(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૮ઃ
મોરબીના પ્રેમજીનગર ગામની બજારમાં યુવાનની કારમાં લોખંડ પાઈપ વડે ઘા મારી કાચમાં નુકશાન કરી બે ઇસમોએ યુવાનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
વાંકાનેરના આંબેડકરનગરના રહેવાસી અજયભાઈ વાઘજીભાઈ સુમેસરા (ઉ.વ.૩૩) નામના યુવાને આરોપીઓ રોહિત ગીરીશભાઈ ચાવડા રહે મહિકા તા. વાંકાનેર અને અનુભાઈ દેવશીભાઈ પરમાર રહે પ્રેમજીનગર તા. મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬ ના રોજ સાસુનું અવસાન થયું હતું જેથી લૌકિકે બનેવી નરેન્દ્રભાઈ ગાડી લઈને આવ્યા હતા તા. ૨૭ ના રોજ બપોરે ફરિયાદી અજય અને મિત્ર નીખીલ અરવિંદ ચૌહાણ બંને બનેવીની કાર જીજે ૩૬ એપી ૭૯૨૭ લઈને મોરબી જતા હતા વચ્ચે પ્રેમજીનગર અવેડા પાસે પહોંચ્યા ત્યારે આરોપી અનુભાઈ દેવશી પરમાર સામેથી રીક્ષા લઈને આવતો હતો જે જોઈ જતા રીક્ષા ગાડી પાસે લઈને આવી ઘસરકો કર્યો હતો તેમજ મહિકા ગામનો રોહિત પાઈપ લઈને ગાડીના આગળના કાચ પર પાઈપ મારી કાચ પર નુકશાન કર્યું હતું તેમજ બંને ઇસમોએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
બનાવનું કારણ એવું હતું કે પાંચેક માસ પૂર્વે રોહિતભાઈ વિરુદ્ધ ફરિયાદી કરી હતી જેનો ખાર રાખી બંને આરોપીઓએ હુમલો કરી કારનો આગળના કાચ તોડી નુકશાન કર્યું હતું તેમજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

