Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    November 1, 2026

    આજનું રાશિફળ

    November 1, 2026

    Amreli: સરકારી તાલુકા ગ્રંથાલયનું ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કરાયું લોકાર્પણ

    November 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Amreli: સરકારી તાલુકા ગ્રંથાલયનું ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કરાયું લોકાર્પણ
    • Amreliની ૧૧૦ વર્ષ જૂની ખંધિડીયાની દુકાન આજે પણ ઇતિહાસની સાક્ષી બની અડીખમ !
    • Amreli: રવિવારી બજાર જ્યાં ગોઠવાય છે ત્યાં બન્યું ફટાકડાનું વેચાણ કેન્દ્ર
    • Rajkot: જામવંથલી અલિયાબાડા રેલ સેક્શનમાં ૪ નવેમ્બરે રેલવે સેફ્ટી કમિશનર દ્વારા સેફ્ટી નિરીક્ષણ કરાશે
    • Keshodમાં યુવતી પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ ગુજારનાર ભુવાને આજીવન કેદની સજા
    • Rajkot મહાનગરપાલિકા દ્વારા ‘‘રાષ્ટ્રીય એકતા દિવસ’’ નિમિત્તે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, November 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: સરકારી તાલુકા ગ્રંથાલયનું ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કરાયું લોકાર્પણ
    અમરેલી

    Amreli: સરકારી તાલુકા ગ્રંથાલયનું ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કરાયું લોકાર્પણ

    Vikram RavalBy Vikram RavalNovember 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પુસ્તકો, અખબારો અને અભ્યાસ સામગ્રી સાથે વાંચન સંસ્કૃતિને મળશે પ્રોત્સાહન,સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ, વિદ્યાર્થીઓ અને વાંચન પ્રેમીઓ માટે બની રહેશે આશીર્વાદરૂપ સુવિધા

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૧ઃ

    ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય ખાતા, ગાંધીનગર દ્વારા શિક્ષણ અને જ્ઞાનના પ્રસાર સાથે વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન મળે અને લીલીયા તાલુકાના વિદ્યાર્થીઓ તથા યુવાનોને અભ્યાસ માટે સ્થાનિક કક્ષાએ જ સુવિધા ઉપલબ્ધ બને તે દિશામાં લીલીયા તાલુકાને એક મહત્વપૂર્ણ ભેટ મળી છે. આ શરૂ કરવામાં આવેલા સરકારી તાલુકા ગ્રંથાલય, લીલીયાનું ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે રિબન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    લીલીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ, યુવાનો, શિક્ષકો તેમજ વાંચનપ્રેમીઓ માટે આ ગ્રંથાલય જ્ઞાનપ્રાપ્તિનું નવું કેન્દ્ર બનશે. અત્યાર સુધી અભ્યાસ અને વાંચન માટે અન્ય સ્થળોનો સહારો લેવો પડતો હતો. હવે સ્થાનિક વિદ્યાર્થીઓને હવે પોતાના તાલુકામાં જ પુસ્તકો, દૈનિક અખબારો અને વિવિધ વિષયોની અભ્યાસસામગ્રીનો લાભ મળી શકશે.

    ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાઓ માટે આ ગ્રંથાલય વિશેષ ઉપયોગી બની રહેશે. સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા યુવાનોને શાંત અને અનુકૂળ વાતાવરણમાં અભ્યાસ કરવાની તક મળશે.

    વિવિધ વિષયોના પુસ્તકો અને અખબારોના નિયમિત વાંચનથી સામાન્ય જ્ઞાન વધારવા ઉપરાંત અભ્યાસની ક્ષમતા વિકસાવવામાં પણ મદદરૂપ બનશે. આજના ડિજિટલ યુગમાં વાંચનની ટેવ ધીમે ધીમે ઘટતી હોવાની ચિંતા વચ્ચે તાલુકા કક્ષાએ સરકારી ગ્રંથાલયની શરૂઆતને વિશેષ મહત્વની પહેલ માનવામાં આવી રહી છે. માત્ર પુસ્તકો પૂરતું સીમિત ન રહેતાં આ ગ્રંથાલય વિદ્યાર્થીઓમાં સ્વાધ્યાયની ટેવ કેળવવા, યુવાનોમાં જ્ઞાનની ભૂખ જગાડવા અને નવી પેઢીને વાંચન તરફ વાળવા માટેનું માધ્યમ બની શકે છે.

