સુનીલ પાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તનુશ્રીની હરકતો સામે રોષ વ્યક્ત કર્યો
Mumbai, તા.૧૨
દિગ્ગજ અભિનેતા Nana Patekarના નિધન બાદ અભિનેત્રી તનુશ્રી દત્તા પોતાના નિવેદનોને કારણે ફરી વિવાદોમાં આવી ગઈ છે. તે સતત સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને નાના પાટેકરની ટીકા કરી રહી છે, જેને લઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. નાના પાટેકર હવે આ દુનિયામાં નથી, પરંતુ તેમના ચાહકો તનુશ્રીને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. આ દરમિયાન જાણીતા કોમેડિયન સુનીલ પાલે એક વીડિયો જાહેર કરીને તનુશ્રી દત્તાની આકરી ઝાટકણી કાઢી છે.સુનીલ પાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તનુશ્રીની હરકતો સામે રોષ વ્યક્ત કર્યો છે.
સુનીલ પાલે કહ્યું કે, ‘તનુશ્રી તમને હાથ જોડીને વિનંતી છે કે જો તમારું મગજ કામ ન કરતું હોય તો આરામ કરો. જ્યાં તમે ૧૦ વર્ષ ગાયબ રહ્યા, ત્યાં જઈને આરામ કરો. પરંતુ અમારા મહાન નાના પાટેકર સાહેબ, જે સાચા ધરતીપુત્ર છે, જેમણે ધરતી અને ખેડૂતોની સેવા કરી, સેનામાં રહ્યા અને જય જવાન, જય કિસાનનો મંત્ર મનમાં રાખીને ચાલ્યા. તેમણે રંગભૂમિ અને કલાકારોની સેવા કરી છે. તેઓ ક્યારેય દેખાડામાં માનતા નહોતા અને હંમેશાં સાદા કપડાં પહેરતા હતા. તમે તેમના માટે ઈવિલ અને ડેવિલ જેવા શબ્દો વાપરી રહ્યા છો. તમે આવી વાહિયાત અને હલકી હરકતો કરીને આખરે શું સાબિત કરવા માંગો છો? માત્ર પબ્લિસિટી મેળવવા માંગો છો?’સુનીલ પાલે આગળ વાત કરતાં જણાવ્યું કે તનુશ્રીના આવા વર્તનથી લોકો ખૂબ નારાજ છે.
સુનીલ પાલે કહ્યું કે, ‘આખો નારી સમાજ અને દેવી સમાજ તમારાથી નારાજ છે. તમે આ કેવી હરકતો કરી રહ્યા છો? નાના પાટેકર સાહેબે એવું તો શું કરી દીધું? અમે તમને ‘આશિક બનાયા આપને’ જેવી ફિલ્મોમાં જોઈ ચૂક્યા છીએ. તેથી આટલો બધો ડ્રામા કરવાનું બંધ કરો. તમને આવી હરકતોથી કોઈ મીડિયા ફૂટેજ મળવાનું નથી.’વીડિયોના અંતમાં સુનીલ પાલે લોકોને અપીલ કરી છે કે, ‘આવી હરકતોને પ્રોત્સાહન ન આપવું જોઈએ. તનુશ્રીજી તમે ચૂડેલ તો નથી ને? તો આવી હરકતો કરવાનું બંધ કરો. મારી સૌને વિનંતી છે કે આ મહિલાને કોઈ પણ પ્રકારનું ફૂટેજ ન આપો. તે માત્ર પબ્લિસિટી અને વિવાદ ઊભો કરવા માટે કંઈ પણ કરી રહી છે. તનુશ્રી દત્તા માત્ર લાઇમલાઇટમાં રહેવા માટે જ સ્વર્ગસ્થ નાના પાટેકરને બદનામ કરી રહી છે.’

