Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નવી તેજી સંદર્ભે Nifty Future 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 30, 2026

    આજનું પંચાંગ 

    October 30, 2026

    આજનું રાશિફળ

    October 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • નવી તેજી સંદર્ભે Nifty Future 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!
    • આજનું પંચાંગ 
    • આજનું રાશિફળ
    • Sardar Vallabhbhai Patel જન્મજયંતી વિશેષ
    • Rajkot: ગંજીવાડાના યુવકનો એસિડ પી ગટગટાવ્યું
    • Rajkot: બારવણ ગામે માસૂમને હવસનો શિકાર બનાવનાર હેવાનને કુદરતી મૃત્યુ સુધી કેદ
    • ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેની સભામાં Sardar Patel ’હૈદરાબાદ’ને જૂનાગઢમાંથી બોધપાઠ લેવા સલાહ આપેલી
    • Amreliના ખાંભા પંથકમાં સિંહ ધોળે દિવસે ગાયનું મારણ કર્યા બાદ નજીકના રહેણાંક મકાનમાં ઘૂસી ગયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે Rajkotમાં સૌરાષ્ટ્ર ઝોનના ૧૦ જિલ્લાના શાળા સંચાલકોનું મહાસંમેલન યોજાયું
    રાજકોટ

    સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે Rajkotમાં સૌરાષ્ટ્ર ઝોનના ૧૦ જિલ્લાના શાળા સંચાલકોનું મહાસંમેલન યોજાયું

    Vikram RavalBy Vikram RavalOctober 30, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શિક્ષણ સુધારા વિધેયક૨૦૨૬ની જોગવાઈઓની સમીક્ષા, વ્યાજબી આરટીઈ ભરપાઈ, એફઆરસીમાં એકરૂપતા અને વહીવટી પ્રક્રિયાઓ સરળ બનાવવા માંગ

    Rajkot તા.૩૦ઃ

    સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત દ્વારા Rajkotના હેમુ ગઢવી ઑડિટોરિયમ ખાતે સૌરાષ્ટ્ર ઝોનના ૧૦ જિલ્લાના શાળા સંચાલકોનું મહાસંમેલન તા. ૩૦ ઓકટોબરને શુક્રવારના રોજ યોજાયું હતું. સંમેલનમાં સ્વનિર્ભર શાળાઓની સ્વાયત્તતા, આર્થિક સદ્ધરતા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સંકળાયેલા પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરી સરકાર સમક્ષ નક્કર અને સમયબદ્ધ નિરાકરણની માંગ કરવામાં આવી હતી.

    મહામંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે ગુજરાતની ૧૭,૦૦૦થી વધુ સ્વનિર્ભર શાળાઓ રાજ્યના શૈક્ષણિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આ શાળાઓના હિત, અધિકારો અને સ્વાયત્તતાના રક્ષણ માટે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી, જેના કારણે રાજ્યભરના શાળા સંચાલકોમાં ભારે નારાજગી પ્રવર્તી છે.

    મહામંડળના અધ્યક્ષ ભરતભાઈ ગાજીપરાએ તેમની માંગણીઓ અંગે જણાવ્યું હતું કે માધ્યમિક શિક્ષણ બોર્ડના સુધારા વિધેયક૨૦૨૬ની સ્વનિર્ભર શાળાઓને અસર કરતી જોગવાઈઓ અંગે રજૂ કરાયેલા વાંધાઓની સમીક્ષા કરી જરૂરી સ્પષ્ટતા અને સુધારા કરવામાં આવે. શાળાઓની કાયદેસરની સ્વાયત્તતા, વહીવટી અધિકારો અને શૈક્ષણિક સ્વતંત્રતાનું રક્ષણ થાય તથા શાળાઓને અસર કરતા નીતિગત નિર્ણયો લેતાં પહેલાં મહામંડળ સાથે અર્થપૂર્ણ ચર્ચા કરવામાં આવે તેવી સરકાર અને શિક્ષણ વિભાગ સમક્ષ માંગ છે.

