(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૮ઃ
Morbiમાં રહેતા શ્રમિક યુવાને પોતાના મોબાઈલમાં એપ્લીકેશન મારફત બેલેન્સ ચેક કરતા બે ટ્રાન્ઝેકશન મારફત રૂ ૮૦ હજારની રકમ તેની જાણ બહાર કોઈએ ટ્રાન્સફર કરી લીધી હતી જેથી યુવાને બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
મૂળ બિહારના વતની હાલ મોરબીના વિસીપરા લાયન્સનગરમાં ભાડાના મકાનમાં રહેતા બડેલાલ પ્રસાદ ચંદ્રસેન પ્રસાદ (ઉ.વ.૨૯) નામના યુવાને બે યુપીઆઈ આઈડી ધારકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૮ ઓગસ્ટના રાત્રીના આડા અગિયાર વાગ્યે પોતાના ઘરે હોય ત્યારે મોબાઈલ નંબર પર ઇન્ટરનેટ ચાલુ કરી મોબાઈલ ફોનમાં ગૂગલ પે એપ્લીકેશનમાં બેંક ઓફ ઇન્ડિયા ગોપાલગંજ બિહાર બ્રાન્ચના એકાઉન્ટ નંબર લીંક છે અને ખાતામાં બેલેન્સ ચેક કરવા ગૂગલ પે એપ્લીકેશન ઓપન કરી હતી ખાતામાં કુલ રોકડ રૂ ૩,૩૬,૭૬૬ જેટલી બેલેન્સ હતી જેમાંથી આઈડી ૬૨૧૮૧૫૭૦૯૩૫૯ થી રાકેશ નામના વ્યક્તિએ ફોન્પે આઈડી દ્વારા રૂ ૫૦ હજાર અને આઈડી ૬૫૮૪૬૧૨૯૬૪૧૮ થી અમજતખાન વાળાએ રૂપિયા ૩૦ હજાર મળીને કુલ રૂ ૮૦,૦૦૦ ખાતામાંથી મેળવી લીધાનું જણાઈ આવ્યું હતું જેથી તુરંત ૧૯૩૦ સાયબર હેલ્પ લાઈન ઉપર ફરિયાદ નોંધાવી હતી યુવાનના બેંક ખાતામાંથી રૂ ૮૦ હજારની ઓનલાઈન છેતરપીંડી થયાની ફરિયાદ નોધાવી છે બી ડીવીઝન પોલીસે બીએનએસ કલમ ૩૧૮ અને આઈટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ ચલાવી છે
