દરેક કેસમાં ૧-૧ વર્ષની સજા, ૨૯.૧૦ લાખ વળતર અને ૩.૦૯ લાખ દંડ, રકમ ન ભરે તો વધુ ૩ માસની જેલ
Rajkot તા. ૧૨ઃ
શહેરમાં આવેલી વેબર ઇમ્પેક્ષ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની પાસેથી બાકીમાં ખરીદ કરેલ માલની ચુકવણી માટે આપેલો ત્રણ ચેક વગર વસૂલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે એનર્જી ટેકનો કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર ને ૧-૧ વર્ષની સજા, અને ચેક ની રકમ રૂપિયા ૨૯.૧૦ લાખ વળતર અને ૩.૦૯ લાખ દંડ તરીકે ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ રાજકોટ ખાતે આવેલી એનર્જી ટેકનેકાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની પાસેથી બાકીમાં માલની ખરીદી કરી હતી તે રકમ ચૂકવવા ત્રણ ચેક આપ્યા હતા તે ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં એનર્જી ટેકનો કાસ્ટ ના ડાયરેક્ટર કેતન રૈયાણી સમય મર્યાદામાં રકમની ચુકવણી ન કરતા અંતે વેબર ઇમ્પેક્ષ પ્રાઇવેટ લિમિટેડના મયંકભાઇ પટેલે અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી.
બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદી વેબર ઇમ્પેક્ષ પ્રાઇવેટ લિમિટેડના વકીલ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઈ અદાલતે એનર્જી ટેકનો કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર કેતન રૈયાણીને ત્રણેય કેસમાં એક -એક વર્ષની સજા અને ચેકની રકમ રૂપિયા ૨૯.૧૦ લાખ વળતર ચૂકવવા તેમજ રૂપિયા ૩.૦૯ લાખ દંડ તરીકે ચૂકવવા હુકમ કર્યો છે. રકમ સમય ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજા નો હુકમ કર્યો છે. ફરિયાદી વેબર ઇમ્પેક્ષ પ્રાઇવેટ લિમિટેડ વતી એડવોકેટ તરીકે વિકાસ શેઠ અલ્પા શેઠ બ્રિજ શેઠ કેતન પરમાર સિરાજ ઘાંચી રોકાયા હતા.