    મહામંડળના પ્રમુખ જતીનભાઈ ભરાડે જણાવ્યું હતું કે રાજ્યના ચારેય એફઆરસી () ઝોનની સમિતિઓની નિર્ણયપ્રક્રિયા અને માપદંડોમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવી જરૂરી છે. સમાન પરિસ્થિતિ ધરાવતી શાળાઓ માટે સમાન અને પારદર્શક માપદંડો અમલમાં મૂકવામાં આવે, ફી દરખાસ્તોનો નિર્ધારિત સમયમર્યાદામાં નિકાલ થાય અને શાળાઓના વાસ્તવિક સંચાલન ખર્ચને યોગ્ય મહત્ત્વ આપવામાં આવે તેવી તેમણે રજૂઆત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ફીનું નિયમન થવું જોઈએ, બિનજરૂરી નિયંત્રણ નહીં. નિયમન ન્યાયસંગત, ખર્ચ આધારિત અને શાળાઓની કાયદેસરની સ્વાયત્તતા જાળવનારું હોવું જોઈએ.

    મહામંડળના મહામંત્રી મનહરભાઈ રાઠોડે આરટીઈ () હેઠળ પ્રવેશ મેળવનાર નબળા અને વંચિત વર્ગના બાળકોને શિક્ષણ આપતી સ્વનિર્ભર શાળાઓની ભરપાઈનો મુદ્દો રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શાળાઓને માત્ર ટોકન રકમ ચૂકવવાને બદલે વાસ્તવિક ખર્ચને અનુરૂપ વ્યાજબી અને ન્યાયસંગત ભરપાઈ મળવી જોઈએ.

    મહામંડળના ઉપાધ્યક્ષ અવિનાશભાઈ પટેલે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓ અને શિક્ષણ વિભાગની વહીવટી પ્રક્રિયાઓ સરળ, પારદર્શક અને સમયબદ્ધ બનાવવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શાળાની મંજૂરી, માન્યતા, વર્ગવધારો તથા અન્ય વહીવટી બાબતોમાં બિનજરૂરી દસ્તાવેજી કામગીરી, વારંવાર રજૂઆતો કરવાની ફરજ અને નિર્ણયોમાં થતો વિલંબ દૂર થવો જોઈએ. સરકારી પરિપત્રો અને સૂચનાઓનો સમગ્ર રાજ્યમાં સ્પષ્ટ અને એકરૂપ અમલ થાય તથા અરજીઓ અને રજૂઆતોના નિકાલ માટે જવાબદાર અધિકારી અને નિશ્ચિત સમયમર્યાદા નક્કી કરવામાં આવે તેવી પણ તેમણે માંગ કરી હતી.

    મહામંડળના ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ અજયભાઈ પટેલે આગામી કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરતાં જણાવ્યું હતું કે મહામંડળની પ્રથમ પ્રાથમિકતા સરકાર સાથે સંવાદ દ્વારા પ્રશ્નોનો ઉકેલ મેળવવાની છે. સૌરાષ્ટ્ર ઝોનના મહાસંમેલન, અન્ય ઝોનના કાર્યક્રમો અને દિવાળી બાદ ગાંધીનગર ખાતે સામૂહિક રજૂઆત દ્વારા સરકાર સમક્ષ પ્રશ્નો મૂકવામાં આવશે. તેમ છતાં નક્કર અને સમયબદ્ધ ઉકેલ નહીં મળે તો અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર તા. ૯ અને ૧૦ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ રાજ્યવ્યાપી બે દિવસ શાળાઓ બંધ રાખીને વિરોધ નોંધાવવાની દિશામાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.

    મહામંડળના હોદ્દેદારોએ સ્પષ્ટ કર્યું હતું કે, ‘‘અમે સરકાર સાથે સંવાદ અને સહકારથી પ્રશ્નો ઉકેલવા ઇચ્છીએ છીએ. અમારી માંગ કોઈ વિશેષ છૂટછાટની નથી; ન્યાયસંગત ફી નિયમન, વાસ્તવિક ખર્ચ આધારિત આરટીઈ ભરપાઈ, એફઆરસીમાં એકરૂપતા, વહીવટી પારદર્શિતા અને શાળાઓની કાયદેસરની સ્વાયત્તતાનું રક્ષણ થાય તે અમારી માંગ છે. હવે માત્ર આશ્વાસનોને બદલે નક્કર નિર્ણયો અને સમયબદ્ધ અમલીકરણ જરૂરી છે.’’

