઝેરીલો ગેસ લીક થતાં ૪ વિદ્યાર્થિનીના મોત

    October 7, 2026
    અન્ય રાજ્યો

    Vrindavan: પ્રેમાનંદ મહારાજ સાથેની મુલાકાત સંપૂર્ણપણે આસ્થા, શ્રદ્ધા અને સન્માન સાથે જોડાયેલી છે

    October 7, 2026
    અન્ય રાજ્યો

    New Delhi કર્મચારીઓએ સરકારને આપ્યું ૧૫ દિવસનું અલ્ટિમેટમ!

    October 6, 2026
    અન્ય રાજ્યો

    Uttar Pradesh રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ૮ ઉમેદવારોના નામ કર્યા જાહેર

    October 5, 2026
    અન્ય રાજ્યો

    Andheriમાં શિંદે જૂથ સાથે સંકળાયેલા યુવા નેતાની ધરપકડ

    October 5, 2026
    અન્ય રાજ્યો

    Lucknow: હનુમાનજીના મંદિરમાં બે સાધુઓને બાંધીને જીવતા સળગાવી દેવાયા

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,700
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹214,600
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-10-2026 22:56
    Categories
    Latest News

    Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત…ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    October 7, 2026

    આજનું પંચાંગ

    October 7, 2026

    આજનું રાશિફળ

    October 7, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા ડો. કમલ ડોડીયા

    October 7, 2026

    Rajkot: બિમારીથી કંટાળી યુવકે તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાત

    October 7, 2026

    Amreli: કોંગ્રેસના પીઢ આગેવાન વીરજીભાઈ ઠુમ્મરનું નિધન

    October 7, 2026
    Search
    Main News

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો,રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026

    નાસાના Hubble Space Telescope ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી

    October 7, 2026

    Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો

    October 7, 2026

    સંજય લીલા ભણશાળી આલિયા સાથે Inshallah પ્રોજેક્ટ રિવાઈવ કરશે

    October 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત…ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    October 7, 2026

    આજનું પંચાંગ

    October 7, 2026

    આજનું રાશિફળ

    October 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.