Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નવી તેજી સંદર્ભે Nifty Future 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 30, 2026

    આજનું પંચાંગ 

    October 30, 2026

    આજનું રાશિફળ

    October 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • નવી તેજી સંદર્ભે Nifty Future 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!
    • આજનું પંચાંગ 
    • આજનું રાશિફળ
    • Sardar Vallabhbhai Patel જન્મજયંતી વિશેષ
    • Rajkot: ગંજીવાડાના યુવકનો એસિડ પી ગટગટાવ્યું
    • Rajkot: બારવણ ગામે માસૂમને હવસનો શિકાર બનાવનાર હેવાનને કુદરતી મૃત્યુ સુધી કેદ
    • ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેની સભામાં Sardar Patel ’હૈદરાબાદ’ને જૂનાગઢમાંથી બોધપાઠ લેવા સલાહ આપેલી
    • Amreliના ખાંભા પંથકમાં સિંહ ધોળે દિવસે ગાયનું મારણ કર્યા બાદ નજીકના રહેણાંક મકાનમાં ઘૂસી ગયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»Sardar Vallabhbhai Patel જન્મજયંતી વિશેષ
    લેખ

    Sardar Vallabhbhai Patel જન્મજયંતી વિશેષ

    Vikram RavalBy Vikram RavalOctober 30, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કાઠિયાવાડની ધરતીથી અખંડ ભારતના નિર્માણ સુધી… રાજકોટ સાથે Sardar Vallabhbhai Patelની ઐતિહાસિક સ્મૃતિઓનો અતૂટ નાતો!

    રાજકોટ સત્યાગ્રહમાં સરદાર પટેલની ઉપસ્થિતિએ કાઠિયાવાડના સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયાઓમાં નવો જુસ્સો અને સંકલ્પ જગાવ્યો હતો

    Rajkot તા. ૩૦ઃ

    ૩૧મી ઓક્ટોબર એટલે ભારતના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી Sardar Vallabhbhai Patelની જન્મજયંતી. દેશની આઝાદીની લડતથી લઈને સ્વતંત્ર ભારતના રાષ્ટ્રનિર્માણ સુધી સરદાર પટેલનું યોગદાન અવિસ્મરણીય અને અતુલનીય રહ્યું છે. દેશી રજવાડાંઓનું એકીકરણ કરીને ભારતને અખંડ રાષ્ટ્રના સ્વરૂપમાં ઘડવામાં તેમણે ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. આ મહાન રાષ્ટ્રપુરુષના જીવનસંઘર્ષ અને રાષ્ટ્રપ્રદાન સાથે રાજકોટ તથા કાઠિયાવાડની ધરતીનો પણ ઐતિહાસિક નાતો જોડાયેલો છે.

    વર્ષ ૧૯૩૮ના રાજકોટ સત્યાગ્રહ દરમિયાન સરદાર પટેલની ઉપસ્થિતિએ કાઠિયાવાડના સ્વાતંત્ર્ય સંગ્રામને નવી દિશા અને આંદોલનકારીઓને નવો જુસ્સો આપ્યો હતો. આજે પણ રાજકોટમાં આવેલું સરદાર પટેલ સ્મારક ભવન અને બહુમાળી ભવન ચોક ખાતે સ્થાપિત તેમની પ્રતિમા સરદારના અડગ સંકલ્પ, રાષ્ટ્રીય એકતા અને લોકશાહીનાં મૂલ્યોની સતત યાદ અપાવે છે.

    દેશની આઝાદીની લડત માત્ર બ્રિટિશ શાસન સામેનો સંઘર્ષ નહોતો, પરંતુ દેશી રજવાડાંઓમાં પણ પ્રજાકીય અધિકારો, જવાબદાર શાસન અને લોકશાહી મૂલ્યોની સ્થાપના માટેની ચળવળ હતી. કાઠિયાવાડમાં પણ આઝાદીની ચળવળની સાથે પ્રજાકીય અધિકારો માટે વિવિધ આંદોલનો થઈ રહ્યાં હતાં. રાજકોટ રાજ્યમાં વર્ષ ૧૯૩૭થી શરૂ થયેલી રાજકીય જાગૃતિ અને વર્ષ ૧૯૩૮ના રાજકોટ સત્યાગ્રહે આ સંઘર્ષને વધુ વ્યાપક બનાવ્યો હતો.

