Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    October 27, 2026

    આજનું પંચાંગ

    October 27, 2026

    આજનું રાશિફળ

    October 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: માધાપર સહિત સેન્ટ્રલ ઝોનના છ વોર્ડમાં ૪૫.૭૬ કરોડના ખર્ચે નવા ડામર રોડ બનશે
    • Junagadh કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીવિઝન ગુજરાતનું ચોથું રાજ્યસ્તરીય અધિવેશન યોજાયું
    • Amreliના ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય વિસ્તર્યું !
    • Amreli-ખીજડીયા બ્રોડગેજ રેલવે લાઇનનું કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું
    • ગુરુવારે Rohini Nakshatraમાં કરવા ચોથ ઉત્તમ ફળ આપનાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbiમાં ખનીજ રેડ કરવા ગયેલી ટીમ સાથે માથાકૂટ કરી વાહનો છોડાવી ગયા, સેવા સદનમાં ભૂસ્તરશાસ્ત્રીને ધમકી
    મોરબી

    Morbiમાં ખનીજ રેડ કરવા ગયેલી ટીમ સાથે માથાકૂટ કરી વાહનો છોડાવી ગયા, સેવા સદનમાં ભૂસ્તરશાસ્ત્રીને ધમકી

    Vikram RavalBy Vikram RavalOctober 27, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ખનીજ ચોરો બેફામ બન્યા, એસપી કચેરી નજીક સરકારી અધિકારીને મારી નાખવાની ધમકીથી ખળભળાટ

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૨૭ઃ

    Morbiમાં ચોરી, લૂંટ જેવા ગુનાઓ સામાન્ય બની ગયા છે પોલીસનો કોઈ ડર રહ્યો ના હોય તેમ ગુનેગારો બેફામ બની ગયા છે તો હવે ખનીજ ચોરો પણ ફાટીને ધુમાડે ગયા છે સાદુળકા નજીક રેડ કરવા ગયેલી ટીમ સાથે માથાકૂટ કરી જપ્ત કરેલ વાહનો છોડાવી ગયા હતા એટલું જ નહિ સેવા સદન કચેરીમાં આવી ભૂસ્તરશાસ્ત્રીની ગાડી રોકાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી મોરબી તાલુકા અને બી ડીવીઝન પોલીસે અલગ અલગ બે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

    Morbiની વૃંદાવન સોસાયટીમાં રહેતા અને મોરબી માઈન્સ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ હસમુખભાઈ કંદોઈ (ઉ.વ.૩૨) વાળાએ આરોપીઓ જયદીપસિંહ જીવુભા ઝાલા ઉર્ફે મુન્નાસિંહ, માનવેન્દ્રસિંહ બલભદ્રસિંહ ઝાલા, હરદીપસિંહ દિલીપસિંહ જાડેજા અને પ્રવીણભાઈ જીવાભાઈ તેમજ અજાણ્યો ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૬ ના રોજ ફરિયાદી સાથે માઈન્સ સુપરવાઈઝર કર્મચારી વીરપાલસિંહ સતુભા જાડેજા, સિક્યુરીટી ગર્દ ધ્રુવરાજસિંહ કનકસિંહ જાડેજા, ગીરીરાજસિંહ કનકસિંહ જાડેજા બધા ભૂસ્તરશાસ્ત્રીની ટેલીફોનીક સુચનાને પગલે જુના સાદુળકા મચ્છુ નદી પટ્ટ વિસ્તારમાં રેડ કરી હતી જ્યાં એક ટ્રેક્ટર-લોડર મશીન અને બે ડમ્પર જોવા મળ્યા હતા ટ્રેક્ટર લોડરના ડ્રાઈવરની પૂછપરછ કરતા નામ પ્રવીણ જીવાભાઈ જણાવ્યું અને લોડર માલિક મોહનસિંહ ફતુભા ઝાલા ઉર્ફે અટી હોવાનું જણાવ્યું હતું અને રેતી ખનીજ ડમ્પરમાં ભરતા હોવાનું જણાવ્યું હતું જેથી ગેરકાયદે ખનીજ ખનન અને સંગ્રહ કરતા હોવાથી ટ્રેક્ટર લોડર અને બંને ડમ્પર તેમજ એક્સવેટર મશીન બિનવારસી હાલતમાં છોડી જતા રહ્યા અને ચારેય વાહનો સીઝ કર્યા હતા મશીનરી તાલુકા પોલીસ મથક મોરબી ખાતે રાખવા જરૂરી તજવીજ કરતા હતા ત્યારે કાળા કલર સ્કોર્પીઓ કાર અને સફેદ કલરની એન્ડેવર કાર આવી જેમાંથી ત્રણ ઈસમો ઉતર્યા

