Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ગોંડલના વેપારી સાથે શેર બજારમા રોકાણના બહાને એક કરોડની ઠગાઈ

    November 26, 2026

    Amreli: કલેક્ટરની ખાતરી બાદ દુધાળાની ગૌચર જમીનના દબાણ મુદ્દે નાથાલાલ સુખડિયોનું અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન ૧૦ દિવસ સુધી મોકૂફ

    November 26, 2026

    Morbi: એલ.ઈ. કોલેજની લાઇબ્રેરીમાં જ્ઞાન અને ઇતિહાસનો અનોખો ખજાનો; ૪૨ હજાર પુસ્તકોનો દુર્લભ સંગ્રહ

    November 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ગોંડલના વેપારી સાથે શેર બજારમા રોકાણના બહાને એક કરોડની ઠગાઈ
    • Amreli: કલેક્ટરની ખાતરી બાદ દુધાળાની ગૌચર જમીનના દબાણ મુદ્દે નાથાલાલ સુખડિયોનું અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન ૧૦ દિવસ સુધી મોકૂફ
    • Morbi: એલ.ઈ. કોલેજની લાઇબ્રેરીમાં જ્ઞાન અને ઇતિહાસનો અનોખો ખજાનો; ૪૨ હજાર પુસ્તકોનો દુર્લભ સંગ્રહ
    • Jamnagar: આઠ વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને શાપર-વેરાવળમાંથી ઝડપી લેવાયો
    • Jamnagar: રૂ. ૭૩.૬૬ લાખનો ભંગાર સગેવગે કરવાના કેસમાં આસિ.મેનેજરની જામીન અરજી નામંજૂર
    • Jamnagar: ૧૦૮ની ટીમે અડધો કિલોમીટર પગપાળા પહોંચી સગર્ભાની કરાવી સફળ પ્રસૂતિ
    • Rajkot: દર્દી સેવાના ૨૦મા વર્ષે વોકહાર્ટ હોસ્પિટલનું નવું સોપાન
    • રાજ્યના ૮૬ મામલતદારની બદલી સાથે ટંકારા મામલતદારની કચ્છ બદલી, Morbi જીલ્લામાં ત્રણ નવી નિમણુક
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: ૧૦૮ની ટીમે અડધો કિલોમીટર પગપાળા પહોંચી સગર્ભાની કરાવી સફળ પ્રસૂતિ
    જામનગર

    Jamnagar: ૧૦૮ની ટીમે અડધો કિલોમીટર પગપાળા પહોંચી સગર્ભાની કરાવી સફળ પ્રસૂતિ

    Vikram RavalBy Vikram RavalNovember 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ ન હોવાથી પાયલોટ અને ઈએમટી પગપાળા પહોંચ્યા; ૨૨ વર્ષીય મહિલાએ તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૬ઃ

    કટોકટીના સમયે જીવનરક્ષક સાબિત થતી ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની ટીમે જામનગરમાં વધુ એક વખત સરાહનીય કામગીરી કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઠેબા ચોકડી નજીક અલિયા વાડી વિસ્તારમાં વાડી સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવી સ્થિતિ ન હોવાથી ૧૦૮ની ટીમે અંદાજે અડધો કિલોમીટર પગપાળા ચાલીને સ્થળ પર પહોંચી ૨૨ વર્ષીય સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી. મહિલાએ તંદુરસ્ત પુત્રને જન્મ આપતાં માતા અને નવજાત બાળકને વધુ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં સુરક્ષિત ખસેડવામાં આવ્યાં હતાં.

    પ્રાપ્ત વિગતો અનુસાર, ૧૦૮ કંટ્રોલ રૂમ તરફથી પ્રસૂતિના કેસની જાણ થતાં એમ્બ્યુલન્સના પાયલોટ ધવલ કણજારિયા અને ઈએમટી માનવ નાખવા સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. ઠેબા ચોકડી નજીક અલિયા વાડી વિસ્તારની વાડીમાં સગર્ભા મહિલા પ્રસૂતિની પીડા અનુભવી રહી હોવાની જાણ થતાં ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી.

    જોકે, વાડી વિસ્તારની અંદર સુધી એમ્બ્યુલન્સ જઈ શકે તેમ ન હોવાથી પાયલોટ અને ઈએમટીએ જરૂરી તબીબી સાધનસામગ્રી સાથે અંદાજે અડધો કિલોમીટર પગપાળા ચાલીને સ્થળ પર પહોંચવાની જહેમત ઉઠાવી હતી. સ્થળ પર પહોંચ્યા બાદ ૨૨ વર્ષીય સંગીબેન મેડા (આદિવાસી)ની પ્રસૂતિના સ્પષ્ટ લક્ષણો જણાતાં તેમને હોસ્પિટલ લઈ જવા માટે સમય ન હોવાથી સ્થળ પર જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

    ૧૦૮ની ટીમની સમયસૂચકતા અને કુશળતાના પરિણામે સંગીબેનની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી અને તેમણે તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો હતો. જોકે, માતાનું હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોવાનું જણાતાં જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ માતા અને નવજાત પુત્રને વધુ સારવાર અને દેખરેખ માટે જી.જી. હોસ્પિટલમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યાં હતાં.

