Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    October 27, 2026

    આજનું પંચાંગ

    October 27, 2026

    આજનું રાશિફળ

    October 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: માધાપર સહિત સેન્ટ્રલ ઝોનના છ વોર્ડમાં ૪૫.૭૬ કરોડના ખર્ચે નવા ડામર રોડ બનશે
    • Junagadh કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીવિઝન ગુજરાતનું ચોથું રાજ્યસ્તરીય અધિવેશન યોજાયું
    • Amreliના ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય વિસ્તર્યું !
    • Amreli-ખીજડીયા બ્રોડગેજ રેલવે લાઇનનું કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું
    • ગુરુવારે Rohini Nakshatraમાં કરવા ચોથ ઉત્તમ ફળ આપનાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»મહાન planet Jupiter મહારાજનો સૂર્ય-રાશિ સિંહમાં પ્રવેશ : પં.ડો. હિતેષ એ. મોઢા
    લેખ

    મહાન planet Jupiter મહારાજનો સૂર્ય-રાશિ સિંહમાં પ્રવેશ : પં.ડો. હિતેષ એ. મોઢા

    Vikram RavalBy Vikram RavalOctober 27, 2026No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પં.ડો. હિતેષ એ. મોઢા જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ,

    ત્રિપલ ગોલ્ડ મેડાલિસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત

    પોરબંદર ખાતેના પ્રસિદ્ધ જ્યોતિષ-વાસ્તુજ્ઞ પં.ડો. હિતેષ મોઢા જણાવે છે કે તા. ૩૧-૧૦-૨૦૨૬ના રોજ ગુરુ સિંહમાં પ્રવેશ કરશે. આ ભ્રમણ તા. ૨૬-૧૧-૨૦૨૭ સુધી રહેશે.

    પંચમ, ચતુષ્પાદ, અતિ વિલક્ષણ બુદ્ધિશાળી, તથા અંતર્મુખી, અગ્નિ તત્ત્વની રાશિ સિંહ. આ રાશિની મુખ્ય દિશા પૂર્વ અને આધિપત્ય અધિકારિક, સરકારી, શાસકીય, નેતૃત્વ ક્ષેત્રમાં વિશેષ હોય છે.

    ગુરુ, વિત્ત, આર્થિક, લાભાલાભ, સાંસારિક સુખ, સંતાન સુખ, ગુરુ કૃપા, ગુરુ વિદ્યા, વિદ્યા, શિક્ષણ, વ્યાપાર-વાણિજ્ય, ઉદ્યોગ, ઔદ્યોગિક નીતિઓ, આંતરરાષ્ટ્રીય વ્યાપાર, પેટ્રોલિયમ, વિનિમય, વિત્તમુદ્રા, ધર્મ, તત્ત્વદર્શન, અખંડ આરોગ્ય, મેદ, સ્વાધિષ્ઠાન ચક્ર, સત્વ, તાસીર, ઈશાન કોણ, આકાશ તત્ત્વનો કારક ગુરુ ગ્રહનું અગ્નિ તત્ત્વની, ક્ષત્રિય વર્ણે સ્થિર રાશિ સિંહમાં ભ્રમણ થાય ત્યારે પૃથ્વીના પટ પર અગ્નિ તથા આકાશ તત્ત્વના સંયોજિત ફળરૂપ તત્ત્વ/તત્ત્વો વધુ ને વધુ કાર્યશીલ થાય છે. આકાશ તત્ત્વથી પિત્ત પ્રકૃતિ દૂષિત થતી હોય કે એવી મિશ્ર તાસીરવાળાએ ખાસ સાચવવું. અથવા બીજા શબ્દોમાં કહીએ તો અગ્નિ રાશિનો મહાભૂત અગ્નિ પ્રબળ થતાં આ રાશિ તેમજ અગ્નિ તત્ત્વપ્રધાન અને આકાશ તત્ત્વપ્રધાનવાળી તમામ વસ્તુઓમાં પ્રચંડ ચડાવ આવવાની સંભાવના વ્યક્ત કરી શકાય છે. અહીં સિંહ રાશિમાં ગુરુનું મિલન વિશિષ્ટ યોગનો પણ કારક બને છે સાથે. અમુક રાજ્યમાં વિવાહ જેવા માંગલ્ય પ્રસંગ માટે ત્યાજ્ય પણ મનાય છે. સિંહ રાશિનો ગુરુ માત્ર ભૌતિક તેજી નથી લાવતો, પરંતુ હિંદુ આવિષ્કૃત પ્રાકૃત વિજ્ઞાનના પુનરુત્થાનનો એક વિશેષ કાળખંડ નિર્માણ કરે છે. આ કાળખંડમાં ખોટા અર્થઘટનોનો જે ભ્રમ ફેલાયેલો છે, તેનું નિરાકરણ કરવા માટે વિદ્વાન અને સત્યનિષ્ઠ વિચારકો આગળ આવશે. અધ્યાત્મ ક્ષેત્રે તર્ક અને શ્રદ્ધાનું અનોખું સંતુલન જોવા મળશે, ભવિષ્યમાં નવી પેઢીને તમામ પ્રાકૃત વિજ્ઞાન તરફ વાળવા માટે પ્રેરક બનશે.

