Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!
    • Rajkotમાં કાયદો-વ્યવસ્થા લૂલી એક માસમાં ચાર લોથ ઢળી
    • માનસનું દર્શન કલ્યાણકારી છેઃ Morari Bapu
    • Rajkot: ડ્રગ્સ સાથે વેરાવળના બે મિત્રો ઝડપાયા
    • Rajkot: સામું જોવા બાબતે યુવાન પર જીવલેણ હુમલો
    • Rajkot: વીવીપી કોલેજમાં નેશનલ વર્કશોપ ઇમર્જિંગ સેમિકન્ડક્ટર્સ ટેકનોલોજી ફોર સ્માર્ટ સસ્ટેનેબલ સિસ્ટમ ઇન્ટીગ્રેશનનું સમાપન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘૂસી ઘાતકી હત્યા! માથામાં પાંચ ઇજાનાં નિશાન
    જામનગર

    Jamnagar: લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘૂસી ઘાતકી હત્યા! માથામાં પાંચ ઇજાનાં નિશાન

    Vikram RavalBy Vikram RavalOctober 13, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મનસુખભાઈ વાછાણીનો મૃતદેહ ઘરમાંથી મળી આવતાં ચકચાર  ઘરની ચીજવસ્તુઓ વેરવિખેર હોવાથી લૂંટના ઇરાદે હત્યાની આશંકા

    ઘરમાં નોકરાણી કરતા તરીકે કામ કરતી એક સગીરા અને અક્ષય નામનો યુવાન ગુમ હોવાથી પોલીસની તપાસ તેજ

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૩ઃ

    જામનગર જિલ્લાના લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી મનસુખભાઈ રામજીભાઈ વાછાણી (ઉં.વ. ૬૬)ની ઘરમાં જ ઘાતકી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગઈ કાલે રાત્રે તેમના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના માથાના ભાગે ઇજાનાં પાંચ નિશાન જોવા મળતાં તેમની હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘરની અંદર ચીજવસ્તુઓ વેરવિખેર હાલતમાં મળી આવતાં રોકડ રકમ અથવા અન્ય માલમત્તાની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

    પ્રાપ્ત વિગતો મુજબ, લાલપુરમાં રહેતા મનસુખભાઈ વાછાણી પીજીવીસીએલમાંથી નિવૃત્ત થયા બાદ પોતાના ઘરે એકલા રહેતા હતા. તેમના પત્ની અને પુત્ર અમદાવાદમાં રહે છે. પુત્ર અમદાવાદમાં કારખાનું ચલાવતા હોવાથી તથા પરિવારનાં બે નાનાં બાળકોની સંભાળ રાખવાની જવાબદારીને કારણે મનસુખભાઈનાં પત્ની પણ અમદાવાદમાં રહેતાં હતાં. આથી લાલપુરમાં મનસુખભાઈ એકલા જ રહેતા હતા.

    દરમિયાન, ગઈ કાલે રાત્રે મનસુખભાઈના ઘરમાંથી કોઈ હલચલ જણાતી ન હતી. તેમના ઘરના દરવાજાને બહારથી તાળું મારેલું ન હોવાની અને ઘરની લાઇટ પણ ચાલુ ન થતી હોવાની બાબતથી આસપાસના રહેવાસીઓને શંકા ગઈ હતી. આથી પાડોશીઓએ મનસુખભાઈના લાલપુરમાં જ રહેતા નાના ભાઈ મહેન્દ્રભાઈ વાછાણીને જાણ કરી હતી. મહેન્દ્રભાઈએ ઘરે પહોંચીને દરવાજો ખોલી તપાસ કરતાં મનસુખભાઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.

    બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લાલપુરના ઇન્ચાર્જ પોલીસ અધિકારી ડી.સી. ગોહિલ સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો સંભાળ્યો હતો. મૃતકના માથાના ભાગે ઇજાનાં પાંચ નિશાન મળી આવતાં તેમની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાતાં પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં એએસપી અને એલ.સી.બી. સહિતની પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

    આ ચકચારી બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ઘરમાં કામકાજ માટે આવતી એક સગીરા અને તેના સંપર્કમાં રહેલા યુવાનની ભૂમિકા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. આ સગીરા હાલ ગુમ હોવાનું અને તેની સાથે સંપર્કમાં રહેલો અક્ષય નામનો યુવાન પણ મળી આવતો ન હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે. પોલીસે બંનેને શોધવા માટે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે. જોકે, હત્યામાં તેમની સંડોવણી અંગે હજુ સુધી કોઈ અંતિમ તારણ બહાર આવ્યું નથી.

    મનસુખભાઈના ઘરમાં ચીજવસ્તુઓ વેરવિખેર હાલતમાં મળી આવતાં ઘરમાંથી રોકડ રકમ અથવા અન્ય કીમતી વસ્તુઓની ચોરી થઈ છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. લૂંટના ઇરાદે ઘરમાં પ્રવેશ કરીને હત્યા કરવામાં આવી હોવાની શક્યતા નકારી શકાય તેમ ન હોવાથી પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે. મૃતકના ઘરમાં પ્રવેશ કોણે કર્યો, હત્યા કયા હથિયારથી અને કયા સંજોગોમાં કરવામાં આવી તથા બનાવ પાછળનો ચોક્કસ હેતુ શું હતો તે સહિતના મુદ્દાઓની તપાસ હાથ ધરવામાં આવી છે.

    લાલપુરમાં એકાંતમાં રહેતા નિવૃત્ત વીજ કર્મચારીની ઘરમાં જ હત્યા કરી દેવામાં આવતાં સ્થાનિક રહેવાસીઓમાં ભય અને ચિંતાની લાગણી ફેલાઈ છે. પોલીસે અજાણ્યા બે શખ્સો સામે હત્યાના ગુનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગુમ સગીરા અને યુવાનની શોધખોળ સહિતની તપાસના અંતે જ હત્યાનો ભેદ ઉકેલાશે અને બનાવ પાછળનું સાચું કારણ બહાર આવશે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar શહેર-જિલ્લામાં દેશી દારૂનો ધંધો ધમધમ્યો : પાંચ સ્થળે પોલીસના દરોડા
    Next Article Rajkotમાં બે વર્ષની માસૂમ બાળકીનું શંકાસ્પદ મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar શહેર-જિલ્લામાં દેશી દારૂનો ધંધો ધમધમ્યો : પાંચ સ્થળે પોલીસના દરોડા

    October 13, 2026
    જામનગર

    Jamnagarમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર

    October 13, 2026
    જામનગર

    Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા

    October 12, 2026
    જામનગર

    Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો

    October 12, 2026
    જામનગર

    Jamnagarના કનસુમરા જી.આઈ.ડી.સી. પાસે કારમાંથી રૂ. ૮૫ હજારનો વિદેશી દારૂ ઝડપાયો

    October 12, 2026
    જામનગર

    Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!

    October 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,550
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,260
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹210,660
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-10-2026 21:22
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026

    Rajkotમાં કાયદો-વ્યવસ્થા લૂલી એક માસમાં ચાર લોથ ઢળી

    October 13, 2026

    માનસનું દર્શન કલ્યાણકારી છેઃ Morari Bapu

    October 13, 2026

    Rajkot: ડ્રગ્સ સાથે વેરાવળના બે મિત્રો ઝડપાયા

    October 13, 2026
    Search
    Main News

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026

    ૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં Hijab પર પ્રતિબંધ

    October 13, 2026

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026

    Saudi Arabiaમાં યુદ્ધ જેવી સ્થિતિ! હુથીઓના હુમલા વચ્ચે ક્રાઉન પ્રિન્સ સિક્રેટ બંકરમાં શિફ્ટ

    October 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.