Almora, તા.14
ઉતરાખંડના ચારધામ- બદરીનાથ, કેદારનાથ અને યમુનોત્રી-ગંગોત્રીમાં ક્ષમતાથી વધુ શ્રદ્ધાળુઓ હિમાલયની ઈકોલોજી, પર્યાવરણ માટે ખતરો બની શકે છે. વૈજ્ઞાનિકોએ 23 વર્ષના આંકડાના અભ્યાસના આધારે પહેલી વાર આ ધામોની વહન ક્ષમતા નકકી કરી છે. રિપોર્ટમાં હિમાલય પર આવેલ આસ્થા સ્થળોના સંવેદનશીલ પર્યાવરણ પ્રત્યે ચેતવવામાં આવ્યા છે.
જી.બી.પંત રાષ્ટ્રીય હિમાલય પર્યાવરણ તેમજ સતત વિકાસ સંસ્થાન અલ્મોડા અને ઉતરાખંડ બાગાયત અને વનીકરણ વિ.વિ.ના વાનીકી મહા વિદ્યાલય, ભરસારનો સંશોધન રિપોર્ટ હાલમાં નેચર પોર્ટફોલિયોના જર્નલ સાયન્ટીફીક રિપોર્ટસમાં પ્રકાશિત થયો છે.
તેમાં વર્ષ 2000થી 2023 સુધીના ડેટાનું અધ્યયન કરી ચારધામોની દરરોજની વહન ક્ષમતા કાઢવામાં આવી છે જેમાં ચારેય તીર્થ સ્થળોના ક્ષેત્રફળ, ભૌગોલિક સ્થિતિ, હવામાન, પાયાગત માળખાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
રિપોર્ટ મુજબ બદરીનાથમાં રોજના 15778 કેદારનાથમાં 13111, ગંગોત્રીમાં 8178 અને યમુનોત્રીમાં 6160 તીર્થયાત્રીઓની સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે. વૈજ્ઞાનિકો મુજબ યાત્રા પર વૈજ્ઞાનિકોની યોજના નહીં બની તો આગામી દાયકામાં હિમાલયનું ઈકોલોજી સંતુલન ગંભીર ખતરામાં પડી શકે છે.
સંખ્યા નકકી કરવા સૂચનઃ કેદારનાથમાં 13 હજારથી વધુ શ્રદ્ધાળુ ન મોકલવાની ભલામણ બદરીનાથ ધામમાં દરરોજ 15778 જ શ્રદ્ધાળુઓ મોકલવાનું સૂચન, ગંગોત્રીમાં 8178, યમુનોત્રીમાં 6160 શ્રદ્ધાળુઓ જ વહન કરવાની ક્ષમતા.
સતત વધતી ભીડઃ ચારધામમાં પર્યટકોની ભીડ સતત વધી રહી છે. 2000ના દાયકામાં ચારધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા 10 લાખ દર વર્ષે રહેતી હતી, જે હવે 50 લાખ થઈ ગઈ છે.
2023માં સહેલાણીઓની સંખ્યા 56 લાખને પાર કરી ગઈ હતી. 2024માં 47 લાખ પર્યટકો, ચારધામ પહોંચ્યા હતા.
વધુ ભીડની અસર
♦ પ્રાકૃતિક સંસાધનો પર અત્યાધિક દબાણ, જળસંકટ.
♦ કચરો અને પ્રદુષણમાં વધારો વ્યવસ્થામાં પડકારો.
♦ વનસ્પતિઓને નુકસાન અને ભૂમિ કપાતમાં વધારો.
♦ ભૂસ્ખલન, પ્રાકૃતિક આપતિની સ્થિતિમાં જોખમ વધવું.
વૈકલ્પિક સ્થળો બનાવાયઃ વૈજ્ઞાનિકોએ ચારધામની આસપાસ પર્યટન ક્ષેત્ર વિકસીત કરવાનું સૂચન કર્યું છે. જેથી આસપાસના વૈકલ્પિક સ્થળોમાં પર્યટકો વહેંચાઈ જશે.

