Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!
    • Rajkotમાં કાયદો-વ્યવસ્થા લૂલી એક માસમાં ચાર લોથ ઢળી
    • માનસનું દર્શન કલ્યાણકારી છેઃ Morari Bapu
    • Rajkot: ડ્રગ્સ સાથે વેરાવળના બે મિત્રો ઝડપાયા
    • Rajkot: સામું જોવા બાબતે યુવાન પર જીવલેણ હુમલો
    • Rajkot: વીવીપી કોલેજમાં નેશનલ વર્કશોપ ઇમર્જિંગ સેમિકન્ડક્ટર્સ ટેકનોલોજી ફોર સ્માર્ટ સસ્ટેનેબલ સિસ્ટમ ઇન્ટીગ્રેશનનું સમાપન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar શહેર-જિલ્લામાં દેશી દારૂનો ધંધો ધમધમ્યો : પાંચ સ્થળે પોલીસના દરોડા
    જામનગર

    Jamnagar શહેર-જિલ્લામાં દેશી દારૂનો ધંધો ધમધમ્યો : પાંચ સ્થળે પોલીસના દરોડા

    Vikram RavalBy Vikram RavalOctober 13, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     જામનગર, જોડિયા, જામજોધપુર અને ધ્રોલ પંથકમાં દરોડા ૨૧ લિટર દેશી દારૂ કબજે, ચાર શખ્સો સામે કાર્યવાહી

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૩ઃ

    જામનગર શહેર અને જિલ્લામાં દેશી દારૂના ગેરકાયદે સંગ્રહ અને વેચાણની પ્રવૃત્તિઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. શહેરના સોનલનગર અને બાવરીવાસ વિસ્તાર ઉપરાંત જોડિયા, જામજોધપુર અને ધ્રોલ પંથકમાં જુદા જુદા સ્થળોએ દરોડા પાડી કુલ ૨૧ લિટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે રૂ. ૪,૨૦૦ની કિંમતનો દારૂ કબજે કરી ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે એક મહિલા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

    પ્રાપ્ત વિગતો મુજબ, જામનગર શહેરના સોનલનગર હનુમાન ટેકરી વિસ્તારમાં વાછરાડાડાના મંદિર નજીક આવેલા રહેણાંક મકાનમાં દેશી દારૂના વેચાણની બાતમીના આધારે સીટી સી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મંગાભાઈ કુંભાભાઈ માયાણી (ઉં.વ. ૫૦)ના મકાનમાંથી રૂ. ૨,૦૦૦ની કિંમતનો ૧૦ લિટર દેશી દારૂ મળી આવતાં પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપી સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો હતો.

    બીજા બનાવમાં જામનગરના ખુલ્લી ફાટક નજીક બાવરીવાસ વિસ્તારમાં સીતા મહેશ કાંગી નામની મહિલાના ઝૂંપડામાં દેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમી મળતાં સીટી સી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઝૂંપડામાંથી પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરેલો પાંચ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. ૧,૦૦૦ આંકવામાં આવી હતી. જોકે, દરોડા સમયે મહિલા હાજર મળી આવી ન હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

    દરમિયાન જોડિયા તાલુકાના ભીમકટા ગામના બસ સ્ટેશન નજીક પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ઊભેલા લાલજીભાઈ બબુભાઈ મકવાણા (ઉં.વ. ૨૬)ની તપાસ કરતાં તેમની પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં રહેલી સાત કોથળીઓમાંથી ત્રણ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂ. ૬૦૦ની કિંમતનો દારૂ કબજે કરી આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

    આ ઉપરાંત જામજોધપુરના ચણવા ઓટા નજીક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન જગનેશભાઈ બુધગરભાઈ મેઘનાથી (ઉં.વ. ૨૦) પાસેથી કાપડની થેલીમાં રહેલી ચાર કોથળીઓમાંથી બે લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂ. ૪૦૦ની કિંમતનો દારૂ કબજે કરી યુવક સામે પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

    જ્યારે ધ્રોલ તાલુકાના સણોસરા ગામની સીમમાં નેચરલ કંપની નજીક ખરાબાની જમીનમાં દેશી દારૂ રાખવામાં આવ્યો હોવાની બાતમીના આધારે ધ્રોલ પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન દેકકડ ગામના વિજયસિંહ ઉદુભા જાડેજા (ઉં.વ. ૩૪) પાસેથી પ્લાસ્ટિકના ડબલામાં ભરેલો એક લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂ. ૨૦૦ની કિંમતનો દારૂ કબજે કરી આરોપી સામે ગુનો નોંધ્યો હતો.આમ, જામનગર શહેર અને જિલ્લાના જુદા જુદા પોલીસ મથકોમાં પ્રોહિબિશનના પાંચ ગુના નોંધી કુલ ૨૧ લિટર દેશી દારૂનો રૂ. ૪,૨૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તમામ બનાવોમાં પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર
    Next Article Jamnagar: લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘૂસી ઘાતકી હત્યા! માથામાં પાંચ ઇજાનાં નિશાન
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘૂસી ઘાતકી હત્યા! માથામાં પાંચ ઇજાનાં નિશાન

    October 13, 2026
    જામનગર

    Jamnagarમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર

    October 13, 2026
    જામનગર

    Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા

    October 12, 2026
    જામનગર

    Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો

    October 12, 2026
    જામનગર

    Jamnagarના કનસુમરા જી.આઈ.ડી.સી. પાસે કારમાંથી રૂ. ૮૫ હજારનો વિદેશી દારૂ ઝડપાયો

    October 12, 2026
    જામનગર

    Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!

    October 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,550
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,260
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹210,660
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-10-2026 21:22
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026

    Rajkotમાં કાયદો-વ્યવસ્થા લૂલી એક માસમાં ચાર લોથ ઢળી

    October 13, 2026

    માનસનું દર્શન કલ્યાણકારી છેઃ Morari Bapu

    October 13, 2026

    Rajkot: ડ્રગ્સ સાથે વેરાવળના બે મિત્રો ઝડપાયા

    October 13, 2026
    Search
    Main News

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026

    ૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં Hijab પર પ્રતિબંધ

    October 13, 2026

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026

    Saudi Arabiaમાં યુદ્ધ જેવી સ્થિતિ! હુથીઓના હુમલા વચ્ચે ક્રાઉન પ્રિન્સ સિક્રેટ બંકરમાં શિફ્ટ

    October 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.