Mumbai, તા.૮
સની લિયોની અને રાહુલ દેવની ‘ચુડૈલ’ ફિલ્મ રાઇટ્સના મામલે અટવાઇ છે.નિર્માતા ગણેશ જૈને એક જાહેર નોટીસ આપી ફિલ્મના તમામ રાઇટ્સ પોતાની પાસે હોવાનો દાવો કર્યો છે.ફિલ્મ ‘ચુડૈલ’ બે વર્ષથી તૈયાર પડી છે પણ મધ્ય પ્રદેશની હાઇકોર્ટમાં આ ફિલ્મના નિર્માણ માટે મેળવવામાં આવેલાં નાણાં ન ચૂકવાયા હોવાથી મામલો ઘોંચમાં પડેલો હતો. બાદમાં કંપનીએ નાણાં ચૂકવી ફિલ્મ રજૂ કરવાની તૈયારી કરી તો હવે આ નવી નોટીસ આવી પડી છે. દરમ્યાન ફિલ્મનું નામ પણ ત્રણવાર બદલાઇ ચૂક્યુ છે. નોટીસમાં એમ પણ જણાવાયું છે કે ‘કોકાકોલા’ ફિલ્મનું નામ હવે ‘ચુડૈલ’ રાખવામાં આવ્યું છે.જાહેર નોટીસ અનુસાર ગણેશ જૈને ફિલ્મના પ્રોડકશન હાઉસ તથા પાર્ટનર્સ પાસેથી તમામ રાઇટ્સ ૩ જુન ૨૦૧૯ના રોજ કરાર કરી મળવ્યા છે. આ કરારને ૩ નવેમ્બર ૨૦૨૦માં અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. જૈનના જણાવ્યા અનુસાર સુગર એન્ડ સ્પાઇસ પ્રોડકશન પાસે હવે કોઇ રાઇટ્સ રહ્યા ન હોઇ જે કોઇ આ મામલે કોઇ પગલાં લે તે તેના હિસાબે અને જોખમે કરશે. કોઇનેઆ મામલે કોઇ ફરિયાદ કે વાંધો હોય તો તે દસ દિવસમાં લેખિત રજૂ કરવા જણાવાયું છે.

