Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!
    • Rajkotમાં કાયદો-વ્યવસ્થા લૂલી એક માસમાં ચાર લોથ ઢળી
    • માનસનું દર્શન કલ્યાણકારી છેઃ Morari Bapu
    • Rajkot: ડ્રગ્સ સાથે વેરાવળના બે મિત્રો ઝડપાયા
    • Rajkot: સામું જોવા બાબતે યુવાન પર જીવલેણ હુમલો
    • Rajkot: વીવીપી કોલેજમાં નેશનલ વર્કશોપ ઇમર્જિંગ સેમિકન્ડક્ટર્સ ટેકનોલોજી ફોર સ્માર્ટ સસ્ટેનેબલ સિસ્ટમ ઇન્ટીગ્રેશનનું સમાપન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જૂનાગઢ»Junagadhમાં ૬૦૦ સ્થળે રાસ-ગરબાની રમઝટ મંદિરોમાં અનુષ્ઠાન અને માતાજીની આરાધના
    જૂનાગઢ

    Junagadhમાં ૬૦૦ સ્થળે રાસ-ગરબાની રમઝટ મંદિરોમાં અનુષ્ઠાન અને માતાજીની આરાધના

    Vikram RavalBy Vikram RavalOctober 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શેરી, મહોલ્લામાં નાની બાળાઓ પ્રાચીન રાસ ગરબાની રમઝટ બોલાવી રહૈ છે  પાર્ટી પ્લોટ, સામાજિક જ્ઞાતિની વાડીઓના આયોજનોમાં અર્વાચીન રાસ-ગરબાની ધૂમ

    (મિલન જોશી દ્વારા)

    Junagadh તા.૧૩ઃ

    જૂનાગઢ મહાનગર સહિત સમગ્ર સોરઠ પંથકમાં માઈભક્તો દ્વારા જગતજનની મા જગદંબાની આરાધનાનો મહાઉત્સવ એટલે આસો નોરતાની અત્યંત ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે. માતાજીના મંદિરો, મઢોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી રહ્યા છે, બીજી બાજુ માતાજીના ભક્તો દ્વારા માતાજીની આરાધના, અનુષ્ઠાન, દિવ્ય મહાઆરતી થઈ રહ્યા છે.    શક્તિધામો ’જય માતાજી’ના નાદથી ગુંજી ઊઠ્યા છે, આ સાથે શેરી, પાર્ટી પ્લોટ, સામાજિક જ્ઞાતિની વાડીઓના આયોજનોમાં અર્વાચીન રાસ-ગરબાની ધૂમ જમાવટ થઈ રહી છે. સમગ્ર જિલ્લામાં માતાજીના ૬૦૦ થી વધુ સ્થળો એ રાસ-ગરબા રમાઈ રહ્યા છે.

    નવ દિવસ સુધી ચાલનારા શક્તિના પાવન પૂજનના પર્વ નવરાત્રીના પ્રથમ નોરતાથી જ જૂનાગઢના તમામ નાના-મોટા શક્તિયામો રંગબેરંગી રોશની અને ભાતભાતના શણગાર સાથે અલૌકિક બનાવવામાં આવ્યા છે, અને માઈ ભક્તોના ’જય માતાજી’ ના ગગનભેદી નાદથી મંદિરો ગુંજી ઊઠયા છે. અને સમગ્ર સોરઠમાં ભક્તિમય અને મનમોહક વાતાવરણ સર્જયું છે.

    શાસ્ત્રો, પુરાણોમાં જગત જનની મા શક્તિના વિવિધ સ્વરૂપોની સાધના, જપ, તપ અને અનુષ્ઠાન માતાજીના આસો નવરાત્રિમાં કરવાનું વિશેષ મહાત્મ્ય રહેલું છે. ત્યારે અનેક માઇભકતો દ્વારા માતાજીના મંદિરો, મઢ અને અનેક ભાવિકો દ્વારા ગિરનાર સહિતના પર્વતો પર આકરા અનુષ્ઠાનો પ્રારંભ કર્યા છે. તેની સાથે  નવરાત્રીના પ્રથમ દિવસથી જ માઇભક્તોએ પોતાના ઘરોમાં માટીના પાત્રમાં અગિયાર પ્રકારના ધાન્યની વાવણી કરીને જવારા ઉગાડવાની સાથે શ્રદ્ધાપૂર્વક ઘટ અને ગરબાનું સ્થાપન કર્યું છે, જેનું ભાવિકો નવ દિવસ સુધી ઉપવાસ, એકટાણાં કરી વિશેષ પૂજા-અર્ચના કરશે.