    અમારી પાસે આવ્યા જેનું નામ પૂછતાં એક જયદીપસિંહ ઝાલા, બીજો માનવેન્દ્રસિંહ ઝાલા અને ત્રીજો હરદીપસિંહ જાડેજા હોવાનું જણાવ્યું હતું અને એક્સવેટર મશીન તેનું હોવાનું જણાવ્યું હતું ત્રણેય ભેગા મળીને બોલાચાલી કરી કબજે કરેલ એક્સવેટર મશીન અહીંથી નદી બહાર જવા નહિ દઈએ કહીને ગાળો આપી બોલાચાલી કરી ઝાપ્ઝાપી કરી હતી અને આરોપીઓએ ઢીકા પાટું માર માર્યો હતો તેમજ ધમકી આપી અમારા વાહન જમા લેશો તો સારા વાટ રહેશે નહિ બીજી વાર નદીમાં આવશો તો બધાને જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી દરમિયાન લોડર ડ્રાઈવર પ્રવીણભાઈ લોડર ભગાડી લઇ ગયો હતો સીઝર મેમાં મુજબ રૂ ૧૦ લાખ ગણેલ હતા બંને કારમાં આવેલ ત્રણેય ઈસમો નાસી ગયા સ્કોર્પીઓ કાર જીજે ૩૬ એજે ૧૬૮૧ અને બીજી કાર એન્ડેવર હતી જેના નંબર જોઈ શક્યા ના હત પરંતુ પાછળના કાચ પર માનવેન્દ્રસિંહ લખેલ હતું આમ આરોપીઓએ ટીમે સીઝ કરેલા વાહનો છોડાવી ધમકી આપી મારામારી કરી ફરજમાં રુકાવટ કરી હતી.

    સેવા સદન કમ્પાઉન્ડમાં સરકારી અધિકારી ભૂસ્તરશાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી

    બીજી ફરિયાદ મૂળ પાટણ જીલ્લાના માંડવીના વતની હાલ મોરબી સરકારી ક્વાર્ટરમાં રહેતા અને ભૂસ્તરશાસ્ત્રી તરીકે ફરજ બજાવતા જગદીશકુમાર સેમાંભાઈ વાઢેરે આરોપી બલભદ્રસિંહ ઉર્ફે બબભા જીવુભા ઝાલા રહે મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૬ ના રોજ બપોરે સાદુળકા ગામે મચ્છુ નદીના પટમાં અમુક ઈસમો ખનીજ ચોરી કરતા હોવાથી ટીમને મોકલી હતી અને ટીમ સાથે કેટલાક ઇસમોએ માથાકૂટ કરી જપ્ત કરેલા વાહન લઇ જઈને ભાગી ગયા હતા જેથી આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ કરવા જણાવ્યું હતું બાદમાં જીલ્લા મેજીસ્ટ્રેટ કચેરી ખાતે ખાણ ખનીજ વિભાગ કચેરીએ ફરિયાદી તેમજ તેના ડ્રાઈવર વિશાલભાઈ ચૌહાણ સરકારી વાહન બોલેરો જીજે ૧૮ જીસી ૦૫૭૫ લઈને કમ્પાઉન્ડમાંથી રવાના થતા હતા ત્યારે સાંજના સમયે એક સફેદ ફોર્ચ્યુનર કાર આવી જેમાંથી એક ભાઈ ઉતરી સરકારી ગાડી રોકી વાઢેર ભાઈ તમે છો પૂછતાં હા પાડી હતી જેથી તેને કેમ બપોરે મચ્છુ નદીના પટમાં અમારા વાહનો પકડ્યા કહીને ગાળો આપી તમે મને ઓળખતા નથી મારૂ નામ બલભદ્રસિંહ ઝાલા છે અને શિવશક્તિ લખેલી ગાડીઓ મારી છે મારા દીકરા અને મારા ભાઈ ઉપર કેમ પોલીસ ફરિયાદ લખાવો છો હું તમને જોઈ લઈશ તમે રોડ પર આવો એટલે તમારી ઉપર ગાડી ચડાવી દઈશ અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