    રાજકોટ રાજ્યમાં પ્રજાના અધિકારો અને જવાબદાર રાજતંત્રની માંગ સાથે આંદોલનકારીઓ મેદાનમાં ઊતર્યા હતા. દરબારગઢ ખાતે પિકેટિંગ, ગોકુલાષ્ટમીના મેળામાં થયેલા વિરોધ પ્રદર્શનો અને આંદોલનકારીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જને કારણે સમગ્ર રાજકોટમાં અસંતોષની લાગણી ફેલાઈ હતી. આંદોલન દરમિયાન અનેક કાર્યકરોની ધરપકડ અને કારાવાસની સજાઓનો સિલસિલો પણ ચાલ્યો હતો.

    આવા સંઘર્ષના સમયે સરદાર વલ્લભભાઈ પટેલે રાજકોટના પ્રજાકીય આંદોલનને માર્ગદર્શન આપ્યું હતું. તા. ૫ સપ્ટેમ્બર, ૧૯૩૮ના રોજ રાજકોટમાં યોજાયેલી કાઠિયાવાડ રાજકીય પરિષદના અધિવેશનમાં તેમણે પ્રમુખસ્થાનેથી પ્રજાના હિતમાં જવાબદાર શાસન વ્યવસ્થાની માંગને બુલંદ બનાવી હતી. પ્રજાને શાસનમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે, વહીવટમાં લોકભાગીદારી વધે અને પ્રજાના અધિકારોનું રક્ષણ થાય તે માટે સરદાર પટેલે મક્કમ રજૂઆત કરી હતી.

    ગુજરાતની ધરતી પર જન્મેલા આ મહાન ખેડૂતપુત્રે પોતાની અસાધારણ નેતૃત્વશક્તિ, દૃઢ નિશ્ચય અને રાષ્ટ્રપ્રેમથી સમગ્ર દેશના ઇતિહાસમાં અમીટ સ્થાન મેળવ્યું છે. સરદાર પટેલનું જીવન આવનારી પેઢીઓ માટે પણ પ્રેરણાનું અખૂટ ઝરણું બની રહે તે હેતુથી તેમના સ્મરણને ચિરંજીવી બનાવવા રાજકોટમાં સરદાર પટેલ સ્મારક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

    સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય નવલશંકર ઢેબર (ઢેબરભાઈ)ના અધ્યક્ષસ્થાને સરદાર પટેલના યથોચિત સ્મારકના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિના પ્રયાસોના પરિણામે રાજકોટ સહિત ગુજરાતમાં સરદાર પટેલની સ્મૃતિને કાયમી સ્વરૂપ આપવાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરાઈ હતી. રાજકોટમાં વર્ષ ૧૯૭૩માં સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવનનું નિર્માણ થયું હતું.

    નવી પેઢીને સરદાર પટેલના જીવન અને કાર્યોનો પરિચય મળે તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસથી તેઓ અવગત થાય તેવા આશયથી અહીં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. સરદાર પટેલના જીવનની મહત્વપૂર્ણ ક્ષણો અને ઐતિહાસિક પ્રસંગોને ઉજાગર કરતી તસવીરોનું પ્રદર્શન અહીં આકાર પામ્યું છે. આ તસવીરો માત્ર ઇતિહાસની ઝાંખી કરાવતી નથી, પરંતુ દેશની આઝાદી માટેના સંઘર્ષ, બલિદાન અને રાષ્ટ્રનિર્માણની ગાથા પણ નવી પેઢી સમક્ષ રજૂ કરે છે. સરદાર પટેલ સ્મારક ભવનની સાથે જોડાયેલા જોડિયા મકાનમાં શ્રી ગુલાબચંદ તલકચંદ શેઠના અનુદાનથી પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકાલય જ્ઞાન, વાંચન અને વિચારવિમર્શની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતું મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું છે.અહીં વાચકોને નિયમિત અખબારો અને વિવિધ સામયિકો વિનામૂલ્યે વાંચવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પુસ્તકાલય સાથે ૯ હજારથી વધુ સભ્યો જોડાયેલા છે, જે વાંચનપ્રવૃત્તિ પ્રત્યે લોકોની રૂચિ અને જ્ઞાનપ્રાપ્તિની ભાવનાનું પ્રતિબિંબ છે.

    રાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું વિશેષ મહત્વ છે. આ પ્રતિમા માત્ર એક મહાન રાષ્ટ્રપુરુષની સ્મૃતિનું પ્રતીક નથી, પરંતુ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને લોકસેવાના મૂલ્યોની સતત પ્રેરણા આપતું સ્થાન પણ છે.

    રાજકોટમાં યોજાતા વિવિધ રાષ્ટ્રીય, સામાજિક અને જાહેર કાર્યક્રમો તેમજ રેલીઓનો પ્રારંભ ઘણીવાર આ સ્થળેથી કરવામાં આવે છે. વિવિધ પ્રસંગોએ મહાનુભાવો સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવે છે. સરદારના વિચારો અને આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ પણ આ પ્રસંગોએ વ્યક્ત કરવામાં આવે છે.

    રાજકોટની ધરતી સાથે જોડાયેલી તેમની ઐતિહાસિક સ્મૃતિઓ, સરદાર પટેલ સ્મારક ભવન અને બહુમાળી ભવન ચોક ખાતેની તેમની પ્રતિમા આજે પણ આપણને એકતા, સંગઠન અને રાષ્ટ્રસેવાનો સંદેશ આપે છે.

    Sardar Vallabhbhai Patel
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: ગંજીવાડાના યુવકનો એસિડ પી ગટગટાવ્યું
    Next Article આજનું રાશિફળ
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    Planet Jupiter નો સિંહ રાશિમા પ્રવેશ ૧૨ રાશિ નું ફળ

    October 30, 2026
    લેખ

    Diwali પહેલાંનું અજવાળું આશા, આનંદ અને આત્મીયતાનો ઉત્સવ

    October 29, 2026
    લેખ

    Karwa Chauth: વ્રતનું માહાત્મ્ય-પૌરાણિક કથા અને શાસ્ત્રોક્ત મહત્વ

    October 28, 2026
    ટેક્નોલોજી

    Gen Z Solo Travel Guide: ૨૦૨૭માં સોલો ટ્રાવેલ કે બેકપેકિંગ માટે બેસ્ટ ગેજેટ્સ અને એપ્સ

    October 28, 2026
    લેખ

    મહાન planet Jupiter મહારાજનો સિંહમાં રાશિ પ્રવેશ: પં.ડો. હિતેષ એ. મોઢા

    October 27, 2026
    ટેક્નોલોજી

    Smartwatch accuracy Gujarati: જાણો Fitness Trackingનું અસલી સત્ય!

    October 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,350
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹125,900
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,730
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-10-2026 21:32
    Categories
    Latest News

    નવી તેજી સંદર્ભે Nifty Future 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 30, 2026

    આજનું પંચાંગ 

    October 30, 2026

    આજનું રાશિફળ

    October 30, 2026

    Rajkot: ગંજીવાડાના યુવકનો એસિડ પી ગટગટાવ્યું

    October 30, 2026

    Rajkot: બારવણ ગામે માસૂમને હવસનો શિકાર બનાવનાર હેવાનને કુદરતી મૃત્યુ સુધી કેદ

    October 30, 2026

    ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેની સભામાં Sardar Patel ’હૈદરાબાદ’ને જૂનાગઢમાંથી બોધપાઠ લેવા સલાહ આપેલી

    October 30, 2026
    Search
    Main News

    ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેની સભામાં Sardar Patel ’હૈદરાબાદ’ને જૂનાગઢમાંથી બોધપાઠ લેવા સલાહ આપેલી

    October 30, 2026

    Fraud Detection શું છે? જાણો AI કેવી રીતે ઓનલાઈન છેતરપિંડીથી બચાવે છે

    October 30, 2026

    સંમતિથી બંધાયેલા યૌન સંબંધ દુષ્કર્મ ન ગણાય : Supreme Court

    October 30, 2026

    મોદીજી ત્રણ વખત PM બન્યા અને ચોથી વખત પણ બનશે

    October 30, 2026

    PM Modiએ લોકોને પાણી અને વીજળી બચાવવા કરી અપીલ

    October 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    નવી તેજી સંદર્ભે Nifty Future 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 30, 2026

    આજનું પંચાંગ 

    October 30, 2026

    આજનું રાશિફળ

    October 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.