ઉગ્ર બોલાચાલી બાદ મામલો માથાકૂટમાં તબદીલ થયો વર્ષો જૂની અદાવતનો બદલો લેવા મારા મારી ફઈ હોવાની ચર્ચા
Rajkot તા. ૧૨ઃ
Halvad શહેરમાં લક્ષ્મીનારાયણ ચોક પાસે યુવાનને ગાડી અડી જવા બાબતે બોલાચાલી થઈ હતી બાદ સમાધાન થયું હતું બાદ હળવદની મોરબી ચોકડી એ બંને પક્ષોએ ચા-પાણી પીવા બેઠા હોય તે સમયે બે જૂથ વચ્ચે બોલાચાલી શરૂ થયેલ અને ૧૫ થી ૨૦ જેટલા શખ્સો ધોકા અને પાઇપ વડે હીચકારો હુમલો કરતા ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ હળવદ બાદ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે એસ પી સહિતનો કાફલો દોડી ગયો હતો અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી જેમાં લક્ષ્મીનારાયણ ચોકમાં મોરબી રહેતા સિયાઝ ઉંમરભાઈ ખોખર ઉંમર વર્ષ ૨૪ વર્ષીય ઊભો હતો ત્યારે કોઈ કારણોસર થાર કાર લઈ ને આવેલ હળવદ રહેતા સામતભાઈ ભરવાડ નામના શખ્સ દ્વારા સિયાઝને પગે અડી જતા બોલાચાલી થઈ હતી અને બંને પક્ષેના શખ્સો એકઠા થયા હતા અને સમાધાન થયું હતું બાદમાં સાંજે પાંચ વાગ્યે આસપાસ સામત નામના શખ્સ દ્વારા પોલીસ સ્ટેશન ફરિયાદ કરેલ હોય બાદમાં બંને પક્ષના વ્યક્તિઓ દ્વારા સમાધાન માટે હળવદ શહેરની મોરબી હળવદ ચોકડીએ એકઠા થયા હતા અને જેમાં સામત ભરવાડ નામના શખ્સ અને મોરબી રહેતા રસીદ જુમાભાઈ ચૌહાણ બોલાચાલી મા ઝગડો ઉગ્ર બન્યો હતો અને ઝપાઝપી શરૂ થઈ હતી બંને પક્ષેના જૂથ દ્વારા સામસામે મારી થઈ હતી
જેમાં તેમજ સામત ભરવાડ નામના શખ્સો દ્વારા એક થાર,સ્વિફ્ટ કાર, એકટીવા વાહન લઈનેઆવ્યા હતા ૮ થી ૧૦ શખ્સો તુટી પડ્યા હતા જેમાં મોરબી રહેતા રસીદભાઈ જુમાભાઈ ચૌહાણ,સબીર જુસબભાઈ ચૌહાણ અને અફઝલ મેહબુબભાઇ રાઠોડ, ને ગંભીર ઇજા પહોંચી હતી બંને પક્ષે વચ્ચે મારામારી થઈ હતી તેમજ સામા પક્ષે કેટલા ને શખ્સ ને ઇજા થઈ છે વિગત મળી રહી નથી ઘટનાને પગલે નાસ ભાગ મચી હતી અને ઈજાગસ્ત ત્રણેય શખ્સને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર અર્થે પ્રથમ હળવદ બાદ મોરબી બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાનાની જાણ થતા હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફ દોડી ગયો હતો
બે જૂથ વચ્ચે અથડામણ ઘટનાં પગલે મોરબી એસ.પી મુકેશ પટેલ, ડીવાયએસપી સમીર સારડા, એલસીબી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને હાલ નવરાત્રીના માહોલમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે આ અંગે વર્ષ ૨૦૧૮માં જૂની અદાવતનો બાબતે ઝઘડો થયાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે ઘટનાને પગલે હળવદ પોલીસ દ્વારા અફવા દૂર રહેવા અપીલ કરવામાં આવી છે આ અંગે હળવદ પોલીસ સ્ટેશન દ્વારા બંને પક્ષે સામતભાઈ ભરવાડ, આર કે સોરિયા, નિલેશ ઠાકર, જગો જુડી, બાબુભાઈ, વિજયભાઈ સહિત ગુનો નોંધ્યો હતો સામા પક્ષે સદામ ઉર્ફે ભાણો, સહિત ૮ શખ્સ વિરુદ્ધ ગુનો નોધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