    અગ્નિ/આકાશ તત્ત્વથી સંયોજિત તત્ત્વ કે પદાર્થ, વસ્તુ-ગુણને લઈ કોઈ નવા દૃશ્ય/ચિત્ર/પરિમાણ જોવા મળવાની સંભાવના. કેમિકલ અને ફ્યુઅલને સંબંધિત કોઈ ઘટના ઘટે, કે વિવાદ આવવા સંભવ. પેટ્રોલિયમના ભાવને લઈ પરિવર્તન આવે તેવી સંભાવના નકારી શકાતી નથી. પર્યાવરણ, સરહદ વિવાદ લઈને કોઈ મેટર સામે આવે. અગ્નિ એશિયા-યુરોપીય દેશમાં કોઈ મોટું આંદોલન જોવા મળશે. સિંહનો ગુરુ પણ બહુ ઓછા અંશે તોફાન, મહા ડમરી, મહા વંટોળિયા તથા ધરતીકંપ, સમુદ્રમાં કંપ કે સુનામીનો કારક મનાય છે.

    અગ્નિ અને આકાશ તત્ત્વના અતિરેકને કારણે પર્યાવરણીય સંતુલન જાળવવું એ સમયની માંગ રહેશે. આ સમયગાળા દરમિયાન ગ્લોબલ વોર્મિંગની અસરોને કારણે જંગલોમાં આગ કે અચાનક બદલાતા મોસમી મિજાજ પ્રત્યે સાવધ રહેવું અનિવાર્ય છે. પૃથ્વી તત્ત્વપ્રધાન જાતકોએ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પોતાની દિનચર્યામાં સાત્વિક આહાર અને યોગિક પ્રક્રિયાઓનું પાલન કરવું, જેથી વધતા પિત્ત પ્રકોપથી બચી શકાય.

    વિશ્વનો મધ્ય, તથા અગ્નિ એશિયા, પહાડી, જંગલો કે પહાડો-કોતરવાળો પ્રદેશ. ખાસ કરીને, વિશ્વ તથા ભારતમાં ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, બર્મા-સીમા સુધી આ ભ્રમણથી વિશેષ પ્રભાવિત છે. તેમજ વાસ્તુ/જ્યોતિષ આધારિત પશ્ચિમ દિશા પણ આ ભ્રમણથી પ્રભાવિત થશે… આ ક્ષેત્રોમાં ચડાવ-ઉતાર આવવા સંભવ.. તથા એટોમિક પ્લાન્ટ કે એનર્જીને લઈને કોઈ મેટર બનવા સંભવ. કોઈ ચોક્કસ ધાતુને લઈને વિવાદ સંભવ.

    પં.ડો. હિતેષ મોઢા વધુમાં જણાવતાં કહે છે ગુરુ તથા રાશિના સીધા અસરગ્રસ્ત પ્રદેશ જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, મધ્ય રશિયા, મધ્ય યુરોપ, ગ્રીસ, ઈટાલી, મેસેડોનિયા, મેડિટેરેનિયન પ્રદેશ, ઉત્તર ઓસ્ટ્રેલિયા, પૂર્વ , અને ફ્લોરિડા, મેક્સિકો છે. વિશ્વ તથા ભારતીય બજારમાં સરેરાશ ગરમાવો રહે, ધાન્યમાં ઘઉં અને જવ, મકાઈ, મગફળી, તેલીબિયાંમાં ગરમાવો. સોના-ચાંદીમાં ગરમી-નરમીનો, તામ્રમાં ગરમાવાની સંભાવના. ધાતુ બજારમાં ગરમાવાની સંભાવના. શેરબજારમાં મોટી ઉથલપાથલ સંભવ છે. સાથે રિયલ એસ્ટેટ (જમીન-મકાન) ક્ષેત્રે મંદીની અસર વધવાની સંભાવના પણ નકારી શકાતી નથી.

