સ્થાપના દિનની સાર્થક ઉજવણીનો આનંદ છે : દિનેશભાઇ પાઠક
રક્તદાતાઓને સર્ટીફીકેટ અને ભેટથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા
Rajkot તા.૧૩ઃ
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.નાં ૭૪ સ્થાપના દિન, બેંક-ડે અંતર્ગત રાજકોટ અને બહારગામની શાખાઓમાં રક્તદાન મહાશિબિરનું સફળ આયોજન કરાયું હતું અને તેમાં ૮૩૨ બોટલ રક્ત એકત્રિત થયેલું.
બેંકના ચેરમેન શ્રી દિનેશભાઇ પાઠક અને ઇન્ચાર્જ વાઇસ ચેરમેન સીએ. શ્રી ચંદ્રેશભાઇ ધોળકીયાની સંયુક્ત યાદી જણાવે છે કે, સ્થાપના દિન અવસરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયેલું છે. બેંકની હેડ ઓફિસ અને શાખાઓમાં રક્તદાન શિબિરમાં સહુએ ઉત્સાહભેર ભાગ લીધો અને સહિયારા પુરુષાર્થથી ૮૩૨ બોટલ રક્ત એકત્રિત થયું. આ રક્ત સિવીલ હોસ્પીટલના થેલેસેમીયાના દર્દીઓ તેમજ જરૂરીયાતમંદ લોકોને ઉપયોગી થશે. અન્ય કાર્યક્રમોની સાથે રક્તદાન મહાશિબિર થકી સમાજ માટે કંઇક ર્ક્યાનો આનંદ છે અને આ ઉજવણી સાર્થક લાગી રહી છે.’
રાજકોટમાં બેંકની હેડ ઓફિસ ખાતે યોજાયેલ રક્તદાન મહાશિબિરમાં શ્રી દિનેશભાઇ પાઠક (ચેરમેન), સીએ. શ્રી ચંદ્રેશભાઇ ધોળકીયા (ઇન્ચાર્જ વાઇસ ચેરમેન), ડિરેકટરગણમાંથી શ્રી અશોકભાઇ ગાંધી, શ્રી નવીનભાઇ પટેલ, શ્રી ચિરાગભાઇ રાજકોટીયા, સીએ. શ્રી ભૌમિકભાઇ શાહ, સીએ. શ્રી બિજ્રેશભાઇ મલકાણ, બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી શ્રી હંંસરાજભાઇ ગજેરા (વાઇસ ચેરમેન), શ્રી વિજયભાઇ કોઠારી (સદસ્ય), શ્રી નીતિનભાઇ મણીયાર (સદસ્ય), શાખા વિકાસ સમિતિના સદસ્યો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પ માટે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રુપના શ્રી વિનયભાઇ જસાણી, ડો. આત્મનભાઇ કથીરીયા તેમજ સીવીલ હોસ્પીટલના ડો. માનસભાઇ ત્રિવેદી અને સમગ્ર ટીમનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. આવી જ રીતે, બહારગામમાં અમદાવાદ શાખામાં વડીલ ડિરેકટરશ્રી સુરેન્દ્રભાઇ પટેલ, મોરબી શાખામાં ડિરેકટરશ્રી દીપકભાઇ બકરાણીયા, ધોરાજી શાખામાં ડિરેકટરશ્રી લલિતભાઇ વોરા, જામનગર શાખામાં ડિરેકટરશ્રી હસમુખભાઇ હિંડોચા, ગાંધીનગર શાખામાં કો-ઓપ્ટ ડિરેકટરશ્રી હરેશભાઇ ઠક્કર, જસદણ શાખામાં કો-ઓપ્ટ ડિરેકટરશ્રી શૈલેષભાઇ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ફક્ત બેંકિંગ જ નહિ પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા વિવિધ કાર્યો નિયમીત ધોરણે કરવામાં આવી રહયા છે. તેમાં, બેંકના વ્યક્તિગત સભાસદોને રૂા. ૧ લાખનું અકસ્માત વીમા કવર અપાયેલું છે. સભાસદોના સંતાનોને શૈક્ષણીક પુરસ્કાર અને સ્કોલરશીપ આપવામાં આવે છે. છેલ્લા ૨૮ વર્ષથી ૪ થી ૧૬ વર્ષના બાળકો માટે ઉનાળામાં નિઃશુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પનું સફળ આયોજન થાય છે. કેન્સર-કીડનીની બીમારીમાં દર્દીઓને આર્થિક સહાય આપવામાં આવે છે.