    આ લોકાર્પણ સમારોહમાં તાલુકા વિકાસ અધિકારી વિક્રમસિંહ ગોહિલ, તાલુકા ભાજપ પ્રમુખ આનંદભાઈ ધાનાણી, જિલ્લા પંચાયત સદસ્ય જીજ્ઞેશભાઈ સાવજ, ભાવનગર વિભાગના મદદનીશ ગ્રંથાલય નિયામક ડૉ. આર.ડી. પરમાર સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

    ઉપસ્થિત મહાનુભાવોએ ગ્રંથાલયની ઉપયોગિતા અંગે વિચારો રજૂ કરી વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકોને નિયમિત વાંચન કરવાની અપીલ કરી હતી. ગ્રંથાલયમાં ઉપલબ્ધ સુવિધાઓનો મહત્તમ ઉપયોગ કરીને શૈક્ષણિક પ્રગતિ અને કારકિર્દી ઘડતરમાં તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

    લીલીયા તાલુકામાં સરકારી તાલુકા ગ્રંથાલયની શરૂઆત માત્ર એક નવી સુવિધાનો ઉમેરો નથી, પરંતુ સ્થાનિક સ્તરે શિક્ષણ, સ્વાધ્યાય અને જ્ઞાનના વિકાસ માટેનું મહત્વપૂર્ણ પગલું છે. આવનારા સમયમાં આ ગ્રંથાલય સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સાહિત્યપ્રેમીઓ માટે જ્ઞાનનું જીવંત કેન્દ્ર બને અને લીલીયા પંથકમાં વાંચન સંસ્કૃતિને નવી દિશા આપે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    Amreli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreliની ૧૧૦ વર્ષ જૂની ખંધિડીયાની દુકાન આજે પણ ઇતિહાસની સાક્ષી બની અડીખમ !
    Next Article આજનું રાશિફળ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreliની ૧૧૦ વર્ષ જૂની ખંધિડીયાની દુકાન આજે પણ ઇતિહાસની સાક્ષી બની અડીખમ !

    November 1, 2026
    અમરેલી

    Amreli: રવિવારી બજાર જ્યાં ગોઠવાય છે ત્યાં બન્યું ફટાકડાનું વેચાણ કેન્દ્ર

    November 1, 2026
    અમરેલી

    ખાંભા પંથકમાં આકાશી વીજળી પડતા મહિલાનું મોત, Amreliમાં માવઠાને કારણે ફટાકડા બજારમાં અફરાતફરી મચી

    October 31, 2026
    અમરેલી

    કમોસમી વરસાદઃ Amreli બાબરા માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલો કપાસ અને મગફળી પલળ્યાં

    October 31, 2026
    અમરેલી

    Amreliના ખાંભા પંથકમાં સિંહ ધોળે દિવસે ગાયનું મારણ કર્યા બાદ નજીકના રહેણાંક મકાનમાં ઘૂસી ગયો

    October 30, 2026
    અમરેલી

    ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાયો, Amreli-ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ, પવનથી મકાનનાં પતરા ઊડ્યાં

    October 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,230
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹124,880
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,090
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-11-2026 20:15
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    November 1, 2026

    આજનું રાશિફળ

    November 1, 2026

    Amreliની ૧૧૦ વર્ષ જૂની ખંધિડીયાની દુકાન આજે પણ ઇતિહાસની સાક્ષી બની અડીખમ !

    November 1, 2026

    Amreli: રવિવારી બજાર જ્યાં ગોઠવાય છે ત્યાં બન્યું ફટાકડાનું વેચાણ કેન્દ્ર

    November 1, 2026

    Rajkot: જામવંથલી અલિયાબાડા રેલ સેક્શનમાં ૪ નવેમ્બરે રેલવે સેફ્ટી કમિશનર દ્વારા સેફ્ટી નિરીક્ષણ કરાશે

    November 1, 2026

    Keshodમાં યુવતી પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ ગુજારનાર ભુવાને આજીવન કેદની સજા

    November 1, 2026
    Search
    Main News

    Ujjain: વેસ્ટેજ ચેમ્બરમાં ઉતરેલા ૪ કર્મીના ઝેરી ગેસથી ગૂંગળાઈ જતાં મોત

    November 1, 2026

    જ્ઞાનેશ કુમાર વિના Pm Modi ન બની શક્યા હોત : રાહુલ ગાંધી

    November 1, 2026

    Rajkotમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર રેડ; ૪૩ પુરુષો અને ૩૩ મહિલાઓ ઝડપાઈ

    November 1, 2026

    Uddhav Thackerayએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે ૨૦૧૯ પછી વાતચીત કાયમ માટે બંધ થઈ ગઈ

    November 1, 2026

    રાજધાની દિલ્હીમાં ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ LPG Cylinderના ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો

    November 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    November 1, 2026

    આજનું રાશિફળ

    November 1, 2026

    Amreliની ૧૧૦ વર્ષ જૂની ખંધિડીયાની દુકાન આજે પણ ઇતિહાસની સાક્ષી બની અડીખમ !

    November 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.