Dubai, તા. 19
ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહ બુધવારે આઈસીસી વનડે આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં બોલરોની યાદીમાં 12 સ્થાનની લાંબી છલાંગ લગાવીને અક્ષર પટેલ સાથે સંયુક્ત રીતે 19મા સ્થાને પહોંચી ગયા છે.
ન્યૂઝીલેન્ડમાં પાંચ મેચની વનડે શ્રેણીમાં અર્શદીપે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ન્યૂઝીલેન્ડ સામે પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહેલાં રોહિત શર્મા બેટિંગમાં એક સ્થાનના નુકસાન સાથે પાંચમા ક્રમે સરકી ગયા છે.
ભારતીય કેપ્ટન શુભમન ગિલ ટોચ પર છે, જ્યારે વિરાટ કોહલી પણ ત્રીજા સ્થાને યથાવત છે. ઈંગ્લેન્ડના ઓપનર બેટ્સમેન ટોમ બેન્ટન ઓસ્ટ્રેલિયા સામે મેચ જિતાડનારી સદી ફટકારીને 34 સ્થાનની લાંબી છલાંગ સાથે 13મા સ્થાને પહોંચ્યા છે. બેન્ટને એડિલેડમાં બીજી વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં 99 બોલમાં 121 રનની ઈનિંગ રમી હતી.