    સમાન પ્રશ્ને સમાન નિર્ણયના અભિગમ સાથે યોજાયેલા આ મહાસંમેલનમાં સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લાના શાળા સંચાલકોએ ઉપરોક્ત મુદ્દાઓ અને આગામી રણનીતી અંગે ચર્ચા અને વિચારણા કરી હતી. સૌરાષ્ટ્ર કક્ષાનું આ અધિવેશન સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ Rajkotના યજમાન પદે સફળતાપૂર્વક યોજાયું હતું. આ માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ શ્રી ડી. વી. મહેતા અને પ્રમુખ શ્રી અવધેશભાઈ કાનગડની આગેવાનીમાં મંડળના કારોબારી સભ્યો અને હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar જિલ્લા પોલીસની ટ્રાફિક ડ્રાઇવ: એક જ દિવસમાં ૧૨ ડ્રિંક એન્ડ ડ્રાઇવ સહિત ૧૪૦થી વધુ કાર્યવાહી
    Next Article Gondalની યુનિટી સિમેન્ટ ફેક્ટરીમાં શ્રમિકના મોત મામલે તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલાની તંત્ર સમક્ષ અરજી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ગંજીવાડાના યુવકનો એસિડ પી ગટગટાવ્યું

    October 30, 2026
    રાજકોટ

    Rajkot: બારવણ ગામે માસૂમને હવસનો શિકાર બનાવનાર હેવાનને કુદરતી મૃત્યુ સુધી કેદ

    October 30, 2026
    રાજકોટ

    Rajkotમાં વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો, ૭ મહિલા સહિત કુલ ૧૧ ઝડપાયા

    October 30, 2026
    રાજકોટ

    Rajkot સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ સેવામાં ‘‘ચલ યાર ધક્કા માર‘‘ જેવા દ્રશ્યો સર્જાયા

    October 29, 2026
    રાજકોટ

    Rajkot: મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ, એક કરોડની મતા બળીને ખાખ

    October 29, 2026
    રાજકોટ

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ, ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,350
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹125,900
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,730
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-10-2026 21:32
    Categories
    Latest News

    નવી તેજી સંદર્ભે Nifty Future 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 30, 2026

    આજનું પંચાંગ 

    October 30, 2026

    આજનું રાશિફળ

    October 30, 2026

    Sardar Vallabhbhai Patel જન્મજયંતી વિશેષ

    October 30, 2026

    Rajkot: ગંજીવાડાના યુવકનો એસિડ પી ગટગટાવ્યું

    October 30, 2026

    Rajkot: બારવણ ગામે માસૂમને હવસનો શિકાર બનાવનાર હેવાનને કુદરતી મૃત્યુ સુધી કેદ

    October 30, 2026
    Search
    Main News

    ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેની સભામાં Sardar Patel ’હૈદરાબાદ’ને જૂનાગઢમાંથી બોધપાઠ લેવા સલાહ આપેલી

    October 30, 2026

    Fraud Detection શું છે? જાણો AI કેવી રીતે ઓનલાઈન છેતરપિંડીથી બચાવે છે

    October 30, 2026

    સંમતિથી બંધાયેલા યૌન સંબંધ દુષ્કર્મ ન ગણાય : Supreme Court

    October 30, 2026

    મોદીજી ત્રણ વખત PM બન્યા અને ચોથી વખત પણ બનશે

    October 30, 2026

    PM Modiએ લોકોને પાણી અને વીજળી બચાવવા કરી અપીલ

    October 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    નવી તેજી સંદર્ભે Nifty Future 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 30, 2026

    આજનું પંચાંગ 

    October 30, 2026

    આજનું રાશિફળ

    October 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.