    ગોચરમાં ગુરુ વિશિષ્ટ પ્રકારે યોગકારક થતો હોવાથી અગ્નિ (ઊર્જા) તથા આકાશી તત્ત્વવાળા વ્યાપાર અને ઉદ્યોગમાં પૂરબહારમાં વેગ આવવાની સંભાવના. તેમજ વિશુદ્ધ તેમજ સંયોજિત અગ્નિ તત્ત્વને લઈને કોઈ મોટા ઉદ્યોગ-ગૃહમાં અનેકવિધ નવા સમીકરણો જોવા મળે. ખાસ કરીને વિજાણુ યંત્ર, ઓટોમોબાઈલ તથા હોટેલ-ફૂડ ઉદ્યોગમાં તેજી આવવાની વકી. તેમજ ટ્રેડર્સ માટે ગુરુનું આ ભ્રમણ અતિ લાભદાયી નીવડશે.

    કમ્પ્યુટર/એલઈડી ટીવી/મોબાઈલ/ડીવીડી જેવા વિજાણુ યંત્રોમાં ભાવો ઘટવા સંભવ સાથે ટેલિકોમ્યુનિકેશન-ઈન્ટરનેટ જેવી સેવામાં તીવ્ર સ્પર્ધાની સંભાવના અને અંકુશ નીતિની શક્યતા નકારી શકાતી નથી. પાવર કે એનર્જી જેવી બાબત સરેરાશ રહેશે. અગ્નિ એશિયાઈ દેશો સાથે સુમેળનો યોગ્ય સમય, આ દેશોમાં વેપાર-વાણિજ્યની વ્યાપક તક અને સફળતા સાંપડે.

    ગુરુ ગ્રહ અને સિંહ રાશિ, બંને એકાઉન્ટ, એડમિનિસ્ટ્રેશન, ગવર્નમેન્ટ જોબ, રાજદૂત, ફોરેન અફેર્સ તેમજ વેપાર-વાણિજ્યનો કારક મનાતા હોવાથી આ ક્ષેત્રોમાં અનેકવિધ વિધાયક પરિણામો જોવા મળવા સંભવ.

    રાજકીય ક્ષેત્રે આ ભ્રમણ અત્યંત પ્રભાવશાળી છે. સિંહ રાશિ એ સત્તા અને નેતૃત્વનું કેન્દ્ર હોવાથી, વિશ્વના મોટાભાગના લોકશાહી દેશોમાં નેતૃત્વની સ્ટાઈલમાં પરિવર્તન આવશે. જે નેતાઓ પરંપરાગત નીતિઓથી અલગ જઈને લોકકલ્યાણલક્ષી અને રાષ્ટ્રવાદી અભિગમ અપનાવશે, તેમને જનતાનો બહોળો ટેકો મળશે. વહીવટી સ્તરે અમલદારશાહીમાં પણ નવી ઊર્જા અને કડક નિયમન જોવા મળી શકે છે.

    ઉપરાંત શૈક્ષણિક સંસ્થા/કોલેજ/યુનિવર્સિટી/આશ્રમ તથા કથિત સંત સંબંધિત કોઈ ચોક્કસ વિવાદ થવા સંભવ તેમજ કોઈ ચોક્કસ વિદેશી નીતિ સંબંધિત નવા નવા દૃશ્યોની સંભાવના. પિત્તપ્રકૃતિના રોગની સંભાવના… અગ્નિ તત્ત્વવાળા જાતકો માટે ઉત્તમ સમય, પણ પૃથ્વી તત્ત્વવાળા જાતકોએ વિશેષ કાળજી લેવી… સ્વાધિષ્ઠાન ચક્ર પર આ ભ્રમણનો સીધો પ્રભાવ હોવાથી યોગિક ક્રિયા વડે આ ચક્રનું નિયમન કરવું. રહેણાંક-ઔદ્યોગિક-શૈક્ષણિક પરિસરમાં પૂર્વ દિશાના વાસ્તુદોષથી વિશેષ સાચવવું.

