Vrindavan, તા.૭
Vrindavanના ચૈતન્ય બિહાર સ્થિત મહર્ષિ પાણિનિ સંસ્કૃત ગુરુકુલમાં મંગળવારે રાત્રે એક મોટી અને દુઃખદ દુર્ઘટના સર્જાઈ હતી. સબમર્સિબલ પાણીની ટેન્કની સફાઈ કરવા ઊતરેલી ચાર વિદ્યાર્થિઓનું ઝેરી ગેસની ઝપેટમાં આવવાથી દુઃખદ મોત થયું છે, જ્યારે એક વિદ્યાર્થી રુદ્રની હાલત ગંભીર છે.
ચાર બાળકોના મોતથી અફરાતફરી મચી ગઈ. તાત્કાલિક ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ ઉપરાંત ડીએમ, એસએસપી અને મ્યુનિસિપલ કમિશનર પહોંચ્યા અને ઘાયલ બાળક તથા ગુરુકુલમાં રહી રહેલા બાળકો પાસેથી ઘટનાની માહિતી લીધી. જિલ્લા મેજિસ્ટ્રેટ સી.પી. સિંહે જણાવ્યું કે, ગુરુકુલમાં આશરે ૧૨ ફૂટ ઊંડી સબમર્સિબલ પાણીની ટેન્કમાંથી દુર્ગંધ આવતા ગુરુકુલના વિદ્યાર્થીઓ તેની સફાઈ માટે ઊતર્યા હતા.
સૌથી પહેલા એક વિદ્યાર્થી સફાઈ માટે ટાંકીની અંદર ઊતર્યો. પરંતુ અંદર હાજર ઝેરી ગેસની અસરથી તે તરત જ બેભાન થઈ ગયો. બહાર ઊભેલા સાથીઓએ તેને બોલાવ્યો પરંતુ કોઈ જવાબ ન મળતા મદદ માટે એક પછી એક કરીને ૪ અન્ય વિદ્યાર્થીઓ પણ ટેન્કમાં ઊતરી ગયા. ઝેરી ગેસના કારણે તમામ વિદ્યાર્થીઓ અંદર જ અચેત થઈ ગયા, જેનાથી સમગ્ર ગુરુકુલ પરિસરમાં અફરાતફરી મચી ગઈ. ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકોની મદદથી તમામ વિદ્યાર્થીઓને ટેન્કમાંથી બહાર કાઢીને તરત જ હોસ્પિટલ પહોંચાડ્યા.
જોકે, ડૉક્ટર્સે તપાસ બાદ ૪ વિદ્યાર્થીઓને મૃત જાહેર કરી દીધા છે. મૃતક વિદ્યાર્થીઓની ઓળખ એમપીના જબલપુરના રહેવાસી ૨૦ વર્ષીય મનુ કટારે, એમપીના ૧૮ વર્ષીય દેવાંશ, મેરઠના રહેવાસી ૧૭ વર્ષીય વિશુ અને પ્રયાગરાજ નિવાસી ૧૭ વર્ષીય આર્યન પાંડે તરીકે થઈ છે. જ્યારે એક ૧૮ વર્ષીય વિદ્યાર્થી રુદ્રાક્ષની સ્થિતિ ગંભીર છે અને સારવાર ચાલુ છે. ઘટનાની માહિતી મળતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્ર પ્રકાશ સિંહે ઘટનાસ્થળે પહોંચીને નિરીક્ષણ કર્યું અને અન્ય વિદ્યાર્થીઓ તથા પ્રત્યક્ષદર્શીઓ પાસેથી આ દુર્ઘટનાની માહિતી લીધી.
તેમણે જણાવ્યું કે, શાળા પરિસરમાં બનેલી આશરે ૧૨ ફૂટ ઊંડી સબમર્સિબલ ટેન્કની સફાઈ દરમિયાન સંભવતઃ ઝેરી ગેસની અસરથી ૪ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે. મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે કે અકસ્માત કેવી રીતે થયો અને ગુરુકુલનું સંચાલન કોણ કરી રહ્યું હતું. મુખ્યમંત્રીએ પણ આ દુઃખદ ઘટનાની તરત નોંધ લીધી છે. વહીવટીતંત્ર તરફથી પીડિત પરિવારોને તમામ શક્ય મદદ પહોંચાડવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.
બીજી તરફ એસએસપી શ્લોક કુમારે જણાવ્યું કે, પરિસરમાં ઝ્રઝ્ર્ફ લાગેલા છે તેની પણ તપાસ કરવામાં આવશે. પરિજનોને સૂચના આપી દેવામાં આવી છે. તમામ (મૃતદેહો)ને શબઘરમાં મોકલી દેવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમની સાથે જ જે પણ પરિજનો ફરિયાદ આપશે તે જ આધારે કાર્યવાહી કરવામાં આવશે.

