ટેકનિકલ ખામીને કારણે પાકિસ્તાન આર્મી એવિએશનનું ‘મુશશક’ તાલીમી વિમાન ક્રેશ થયું
Quetta, તા.૧૩
Pakistanના ક્વેટામાં સેનાનું એક ટ્રેનિંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. તેમજ આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર બંને પાયલોટના મોત થયા હોવાની માહિતી મળી છે. પાકિસ્તાન આર્મીએ આ ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ટેકનિકલ ખામીને કારણે પાકિસ્તાન આર્મી એવિએશનનું ‘મુશશક’ તાલીમી વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટના અંગે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો છે.આ વિમાન દુર્ઘટના અંગે પાકિસ્તાન સેનાએ જણાવ્યું હતું કે સોમવારે ટેન્કિકલ ખામીને કારણે એક ટ્રેઈની વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં બે પાયલોટના મોત થયા હતા. અહેવાલો અનુસાર, આ ઘટના બલૂકિસ્તાનની પ્રાંતીય રાજધાની ક્વેટા નજીક બની હતી. સેનાએ વધુમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં બંને પાયલોટ ઇન્સ્ટ્રક્ટર મેજર હસનૈન શહઝાદ હુમાયુન અને તાલીમાર્થી કેપ્ટન અબ્દુલ સમદના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડાપ્રધાન શાહબાઝ શરીફે આર્મીના પાયલોટના મૃત્યુ પર શોક અને દુઃખ વ્યક્ત કર્યું હતું. રાષ્ટ્રપતિએ શહીદોના પરિવારો પ્રત્યે પોતાની ઊંડી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરી છે. તેમણે તેમના શોકાતુર પરિવારોને આ આઘાત સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી.