    મોરબી જીલ્લા કલેકટર જ્યાં બેસે છે તે જીલ્લા કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં સરકારી અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી એટલું જ નહિ જીલ્લા પોલીસવડા કચેરી અહીંથી માત્ર થોડા ડગલા દુર છે પરંતુ ખનીજ ચોરોને પોલીસનો કોઈ ભય રહ્યો ના હોય તેમ જીલ્લાના ઉચ્ચ અધિકારીઓની કચેરી પાસે પહોંચી ખુલ્લેઆમ સરકારી અધિકારી ઉપર ગાડી ચડાવી દેવાની ધમકી આપે છે જે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરે છે અને પોલીસનો કોઈ ડર રહયો નથી તેની ચાડી ખાય છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi-માળિયામાં અપમૃત્યુના બનાવોમાં મહિલાઓ સહીત ત્રણના મોત
    Next Article Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજકાર્ય ભવન દ્વારા પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે ઐતિહાસિક MOU સંપન્ન
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi-માળિયામાં અપમૃત્યુના બનાવોમાં મહિલાઓ સહીત ત્રણના મોત

    October 27, 2026
    મોરબી

    Morbi: માળિયાના વવાણીયા ગામે લગ્નપ્રસંગના મનદુઃખ બાબતે બે જૂથ બાખડ્યા, સામસામી ફરિયાદ

    October 27, 2026
    મોરબી

    Wankanerના ખીજડીયા ગામે મારામારી, વાહનમાં નુકશાન કરી મરણતોલ ઈજાઓ કર્યાની ફરિયાદ

    October 21, 2026
    મોરબી

    Wankanerમાં તમારા ખાતામાં ભૂલથી રકમ ટ્રાન્સફર થઇ ગયાનું કહીને રૂ ૪૮ હજારની છેતરપીંડી

    October 21, 2026
    મોરબી

    Morbiના માંડલ નજીક કારખાનામાં ગેસ પ્લાન્ટ પાસે સફાઈ કરતી મહિલાનું ડમ્પર અડફેટે મોત

    October 21, 2026
    મોરબી

    Morbiમાં દુર્ગા પૂજા પંડાલમાં હાર્ટ એટેકથી આધેડનું મોત, અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત

    October 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,000
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,090
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹192,010
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-10-2026 21:42
    Categories
    Latest News

    Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    October 27, 2026

    આજનું પંચાંગ

    October 27, 2026

    આજનું રાશિફળ

    October 27, 2026

    Rajkot: માધાપર સહિત સેન્ટ્રલ ઝોનના છ વોર્ડમાં ૪૫.૭૬ કરોડના ખર્ચે નવા ડામર રોડ બનશે

    October 27, 2026

    Junagadh કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીવિઝન ગુજરાતનું ચોથું રાજ્યસ્તરીય અધિવેશન યોજાયું

    October 27, 2026

    Amreliના ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય વિસ્તર્યું !

    October 27, 2026
    Search
    Main News

    ઉત્તર પ્રદેશના મેરઠમાં બહુચર્ચિત બ્લુ ડ્રમ હત્યા કેસમાં Allahabad High Courtમાં સુનાવણી યોજાઈ

    October 27, 2026

    જ્યાં સુધી સીઈસી રાજીનામું ન આપે ત્યાં સુધી વિપક્ષ અટકશે નહીં, વિપક્ષના નેતા Rahul Gandhi

    October 27, 2026

    Cyclone Arnabને કારણે ઉત્તર પ્રદેશમાં તોફાન અને વરસાદની ચેતવણી જારી

    October 27, 2026

    Amit Shah પર ટિપ્પણીઓ સંબંધિત કેસમાં રાહુલ ગાંધી માનહાનિના કેસમાં નિર્દોષ જાહેર

    October 26, 2026

    Pm Modiના પિતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ખડગેનો વિરોધ,પટના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

    October 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    October 27, 2026

    આજનું પંચાંગ

    October 27, 2026

    આજનું રાશિફળ

    October 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.