New Delhi, તા.૮
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે બધી રીતે જાણે ભારતીયોનો એકડો કાઢવાનો નિર્ણય લઈ લીધો લાગે છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં રજૂ કરવામાં નવા બિલમાં ૐ-૧મ્ વિઝા કાર્યક્રમમાં કેટલીક જોગવાઈઓનો ભંગ કરનારાને મહત્તમ ૨.૫૦ લાખ ડોલર સુધીનો દંડ અને ગંભીર ભંગ બદલ ૧૦ વર્ષના મહત્તમ ડિબારમેન્ટની એટલે કે પ્રોગ્રામમાંથી બાકાત રાખવાની સજા થાય છે.રિપ્રેઝન્ટેટિવ બેથ વાન ડુઇનની સાથે બીજા પાંચ રિપબ્લિકન પ્રતિનિધિઓએ પહેલી ઓક્ટોબર ૨૦૨૬ના રોજ આ બિલ રજૂ કર્યુ હતું. આ બિલ હાઉસની જ્યુડિસિયરી સમિતિ સમક્ષ મોકલાયું છે. મહત્ત્વની વાત એ છે કે આ દરખાસ્ત હજી કાયદો બની નથી. આ બિલ કોંગ્રેસ દ્વારા પસાર કરવામાં આવે અને પ્રમુખ દ્વારા સહી કરવામા આવે તેના પછી કાયદો બને છે. બિલ હાઉસની જ્યુડિશિયરી સમિતિને મોકલવામાં આવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે આ બિલ હજી અમેરિન કાયદો બન્યું નીથી.
તેથી કાયદો બનાવતા પહેલા કોંગ્રેસે તેને પસાર કરવો પડશે અને તેના પછી પ્રમુખ સહી કરશે ત્યારે કાયદો બનશે.જો કે ટ્રમ્પ તંત્રના આ નિર્ણયથી સૌથી વધુ વિપરીત અસર ભારતીયો પર પડશે. નવી કેટેગરી હેઠળ ૐ-૧મ્ વિઝા હેટળ ગંભીર કેટેગરીના ગુના માટેના દંડની જોગવાઈ ૩૫ હજાર ડોલરથી વધારી સીધી ૨.૫૦ લાખ ડોલર કરી દેવામાં આવી છે. તેની જોડે-જોડે આ નિયમનો ભંગ કરનારી કંપની કે માલિક માટે પ્રતિબંધની જોગવાઈ ત્રણ મહત્તમ વર્ષથી વધારી ૧૦ વર્ષ કરી છે.આ ઉપરાંત વિવિધ કેટેગરીઓ માટેના દંડની રકમ પાંચ હજાર ડોલરથી વધારીને એક લાખ ડોલર સુધી કરવામાં આવે છે. જ્યારે પ્રોગ્રામમાંથી બાકાત રાખવાનો સમયગાળો બે વર્ષથી વધારીને પાંચ વર્ષ કરવામાં આવ્યો છે. વિઝા ળોડની એક કેટેગરીમાં ૨૫૦થી ૨૦૦૦ ડોલરનો દંડ હતો હવે ત્યાં હજારથી દસ હજાર ડોલરનો દંડ વસૂલાશે. આ ઉપરાંત ચાર સીરિયસ કેટેગરીમાં પેનલ્ટી બે હજારથી પાંચ હજાર ડોલર વધારી ૨૦ હજારથી ૫૦ હજાર ડોલર કરવામાં આવી છે. આના લીધે મુખ્યત્વે ભારતીય પ્રોફેશનલ્સ અને ટેકનોલોજી કંપનીઓને ફટકો પડશે. તેનું કારણે છે કે ૐ-૧મ્ વિઝા પ્રોગ્રામમાં ભારતનો હિસ્સો સૌથી વધુ છે.