    પં.ડો. હિતેષ મોઢાના અભ્યાસ અનુસાર સિંહ રાશિસ્થિત ગુરુનું રાશ્યાદિ ફળ

    મેષ – નવા સંબંધ બનવા પામે, વિખૂટા પડેલા સંબંધો ફરીથી વિકસિત થાય. ધંધા-વ્યવસાયીઓ માટે યોગ્ય સમય. વેપાર ક્ષેત્રે ધનલાભની સંભાવના. ધનસંચયની સંભાવના અને કર્મચારી વર્ગને અચાનક બદલીના યોગ, વિદ્યા ક્ષેત્રે યોગ્ય સમય, મધ્યમ વર્ગ/નવસાહસિક માટે લાભદાયી.

    વૃષભ – અણધાર્યા આર્થિક લાભ સાથે સ્થાવર-જંગમ સંપત્તિમાં વધારો થવા સંભવ. લગ્ન-વેવિશાળના યોગ, સાથે કૌટુંબિક સુખમાં વધારો, નવા વાહન યોગ, વિદેશ યોગ. સાથે છૂપા શત્રુઓથી જાળવવું.

    મિથુન – દામ્પત્ય જીવનમાં ખાસ તકેદારી લેવી. છૂટાછેડા કે લગ્નભંગની સંભાવના. ભંગ થયેલા યુવક-યુવતી માટે પુનઃ સંબંધ માટે યોગ્ય સમય. પિત્તપ્રકોપથી બચવું, રાજ્ય તરફથી સન્માન, વિત્ત-સંપત્તિ સાથે સ્થાવર મિલકતના યોગ. અન્ય ક્ષેત્રે મિશ્ર ફળ રહેશે.

    કર્ક – ધનસંચય માટે અને ધન પ્રાપ્તિના અનેક દ્વાર-દિશાની પ્રાપ્તિ. ભાગ્યોદય જેવો બહુવિધ લાભ. આવક/સંપદામાં અકલ્પનીય વધારો, તથા આકસ્મિક ધનલાભ. મિત્રો કે સ્ત્રી વર્ગથી ઉન્નતિ કે લાભ. ભાગ્ય ઉન્નતિ, આરોગ્ય નિરામય રહે. વિદેશાગમનની સંભાવના, વિદેશથી લાભ, સ્થાવર સંપત્તિના વિશેષ યોગ, પ્રણય, વિદ્યાભ્યાસ જેવા ક્ષેત્રે લાભ રહે.

    સિંહ – ધનલાભમાં સરેરાશ અથવા સાનુકૂળ રહેશે. અન્યેતર સંબંધોમાં ખાસ સાચવવું, દૂષિત યોગવાળા જાતકોએ ખાસ કાળજી રાખવી. તેમજ આ રાશિના જાતકો માટે આ સમય સરેરાશ છે. સાથે આગામી ભવિષ્ય માટે પ્લાનિંગનો યોગ્ય સમયગાળો.

    કન્યા – ધીરજ અને તકેદારી માંગી લે તેવો સમય. આ ભ્રમણ શારીરિક, માનસિક, સાંસારિક, આર્થિક સ્તરે ખલેલ તથા ઈજા પહોંચાડે તેવી સંભાવના. નોકરિયાત અને શિક્ષકગણે ખાસ સંભાળવું, હકાલપટ્ટી કે સ્થાનફેરના યોગ. ઉપરાંત અનેક હિતશત્રુઓથી દખલ થવા સંભવ.

    તુલા – નવી તકો તથા અનેક પ્રકારે લાભ થવા સંભવ. ધંધામાં સ્થિરતાની શરૂઆત. મિત્રો દ્વારા લાભ. અધ્યાત્મનો ઉદય.

    વૃશ્ચિક – કર્મ તથા સંપદા, ધંધાના વિસ્તરણ માટે યોગ્ય સમય.. ઉતાવળે કોઈ કામ ન કરવું. દક્ષિણ દિશાના દોષથી સાચવવું, દસમા સ્થાનેથી ગુરુનું ભ્રમણ સરેરાશ ફળદાયી નીવડે, સંતાન સુખ સાથે સ્થાનિક તથા વિદેશ પ્રવાસ.

    ધન – દામ્પત્ય જીવનના સુખમાં વધારો, આત્મવિશ્વાસ, નવી ઊર્જા, તાજગી બક્ષનાર. નવમા સ્થાને ગુરુવાળા જાતકોને આકસ્મિક ફાયદા, નૈર્ઋત્ય તથા દક્ષિણ દિશાથી લાભ કે નવી તકોની સંભાવના. મેદ, થાપા સંબંધિત બીમારીથી સાવચેત રહેવું.