    જામનગર ઉપરાંત જામજોધપુર અને લાલપુર તાલુકાના કેટલાક અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ૧૦૮ની ટીમો માટે દર્દીઓ સુધી પહોંચવું પડકારરૂપ બની રહ્યું છે. વાડી વિસ્તારોમાં એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ ન હોય ત્યારે ટીમના સભ્યો અડધાથી એક કિલોમીટર સુધી પગપાળા ચાલીને દર્દીઓ સુધી પહોંચ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. ચાલુ વર્ષે આવા અંદાજે દસ જેટલા કેસમાં ૧૦૮ની વિવિધ ટીમોએ ભારે જહેમત ઉઠાવી દર્દીઓને સ્થળ પર જરૂરી સારવાર આપી હોસ્પિટલ સુધી પહોંચાડ્યા છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં રહેતી સગર્ભા મહિલાઓ માટે ૧૦૮ની આ જીવનરક્ષક સેવા આશીર્વાદરૂપ બની રહી છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: દર્દી સેવાના ૨૦મા વર્ષે વોકહાર્ટ હોસ્પિટલનું નવું સોપાન
    Next Article Jamnagar: રૂ. ૭૩.૬૬ લાખનો ભંગાર સગેવગે કરવાના કેસમાં આસિ.મેનેજરની જામીન અરજી નામંજૂર
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: આઠ વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને શાપર-વેરાવળમાંથી ઝડપી લેવાયો

    November 26, 2026
    જામનગર

    Jamnagar: રૂ. ૭૩.૬૬ લાખનો ભંગાર સગેવગે કરવાના કેસમાં આસિ.મેનેજરની જામીન અરજી નામંજૂર

    November 26, 2026
    જામનગર

    Jamnagar મનપાની ફૂડ શાખાની કાર્યવાહીઃ ૧૫ ખાણીપીણીના એકમોમાં તપાસ, ૧૯.૬ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

    November 26, 2026
    જામનગર

    ગુજરાતમાં હાઇવે પર Indian Armyના ૪ વિમાનનું લેન્ડિંગ, દુશ્મનોને ચોંકાવવાની તૈયારી?

    November 26, 2026
    જામનગર

    Jamnagarમાં ડિજિટલ ધરપકડનો ભય બતાવી ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પાસેથી રૂ. ૪૨.૨૫ લાખ પડાવ્યા

    November 14, 2026
    જામનગર

    Jamnagarમાં જુગારના ત્રણ દરોડામાં સાત જુગારી પકડાયા, છ ફરાર

    November 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,108
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,195
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹122,529
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-11-2026 19:55
    Categories
    Latest News

    Rajkot: ગોંડલના વેપારી સાથે શેર બજારમા રોકાણના બહાને એક કરોડની ઠગાઈ

    November 26, 2026

    Amreli: કલેક્ટરની ખાતરી બાદ દુધાળાની ગૌચર જમીનના દબાણ મુદ્દે નાથાલાલ સુખડિયોનું અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન ૧૦ દિવસ સુધી મોકૂફ

    November 26, 2026

    Morbi: એલ.ઈ. કોલેજની લાઇબ્રેરીમાં જ્ઞાન અને ઇતિહાસનો અનોખો ખજાનો; ૪૨ હજાર પુસ્તકોનો દુર્લભ સંગ્રહ

    November 26, 2026

    Jamnagar: આઠ વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને શાપર-વેરાવળમાંથી ઝડપી લેવાયો

    November 26, 2026

    Jamnagar: રૂ. ૭૩.૬૬ લાખનો ભંગાર સગેવગે કરવાના કેસમાં આસિ.મેનેજરની જામીન અરજી નામંજૂર

    November 26, 2026

    Rajkot: દર્દી સેવાના ૨૦મા વર્ષે વોકહાર્ટ હોસ્પિટલનું નવું સોપાન

    November 26, 2026
    Search
    Main News

    Mumbai Terrorist Attacksની ૧૮મી વર્ષગાંઠ પર, દેશભરમાં શહીદો અને નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

    November 26, 2026

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026

    જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક

    November 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ગોંડલના વેપારી સાથે શેર બજારમા રોકાણના બહાને એક કરોડની ઠગાઈ

    November 26, 2026

    Amreli: કલેક્ટરની ખાતરી બાદ દુધાળાની ગૌચર જમીનના દબાણ મુદ્દે નાથાલાલ સુખડિયોનું અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન ૧૦ દિવસ સુધી મોકૂફ

    November 26, 2026

    Morbi: એલ.ઈ. કોલેજની લાઇબ્રેરીમાં જ્ઞાન અને ઇતિહાસનો અનોખો ખજાનો; ૪૨ હજાર પુસ્તકોનો દુર્લભ સંગ્રહ

    November 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.