    નવરાત્રિમાં માતાજીની પૂજન, અર્ચનાની સાથે, માતાજીના ગરબા ગાવા અને બાળાઓ દ્વારા રમાતી ગરબીઓનું વિશેષ મહત્વ છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં આ વર્ષે નવરાત્રી ઉત્સવને લઈને ખેલૈયાઓ અને પ્રાચીન ગરબી મંડળો તથા અર્વાચીન રાસોત્સવના આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તંત્રના દફતરે ગઇકાલ સુધીની મળેલ માહીતી મુજબ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ૫૪૮ શેરી ગરબા, ૮૮ જાહેર ગરબીઓ અને ૩૮ ખાનગી ગરબા મહોત્સવો મળી કુલ ૬૦૦ સ્થળોએ રાસ-ગરબાના આયોજનની નોંધણી કરવામાં આવી છે. જેને લઈને પાર્ટી પ્લોટ, સામાજિક જ્ઞાતિની વાડીઓ અને ખાનગી આયોજનોમાં યુવક – યુવતીઓ અર્વાચીન રાસ-ગરબાની ધૂમ મચાવી રહ્યા છે. જ્યારે શેરી-મહોલ્લાઓમાં નાની-નાની બાળાઓ દ્વારા પ્રાચીન પદ્ધતિથી ભાવથી ગરબીઓ રમવામાં આવી રહી છે, આમ સમગ્ર સોરઠ પંથક હાલ મા ભગવતીની આરાધના અને ભક્તિના રંગે રંગાઈ ગયું છે.

    Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot નાગરિક સહકારી બેંક લિ.ના ૭૪ મા સ્થાપના દિન અવસરે રક્તદાન મહાશિબિર યોજાઇ : ૮૩૨ બોટલ રક્ત એકત્રિત
    Next Article Surendranagar : વિઠ્ઠલગઢ ચેકપોસ્ટ પરથી શરીર સંબંધી ગુનામાં સામેલ ત્રણ આરોપીઓ પિસ્ટલ અને કારતૂસ સાથે પકડા્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    જૂનાગઢ

    PM MODIના નેતૃત્વમાં જનસેવાના ૨૫ વર્ષ- સેવા સંકલ્પ અભિયાન

    October 13, 2026
    જૂનાગઢ

    Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું

    October 12, 2026
    જૂનાગઢ

    Junagadh પોલીસે ૯૬ લાખથી વધુના દારૂ પર ફેરવ્યું બુલડોઝર, તો ડ્રગ્સની હેરાફેરીમાં ફરાર ૨ને પણ દબોચ્યા

    September 26, 2026
    જૂનાગઢ

    Junagadh ACBનું સફળ છટકું: રૂ. ૫.૨૫ લાખની લાંચ લેતો શખ્સ રંગે હાથ ઝડપાયો

    September 23, 2026
    જૂનાગઢ

    Junagadh: ફાર્મ હાઉસમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

    September 18, 2026
    જૂનાગઢ

    Junagadh: વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર

    September 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,450
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,160
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹210,600
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-10-2026 21:52
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026

    Rajkotમાં કાયદો-વ્યવસ્થા લૂલી એક માસમાં ચાર લોથ ઢળી

    October 13, 2026

    માનસનું દર્શન કલ્યાણકારી છેઃ Morari Bapu

    October 13, 2026

    Rajkot: ડ્રગ્સ સાથે વેરાવળના બે મિત્રો ઝડપાયા

    October 13, 2026
    Search
    Main News

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026

    ૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં Hijab પર પ્રતિબંધ

    October 13, 2026

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026

    Saudi Arabiaમાં યુદ્ધ જેવી સ્થિતિ! હુથીઓના હુમલા વચ્ચે ક્રાઉન પ્રિન્સ સિક્રેટ બંકરમાં શિફ્ટ

    October 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.