    મકર – ભાગીદારો સાથે મનદુઃખ થવા સંભવ, વહેમ તથા અગમનિગમથી સાવચેત રહેવું. લગ્નજીવનમાં સંભાળવું. પિત્ત-કફની મિશ્ર તાસીરવાળા જાતકોએ વિશેષ કાળજી લેવી.

    કુંભ – જીવનસાથીની વિશેષ કાળજી લેવી. અહીં આ રાશિને આ ભ્રમણ મિશ્ર ફળ આપે છે આથી યથામતિ વિચાર કરવો. ધનલાભ, ધનસંચયના પણ યોગો બને છે. ધાર્મિકતા, આધ્યાત્મિકતા તરફ નવી દિશા સાંપડે. આ રાશિના સંત-મહંતોએ ખાસ સાચવવું..

    મીન – પારિવારિક સંબંધોમાં મધુરતા અને સંવાદિતા, મિત્રો-સ્નેહીઓથી લાભ તેમજ અંતર રાખવું હિતાવહ રહેશે. નજીકના સ્નેહીઓ કે સગાં તરફથી ખરાબ અનુભવ થવા પામે. આ સિવાય મીન રાશિ માટે આ ભ્રમણ ઉત્તમોત્તમ રહેશે.

    આ ફળકથન સામાન્ય હોવાથી, અંતિમ માનવું નહીં. વિશેષ તથા સચોટ સંભાવના વ્યક્ત કરવા માટે જાતકની જન્મ/ચંદ્ર કુંડળીનો સૂક્ષ્મ અભ્યાસ પણ એટલો જ જરૂરી હોય છે.

    planet Jupiter
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleCID અને આહટના નિર્માતા બી.પી. સિંહનું નિધન
    Next Article Junagadh: સખી વન સ્ટોપ સેન્ટરમાંથી ફરાર થયેલી બાંગ્લાદેશી મહિલા અંકલેશ્વરથી ઝડપાઈ
    Vikram Raval
    • Website

    Related Posts

    ટેક્નોલોજી

    Smartwatch accuracy Gujarati: જાણો Fitness Trackingનું અસલી સત્ય!

    October 23, 2026
    લેખ

    આજે-ગુરુવારે Pashankusha Ekadashiનું મહત્વ

    October 21, 2026
    લેખ

    દશરથ-દશાનન અને Dussehraનો આધ્યાત્મિક અર્થ

    October 19, 2026
    લેખ

    દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?

    October 17, 2026
    લેખ

    ઓક્ટોબર ૧૬ – World Food Day

    October 15, 2026
    લેખ

    પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana

    October 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,020
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,100
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹192,080
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-10-2026 22:45
    Categories
    Latest News

    Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    October 27, 2026

    આજનું પંચાંગ

    October 27, 2026

    આજનું રાશિફળ

    October 27, 2026

    Rajkot: માધાપર સહિત સેન્ટ્રલ ઝોનના છ વોર્ડમાં ૪૫.૭૬ કરોડના ખર્ચે નવા ડામર રોડ બનશે

    October 27, 2026

    Junagadh કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીવિઝન ગુજરાતનું ચોથું રાજ્યસ્તરીય અધિવેશન યોજાયું

    October 27, 2026

    Amreliના ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય વિસ્તર્યું !

    October 27, 2026
    Search
    Main News

    ઉત્તર પ્રદેશના મેરઠમાં બહુચર્ચિત બ્લુ ડ્રમ હત્યા કેસમાં Allahabad High Courtમાં સુનાવણી યોજાઈ

    October 27, 2026

    જ્યાં સુધી સીઈસી રાજીનામું ન આપે ત્યાં સુધી વિપક્ષ અટકશે નહીં, વિપક્ષના નેતા Rahul Gandhi

    October 27, 2026

    Cyclone Arnabને કારણે ઉત્તર પ્રદેશમાં તોફાન અને વરસાદની ચેતવણી જારી

    October 27, 2026

    Amit Shah પર ટિપ્પણીઓ સંબંધિત કેસમાં રાહુલ ગાંધી માનહાનિના કેસમાં નિર્દોષ જાહેર

    October 26, 2026

    Pm Modiના પિતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ખડગેનો વિરોધ,પટના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

    October 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    October 27, 2026

    આજનું પંચાંગ

    October 27, 2026

    આજનું રાશિફળ

    October 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.